________________
જ્યાં એક જ આશ્રયમાં વીર અને ભયાનક જેવા બે વિરોધી રસોનું નિરૂપણ હોય ત્યાં આશ્રયંક્ય-દોષ કહેવાય છે. આવો દોષ બેમાંથી એક રસ(વીર) નાયકમાં અને બીજા રસ(ભયાનક) પ્રતિનાયકમાં નિરૂપવાથી દૂર થાય છે. આનંદવર્ધનકૃત અર્જુનચરિત'ના અહીં પ્રસ્તુત થયેલા શ્લોકનો ભાવાર્થ એ છે કે પાતાળમાં જઈને અર્જુને ધનુષ્યનો ભયપ્રેરક ટંકાર કર્યો તે સાંભળીને દેત્યાના નગરમાં મોટો ખળભળાટ મચી ગયો અને દાનવોની બધી જ સ્ત્રીઓનું જીવન મૂળમાંથી હચમચી ઊડ્યું. આનંદવર્ધને કહ્યું છે કે, “કાવ્યમાં મુખ્ય રસનો જે વિરોધી(રસ) એકાશ્રયને કારણે વિરોધી બનતું હોય તેનો આશ્રય બીજો કરવો જરૂરી છે. જેથી તેની જમાવટમાં પણ દોષ નહિ આવે (ધ્વ. આ. ૨. ૨૫). આમ કહીને આનંદવર્ધન વૃત્તિમાં સ્પષ્ટતા કરે છે કે, “એક જ આશ્રયમાં વીર અને ભયાનક એ બે વિરોધી રસો હોય તો, ભયાનકનો આશ્રય બદલી નાખવો. . એટલે કે, વીરનો આશ્રય કથાનો નાયક હોય તો સામા પક્ષમાં અર્થાત્ પ્રતિનાયકમાં ભયાકનું વર્ણન કરવું. આમ કરવાથી ભયાનક રસની જે જમાવટ થશે તે દોષપૂર્ણ નહિ બને. કારણ, સામા પક્ષ(પ્રતિનાયક)માં અતિશય ભયનું વર્ણન કરવાથી, કથા નાયકની નીતિનિપુણતા, પરાક્રમ વગેરે સંપત્તિને સારી રીતે ઉઠાવ મળશે અને આ જ વસ્તુ મેં મારા અનચરિત કાવ્યમાં. અર્જુનના પાતાળમાં પહોંચવાના પ્રસંગે વિશદપણે આલેખી છે.'
મમ્મટે પણ. આક્યને કારણે જે રસનો વિરોધ થતા હોય તેનો આશ્રય બદલી નાખવાની સલાહ આપી છે : નાથ વિદ્ધો : સાર્યો મિસંશય: | (કા. પ્ર. ૭.૬૪). ૩. નિરંતરતા(નૈત્તિર્ય)ને કારણે થતા રસવિરોધનું નિવારણ - શ્રીહેમચન્દ્રાચાર્યે નરન્તર્યો એ શીર્ષક હેઠળ, વૃત્તિમાં કહ્યું છે કે, જ્યાં એક જ આશ્રયમાં, શાંત અને શૃંગાર જેવા બે પરસ્પર વિરુદ્ધ રસોનું, કોઈ પણ વ્યવધાન વિના, તરત જ, વર્ણન થાય છે ત્યાં દોષ થાય છે; પણ જ, એ બે રસોની વચ્ચે કોઈ અન્ય રસનું વર્ણન કરવામાં આવે તો વિરોધ સમાપ્ત થઈ જાય છે. જેમ કે, શ્રીહર્ષરચિત પ્રસિદ્ધ નાટક નાગાનન્દ (અંક ૧)માં શાંતરસનું વાતાવરણ છે ત્યાં જો તરત જ(નિરંતરતાથી) શૃંગારરસનું વર્ણન થયું હોત તો વિરોધી રસનું નૈત્તિર્યથી વર્ણન કરવાનો દોષ આવત. એટલે જ, કવિએ ત્યાં શાંત અને શૃંગાર એ બે રસો વચ્ચે. “વાહ ! શું ગીત છે ! શું વાદ્ય છે !” વગેરેથી અદ્ભુત રસનું વર્ણન દાખલ કરી દીધું છે. આથી, શૃંગારરસને બાધ આવતો નથી અને આ રીતે, કવિએ જીમૂતવાહન અને મલયવતી વચ્ચેનો શૃંગારરસ
(૩૮૧ :