SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ મુખ્યાર્થહતિર્દોષ. એ મમ્મટે આપેલી દોષની વ્યાખ્યામાં આવતી મુવાર્થ એ સંજ્ઞા. એના સર્વસામાન્ય અર્થમાં બધાં જ કાવ્યોને લાગુ પડે છે અને દરેક કાવ્યમાં ગ્રહણ કરાતો એ મુખ્ય અર્થ છે જે કવિએ મુખ્યત્વે નિરૂપવા ધાર્યો હોય છે. દોષોના વર્ગીકરણનો આધાર કાવ્યમાં ઉદિષ્ટ અર્થના ગ્રહણનો સંબંધ છે ત્યાં સુધી, બે બાબતો ધ્યાનપાત્ર ગણાય છે : ૧. સૌથી પહેલાં એ અર્થગ્રહણ અવિલંબથી, તત્કાળ કે સદ્યઃ થવું જોઈએ અને ૨. રસાત્મક કાવ્યમાં એ મુખાર્થનું ગ્રહણ હાનિરહિત કે દોષરહિત સ્વરૂપનું હોવું જોઈએ. આમ, (ગ) મુખ્યર્થના ગ્રહણમાં બાધા આવે ત્યાં દોષ . થાય છે અને એવા કિસ્સામાં ૧. કાં તો મુખ્યાર્થીનું ગ્રહણ જ નથી થતું અને ૨. ગ્રહણ થાય છે પણ તે બહુ જ વિલંબથી થાય છે; અને ૩. મુખાર્થની પ્રતીતિ થાય ત્યારે પણ (અ) રસાત્મક કાવ્યમાં રસ અપકર્ષ પામેલો કે દબાયેલો હોય છે; અથવા (બ) નીરસ કાવ્યમાં, વિચાર કે અર્થ અલંકૃત નથી હોતો કે વૈચિત્ર્ય - સૌંદર્યથી વંચિત હોય છે. (a) વળી, મુખાર્થને હાનિ થતી હોય કે એ નષ્ટ થઈ જતો હોય તો દોષ થાય છે. આવા કિસ્સામાં ૧. રસની હાનિ પ્રત્યક્ષ હોય છે; જેમ કે રસદોષામાં અથવા ૨. જેમ શબ્દ તથા અર્થના દોષોમાં બને છે તેમ કાવ્યર્થની હાનિ પરોક્ષ હોય છે. કાવ્યદોષની ચોક્કસ વ્યાખ્યા આમ, કાવ્યદોષની અત્યંત ચોક્કસ વ્યાખ્યા આ પ્રમાણે છે : જેને કારણે. રસનો અથવા સુંદર વિચાર કે અર્થનો આસ્વાદ કાં ઉત્પન્ન જ નથી થતો; કાં તો વિલંબથી આસ્વાદ થાય છે, કાં એ રસ કે અર્થનું ગ્રહણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, નષ્ટ થાય છે તે દોષ છે (કાવ્યદોષ છે).બ દોષોની સમજ અને પ્રકારો - આવા દોષોના ત્રણ ભેદ પાડી શકાય છે : ૧. શબ્દદોષો કે જે, વાક્ય. અથવા શબ્દના અર્થની પ્રતીતિની પૂર્વ પ્રતીત થાય છે; ૨. અર્થદોષો કે જે, શબ્દના કે વાક્યના અર્થનું ગ્રહણ થયા પછી પ્રતીત થાય છે અને તે રસને પરોક્ષ રીતે હાનિ કરે છે; અને ૩. રસ-દોષો કે જે પણ, વાક્યનો અર્થ ગ્રહણ કરાય તે પછી જ પ્રતીત થાય છે અને જે પ્રત્યક્ષ રીતે રસને હાનિ પહોંચાડે છે. આ ત્રણ પ્રકારના દોષો પૈકી પ્રથમ ક્રમે ગણાવેલા, શબ્દદોષોના ૧. પદદોષ અર્થાત્ શબ્દગત દોષો અને ૨. વાક્યદોષ એવા બે પેટાભેદ પડે છે. વળી, પદ અને પદેકદેશ (પદનો અંશ, પદાંશ) વચ્ચેનો તફાવત પણ મહત્ત્વનો છે; કેમ ૩૭૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy