SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ હવે, આ બધાનાં એક પછી એક ઉદાહરણો આપવામાં આવે છે. પ્રથમ, પ્રતિકૂલ વિભાવના ઉદાહરણ (૧૮૭) તરીકે પ્રસિદ્ વર્તäએ શ્લોક રજૂ થયો છે. કાવ્યપ્રકાશ'માં પણ આ શ્લોક રજૂ થયો છે. શ્લોકાર્થ છે : “હે પ્રિયે, પ્રસન્ન થા, ખુશી બતાવ, રોષ છોડી દે, તારાં અમત જેવાં વચનોથી મારાં સૂકાઈ જતાં અંગોનું સિંચન કર; સુખના ભંડાર જેવું તારું મુખ ક્ષણભર મારી સામે સ્થિર રાખ; હે નિર્દોષ પ્રિયા ચાલી ગયેલા કાળરૂપી હરણને કોઈ પાછું વાળવા સમર્થ નથી.” આ શ્લોકમાં શૃંગારરસના વિરોધી શાંતરસનો કાળની અનિત્યતા બતાવતો વિભાવ. શૃંગારરસના નિરૂપણમાં આલેખ્યો છે અને તેમાંથી પ્રગટ થતા વ્યભિચારી ભાવ નિર્વેદ પણ શાંતરસનો સ્થાયી ભાવ છે. એટલે આ શ્લોકમાં પ્રતિકૂળ વિભાવ તથા વ્યભિચારી ભાવના નિરૂપણનો દોષ છે. આથી જ વૃત્તિમાં ગ્રંથકાર કહે છે કે, “અહીં, કાળરૂપી હરણ ચપળ છે, તે તેજ ગતિથી જાય છે અને પાછું આવતું નથી. વગેરે વૈરાગ્યપરક વચનોથી કોઈ નિરાશ પ્રેમી પોતાની પ્રિયાનું મનામણું કરે છે. આમ, આ શ્લોકમાં, શૃંગારના વિરોધી શાસન અનિત્યતાદર્શક(પ્રતિકૂલ) વિભાવ આલેખાયો છે, તેથી અહીં વિભાવપ્રાતિકૂલ્યનો દોષ છે, અને તેમાંથી પ્રગટ થતો વ્યભિચારી ભાવ ‘નિર્વેદ' પણ અનુભવાય છે. એટલે આ શ્લોક વ્યભિચારી પ્રાતિકૂલ્યનું દૃષ્ટાંત પણ બને છે.” મમ્મટ આને માટે પ્રતિકૂલવિભાવદિગ્રહરૂપદોષ” એવી સંજ્ઞા યોજે છે. આ સંદર્ભમાં ગ્રંથકાર બીજા રસો અંગે પણ કહે છે કે, “આવી જ રીતે, શૃંગાર અને બીભત્સ રસોમાં વીર અને ભયાનક રસોમાં, તથા શાન્ત અને રૌદ્ર રસોમાં પ્રતિકૂલવિભાવાદિનાં ઉદાહરણો આપવાં.” આવું એક ઉદાહરણ(૧૮૮). છે ફુગ એ પ્રાકૃત ગાથા. એની સંસ્કૃત છાયા આ પ્રમાણે છે : निभृतरमणे लोचनपथे पतिते गुरणां मध्ये । સત્તપરાયા વિના મનમેવ ાંક્ષતિ વધૂઃ - કાવ્યપ્રકાશ'માં પણ, આ જ સંદર્ભમાં રજૂ થયેલા આ શ્લોકનો અર્થ છે : “વડીલજનોની વચ્ચે, ગુપ્ત પ્રેમી નજરે પડતાં, વધૂને બધું છોડીને વનમાં જવાની હાર્દિક ઇચ્છા થાય છે.” આ શ્લોક પર, મમ્મટના શબ્દોમાં જ ટિપ્પણ કરતાં, ગ્રંથકાર કહે છે : “આ શ્લોકમાં “બધું છોડવાની’ અને ‘વનમાં જવાની બે બાબતો કહી છે તે બન્ને બાબતો (શૃંગારના વિરોધી) શાન્તરસના અનુભાવો છે. તેથી અહીં ૩૭૮
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy