________________
કે પદ, કાં તો નામ હોય, ક્રિયાપદ હોય કે નામ કે ક્રિયાપદનું મૂળ રૂપ હોય; જ્યારે પદેદેશ (પદાંશ) એ પ્રત્યય, વિભક્તિપ્રત્યય વગેરે રૂપ હોય છે.
મમ્મટે દોષનિરૂપણની શરૂઆત, શબ્દદષી કે પદદોષોના નિરૂપણથી કરી છે કારણ કે શબ્દોથી વાક્યો રચાય છે. રસદોષોનું વિવરણ
કાવ્યાત્મા રસને કેન્દ્રમાં રાખીને પ્રથમ, રસદોષોના નિરૂપણનો આરંભ કરતાં શ્રી હેમચન્દ્રાચાર્યે ત્રીજા અધ્યાયના પ્રથમ સૂત્ર(૩.૧)માં રસનું નામ દઈને ઉલ્લેખ કરવા સંબંધી દોષની વિચારણા કરી છે. આ સંદર્ભમાં ગ્રંથકાર કહે છે કે કાવ્યમાં મુખ્ય રસને નામ દઈને ઉલ્લેખ કરવો એ કાવ્યદોષ છે; જોકે ક્યારેક સંચારી ભાવના નામથી ઉલ્લેખ કરવામાં કોઈ દોષ નથી. રસનો સ્વશબ્દથી હનામ દઈન) ઉલ્લેખ કરવામાં આવ્યો હોય એવું ઉદાહરણ ગ્રંથકારે રસશાસ્ત્રના જાણીતા ગ્રંથ “શંગારતિલક' (૧.૧)માંથી રજૂ કર્યું છે. શૃંગારી જિરિના... ઇત્યાદિ. આ શ્લોક(ઉદા. ૧૮૩)માં શૃંગાર, કરુણ, વીર, બીભત્સ, ભયાનક, અદ્ભુત, રૌદ્ર, હાસ્ય અને શાન્ત એ નવેનવ રસોનો નામ દઈને ઉલ્લેખ કરવામાં આવ્યા છે. આ લોકનો ભાવાર્થ એ છે કે ભગવાન શંકર, વિવિધ પ્રકારે, પોતાની અંદર નવેનવ રસો પ્રગટ કરે છે - અર્થાત્ તેઓ “સર્વરસાત્મક છે. અહીં સર્વ રસો એટલે નવ રસ - કેમ કે, શૃંગારતિલકના કર્તા નવરસના હિમાયતી છે (વાચા, શૃંગારતિલક ૧.૯). અને તેમણે નવ નાટ્યરસાનું કાવ્યરસોરૂપે નિરૂપણ કર્યું છે . તિ. ૧૫).
સંપ્રદ્યારે એ બીજા શ્લોકમાં(ઉ. દા. ૧૮૪) ગ્રંથકારે વીરરસના સ્થાયી ભાવ ઉત્સાહને નામ દઈને ઉલ્લેખ કરવાનો દાખલો પ્રસ્તુત કર્યો છે. જોકે આ પણ રસદોષ જ છે. આ બ્લોક કાવ્યપ્રકાશમાં આ જ સંદર્ભમાં ઉદ્ધત થયેલો છે.
સૂત્ર(૩.૧)ની વૃત્તિમાં આગળ જતાં, ગ્રંથકાર ઉમેરે છે કે, “જ્યાં રસાદિ સ્વશબ્દથી કહેવાયેલા હોય ત્યાં પણ વિશિષ્ટ વિભાવાદિના પ્રતિપાદન વડે જ રસાદિની પ્રતીતિ થાય છે. સ્વશબ્દથી તો એ (સા) પ્રતીતિનો કેવળ અનુવાદ (પુનઃકથન) જ કરવામાં આવે છે; જેમ કે, યાતે દારતીએ શ્લોકમાં. આ શ્લોક અગાઉ(પૃ. ૧૧૩ પર) ઉદ્ધત થયેલ છે. શ્લોકાર્થ છે: “કૃષ્ણ જયારે દરિક ગયા ત્યારે, કાલિન્દીના તટ પરની, કૃષ્ણના કૂદવાથી નમેલી, વંજૂલ લતાને ભેટીને, સોકંઠ (ઉત્કંઠાભર) રાધાએ, આંખમાં આંસુ સાથે, ગળગળા અવાજે મોટેથી એવું ગાયું કે તેથી પાણીમાં વસતાં જળચરોએ પણ ઉત્સુકતાથી કૂજન કર્યું. આ
૩૭૫