SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ અસરકારક પ્રતીતિ કરાવી શકે એમ નથી. એટલે જ, દૂરાદુભુકમ્ (કા. અ. શા. ૧ અધ્યાય-૨. ઉદા.-૫) વગરે શ્લોકોમાં બ્રીડા, પ્રેમ વગેરેના “પાછું વળવું” વગેરે જે અનુભાવો છે તે વ્યભિચારીભાવોની જેવી પ્રતીતિ કરાવી શકે છે તેવી પ્રતીતિ સુક્સનો અનુભાવ જે “સહસા પ્રસરણ, ત્વરા, ઉતાવળરૂપ છે તે કરાવી શકતો નથી, માટે જ કવિએ “ઉત્સુક' શબ્દ વાપર્યો છે એટલે અહીં ઉત્સુકતા” કે “ઔસુજ્યએ સંચારી ભાવનો ઉલ્લેખ દોષરૂપ નથી. ભાવાર્થ એ છે કે સુકન. (ઉદા. ૧૮૬) એ શ્લોકમાં “ઔસુક્ય' નામના વ્યભિચારી ભાવનો એવો કોઈ અનુભાવ નથી જે નિઃશંકપણે એની પ્રતીતિ કરાવી દે; કારણ, સ્ક્ય ના જે ત્વરા વગેરે અનુભવો છે તે ભયના પણ વ્યંજક છે અને સહસા પ્રકરણરૂપ, ઉતાવળરૂપ અનુભાવથી ફુક્યની અપેક્ષા મુજબ પ્રતીતિ થતી નથી. આથી અહીં સુષ્યનો સ્વશબ્દથી ઉલ્લેખ રસને હાનિ કરતો નથી તેથી તે દોષ નથી. ઉપરોક્ત “વૃત્તિમાં ‘દૂરાહુલૂમ્એ શ્લોકનો નિર્દેશ છે. એ શ્લોક ‘અમરુશતક' (૪૯)ના છે અને તે અગાઉ(પૃ. ૧૮૪) રજૂ થઈ ગયો છે(ઉદા. ૯૫). ત્યાં આ કલોક કેવળ વ્યભિચારીભાવોના પ્રધાનપણે થતા આસ્વાદ્ય નિરૂપણના ઉદાહરણ તરીકે રજૂ થયેલો છે. એમાં ઔસુક્ય, બ્રીડા, હર્ષ, કોપ, અસૂયા, પ્રસાદ એ વ્યભિચારીભાવોનું રસમય આલેખન છે. એ જ અધ્યાયમાં, એ જ સ્થળે (પૃ. ૧૦૪), બીજા બે શ્લોકો નીતિતસ્ય (ઉદા. ૯૩), અને યદિશ૦ (ઉદા. ૯૪), પણ અનુક્રમે, કેવળ વિભાવો અને કેવળ અનુભાવોના રસમય નિરૂપણના દાખલારૂપે પ્રસ્તુત થયા છે. હવે, ગ્રંથકાર આગળના સૂત્ર(૩.૨)માં વિભાવાદિની પ્રતિકૂળતા અર્થાત્ વિભાવાદિ-પ્રાતિકૂલ્યનું નિરૂપણ કરે છે? अबाध्यत्वे आश्रयैक्ये नैरन्तर्येऽनङ्गत्वे च विभावादिप्रातिकूल्यम् ॥ (3.२) એટલે કે કાવ્યમાં ૧. પ્રકૃત રસના વિરોધી રસના વિભાવાદિનું અબાધિતરૂ૫માં વર્ણન હોય, ૨. એક જ આશ્રય(આધાર કે આલંબન)માં બે વિરોધી રસોના વિભાવાદિનું વર્ણન હોય, ૩. બે વિરોધી રસોનું નિરન્તર્ય હોય(બન્ને એકીસાથે હોય) અને (૪) બે વિરોધી રસોનું અંગી(મુખ્ય) રસરૂપે વર્ણન થયું હોય અર્થાત્ બીજો રસ, મુખ્ય રસનું અંગ ન બન્યો હોય; તો આ ચારેય સંજોગોમાં પ્રકૃત રસને પ્રતિકૂળ અથવા હાનિકર્તા વિભાવાદિનું ગ્રહણ કરવાનો દોષ થાય છે. ૩૭૭
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy