________________
અનુભાવપ્રાતિકૂલ્ય દોષ છે. પણ, કવિએ અહીં, ઇંધણ વગેરે વીણવાના બહાના હેઠળ ઉપભોગ માટે વનમાં જવાનું વર્ણવ્યું હોત તો તે દોષ ન ગણાત.” રસોના અને ભાવોનો વિરોધ દૂર કરવાના ઉપાયો ૧. બાધ્યભાવે વર્ણન કરવું
પ્રકૃતરસના વિરોધી રસના સંચારી ભાવો, અનુભાવો, વિભાવનું બાધ્યરૂપે નિરૂપણ કર્યું હોય તો તે દોષરૂપ નથી; પણ ગુણરૂપ છે. એટલે જ વૃત્તિમાં
અબાધ્યત્વે' એ શીર્ષક હેઠળ ગ્રંથકાર કહે છે : “અબાધ્યત્વ એટલે વિભાવાદિને અંકુશમાં રાખવાનું અશક્ય હોય તેવી સ્થિતિ. પણ એ અબાધ્યત્વનો જ અભાવ હોય, એટલે કે, વિભાવાદિનું બાધિત કે નિયંત્રિત રીતે નિરૂપણ કરવામાં આવ્યું હોય તો તે દોષ નથી; પરંતુ, એ સ્થિતિ પ્રકૃતરસને પોષક છે.” “ શનિસ્મઃ ' એ, “કાવ્યાનુશાસનના પૃ. ૧૨૮ પર ‘ભાવબલત્વ'ના ઉદાહરણરૂપે રજૂ કરેલો શ્લેક, વિરોધી રસના વ્યભિચારી ભાવોના બાધ્યભાવે કરેલા પ્રકૃતરસને પોષક વર્ણનનું ઉદાહરણ છે. ઉર્વશીને જોતાં જ રાજા પુરુરવા જે વિતર્ક, ઉત્સુકતા, મતિ, સ્મરણ, શંકા, દેવ વગરે શૃંગારના વિરોધી એવા શાંતરસના વ્યભિચારી ભાવ અનુભવે છે તે બધા ભાવો પરસ્પર બાધ્યબાધક-ભાવે રહીને શૃંગારરસના વ્યભિચારી ભાવ ચિંતામાં જ પર્યવસાન(વિશ્રાંતિ) પામે છે તેથી તે ભાવો અત્યંત આસ્વાદયોગ્ય બને છે. આનંદવર્ધને પણ ધ્વન્યાલોક(૩.૨૦ની વૃત્તિ)માં આ શ્લોક, “જયાં વિવક્ષિત રસ પરિપુષ્ટ થયો હોય તે પછી વિરોધી રસનાં અંગો (વિભાવાદિ) બાંધ્યરૂપે આલેખાયાં હોય તો તેમાં દોષ નથી, જેમ કે ક્રિાઈમ. ઈ. કલોકમાં આવો દોષ નથી” એવી નોંધ સાથે પ્રસ્તુત કર્યો છે.
- હવે સત્યં મનોરમ: #ામ: એ પ્રસિદ્ધ કલોક(ઉદા. ૧૮૯) રજૂ થાય છે. કલોકાર્થ છે : કામેચ્છાઓ મનોરમ હોય છે એ સાચું, ઐશ્વર્યનાં સાધનો લોભામણાં હોય છે એ પણ સાચું; પણ જીવન જ મદમત્ત સ્ત્રીના કટાક્ષ(અપાંગભંગ) જેવું અત્યંત અસ્થિર(ચંચળ) હોય છે.”
આ બ્લોક વિશે ગ્રંથકાર ટિપ્પણ કરે છે કે, “અહીં શ્લોકના પ્રથમ અર્ધ ભાગમાં, વિરોધી રસ ગારનાં અંગોનું શ્લોકના મુખ્યરસ શાન્તના બાધ્યભાવે જ વર્ણન થયું છે. પણ, પછી, શ્લોકના બીજા અર્ધ ભાગમાં સ્ત્રીઓના ચંચલ કટાક્ષોના ઉપમાન વડે જીવનને જ ક્ષણભંગુર દર્શાવ્યું છે એટલે એ વર્ણન શાંતરસને જ પોષક છે. વળી, અહીં શંગારરસની પ્રતીતિ પણ થતી નથી, કેમ કે, તેનાં વિભાવાદિ અંગોનું અહીં વર્ણન જ નથી.”
૩૭૯