________________
આ શ્લોકધ્વન્યાલોક' (૩.૩૦)માં તથા કાવ્યપ્રકાશ (૭.૬૩)માં સમારીને બદલે ‘મા’એ પાઠફેર સાથે આ જ સંદર્ભમાં રજૂ થયો છે અને મમ્મટે જે ટિપ્પણ આપ્યું છે તેમાંથી જ જરૂરી અંશો લઈને અહીં ‘વૃત્તિ'માં ટિપ્પણ પ્રસ્તુત થયું છે અને ટિપ્પણ પછી ધ્વન્યાલોકના ત્રીજા ઉદ્યોતની ત્રીસમી કારિકા(૩.૩૦) ગ્રંથકારે અવતરણ(૧૪)રૂપે, અહીં પ્રસ્તુત કરી છે – વિનેયાનુનુ9ીર્તન ઈત્યાદિ અને . નોંધ્યું છે કે ધ્વનિકારે વિરોધ દૂર કરવાની અહીં વાત કરી છે. આ કારિકાનો અર્થ છેઃશિષ્યો(વિનેયો)ને આકર્ષવા માટે કે વિષયાભિમુખ કરવા માટે અથવા કાવ્યની શોભાને માટે, શૃંગારના વિરોધી રસમાં(દા.ત. શાન્તરસમાં) પણ, શૃંગારનાં અંગો ' અર્થાત તેના વિભાવાદિને સ્પર્શ આવે તો તે દોષરૂપ નથી. ધ્વન્યાલોક(૩)માં આ - કારિકાના વિવરણ બાદ, આનંદવર્ધન, ઉપરોક્ત “સત્યં મનોરમા ' એ શ્લોક ઉદાહરણ તરીકે રજૂ કરે છે, અને ટિપ્પણમાં કહે છે કે અહીં રસવિરોધ નથી. જોકે. મમ્મટ, આ શ્લોક રજૂ કરે છે અને તેમાં રસવિરોધ નથી એવું માને છે; પણ, આનંદવર્ધનની, “શિષ્યોને આકર્ષવાની કે “કાવ્યને શોભાવવાની વાત બહુ - ઉત્સાહથી સ્વીકારતા નથી(કા. પ્ર. ૭.૬૩, ઉદા. ૩૩૩નું ટિપ્પણ). તેઓ કહે છે કે, “વિરોધ ટાળવા માટે, શિષ્યોને આકર્ષવાનું કારણ આપવાની જરૂર નથી; કારણ, અહીં શાન્ત અને શૃંગાર અંતર વગર(નૈરંતર્ય) આવ્યા નથી. વળી કાવ્યની શોભાની વાત પણ ટકતી નથી. કારણ કાવ્યશોભા તો બીજા રસથી કે અનુપ્રાસમાત્રથી 'પણ થાય છે.” “ધ્વન્યાલોક'ની ઉપરોક્ત કારિકા હેઠળ આ શ્લોકનું લોચન'માં પણ અભિનવગુપ્ત વિશદ વિવરણ આપ્યું છે (લોચન પૃ. ૩૯૯). નોંધપાત્ર છે કે આનંદવર્ધને ધ્વન્યાલોક'ના ત્રીજા ઉદ્યોતની ૨૦મીથી ૩૧મી કારિકાઓમાં રસ અને ભાવોનો વિરોધ દૂર કરવાના વિષયનું પ્રમાણભૂત નિરૂપણ કર્યું છે. - ૨. બન્ને રસોના આશ્રયો જુદા જુદા હોય તેવું નિરૂપણ કરવું
અબાધ્યત્વ, આશ્રમૈક્ય, નૈત્તિર્ય અને અનંગ– એ ચાર દોષરૂપ છે એમ ગ્રંથકારે સૂત્ર(૩.૨)માં દર્શાવ્યું છે. આમાંથી અબાધ્યાત્વદોષનું વિવરણ તથા નિવારણ આપણે ઉપર જોયું. હવે આશ્રયંક્ય દોષનું વિવરણ તથા નિવારણ પ્રસ્તુત થાય છે. વૃનિ(પૃ. ૧૬૨)માં ગ્રંથકાર કહે છે કે, “એક જ આશ્રયમાં બે રસો વગેરે હોય તો દોષ થાય; પણ બન્ને રસના આશ્રય(આલંબન, આધાર) જુદા જુદા હોય તો, વીરરસ અને ભયાનકરસ જેવા પરસ્પરવિદ્ધ રસોમાં પણ, વીરરસ નાયકમાં રહેલો હોય અને ભયાનકરસ પ્રતિનાયકમાં રહેલો હોય ત્યારે, દોષ હોતો નથી; જેમ કે, “અર્જુનચરિત'ના સમુસ્થિતે ધનુર્ધ્વની' એ શ્લોક(ઉદા. ૧૯૦)માં (દોષ નથી.)
૩૮૦