________________
શ્લોકમાં વિભાવ અને અનુભાવના કાવ્યાત્મક વર્ણનથી (રાધાની વિરહ) ઉત્કંઠા અનુભવાય છે, ચવર્ણાગોર બને છે જ. એટલે શ્લોક્માં જે ‘સોત્કંઠયા’ એ શબ્દ છે તે કેવળ ચવર્ષાથી પ્રતીત થયેલી (સિદ્ધ) ઉત્કંઠાનું જ પુનઃકથન કરે છે. વળી, ‘જળચરોએ પણ ઉત્સુકતાથી (ઉત્ક્રમ) કૂજન કર્યું' એમાં જે ‘ઉત્ક’ પદ આવે છે તેનો પ્રયોગ પણ ઉપરોક્ત અનુભાવોના આકર્ષણ માટે જ થયો છે; એટલે અનુવાદ(પુનઃકથન) પણ અનર્થક નથી.'' આ પરિચ્છેદમાં ધ્વન્યાલોક(૧.૪ની વૃત્તિ)ના તથા ‘લોચન’(પૃ. ૮૧.૮૨) વ્યાખ્યાના અંશોનું સંકલન કરીને વિચારમાંડણી થઈ છે એ સ્પષ્ટ છે. ‘વિવેક’માં(પૃ. ૧૬૦) ‘વૃત્તિ’માંના (અભિનવના) નાનર્થકઃ એ શબ્દ વિશે સ્પષ્ટતા કરવામાં આવી છે. ‘જે શબ્દથી કહેવામાં આવ્યું છે તેનો અનુવાદ થાય છે ઃ પ્રતીયમાનનો ‘અનુવાદ’ ન હોય.’’ કાવ્યમાં કોઈવાર સંચારી ભાવનો અર્થાત્ વ્યભિચારી ભાવનો નામથી ઉલ્લેખ કરવામાં આવે તો તે દોષ ગણાતો નથી, એમ ગ્રંથકારે સૂત્ર(૩.૧)માં તથા વૃત્તિમાં કહ્યું છે. એટલે, હવે તેઓ સવ્રીડા ચિતાનને॰ એ શ્લોક(ઉદા. ૧૮૫) લઈને જે કાવ્યમાં થ્રીડા, ત્રાસ, ઇર્ષ્યા, દૈન્ય વગેરે વ્યભિચારીભાવોનો નામ દઈને ઉલ્લેખ થયો હોય તેનું ઉદાહરણ આપે છે. સંચારીભાવોનો આ રીતે નામથી ઉલ્લેખ કરવો એ દોષ છે, પણ જો એ ભાવોનો અનુભાવોની મદદથી ખ્યાલ આપવામાં આવ્યો હોત તો તેમનાં નામો લેવાની જરૂર રહે નહીં.
આ શ્લોકમાં પાર્વતીની દૃષ્ટિનું વર્ણન છે. પોતાના પ્રિયતમ શિવની સામે એ દૃષ્ટિ લજ્જાશીલ(સવ્રીડા) છે; શિવના હાથીના ચામડાના પહેરવેશથી એ દયાર્દ્ર છે; સર્પ જોઈને એ ત્રાસ પામે છે; મસ્તક પરના અમૃત ઝરતા ચંદ્રથી એ વિસ્મયચકિત છે; જટામાં ગંગાને જોઈ તે ઇર્ષ્યાવતી છે અને ગળામાં ખોપરીની માળા જોઈ તે અસહાય કે લાચાર(દીના) છે. આ બધા ભાવો વ્યંજનાથી સૂચવ્યા હોત તો તે ચવર્ણાયોગ્ય થાત. કાવ્યપ્રકાશમાં મૂળ શ્લોક તથા તેની દોષરહિત આવૃત્તિ, બન્ને મળે છે(કા. પ્ર. ઉ. ૭.૬૨ની વૃત્તિ).
જો કે વ્યભિચારીભાવનો નામ દઈને થતો ઉલ્લેખ ક્યારેક દોષ નથી બનતો એવું ગ્રંથકારે જ કહ્યું છે. તેનું ઉદાહરણ છે ‘રત્નાવલી’(૧.૨)નો આ નાન્દી શ્લોક(ઉદા. ૧૮૬) : ગૌત્સુયેન તત્વરા... ઇત્યાદિ. આ શ્લોકમાં પણ પ્રથમ સમાગમે શિવને જોઈને ગભરાટ અનુભવતી ગૌરી(પાર્વતી)ની સ્તુતિ છે. આ શ્લોક, આ જ સંદર્ભમાં, કાવ્યપ્રકાશમાં (૭.૬૩ની વૃત્તિ) ઉદ્ધૃત થયો છે અને મમ્મટના જ શબ્દોમાં ગ્રંથકાર, આ બ્લોક પર ‘વૃત્તિ’માં ટિપ્પણ કરે છે ઃ (અહીં) ‘ઔત્સુકય’નો સ્વશબ્દથી પ્રયોગ થયો છે, પણ તેનો જે અનુભાવ છે તેની એટલી
૩૭૬