________________
તેમ) “કેવળ શૃંગાર વગેરે શબ્દોવાળા, પણ વિભાવાદિના પ્રતિપાદન વિનાના કાવ્યમાં સહેજ પણ રસવત્તા પ્રતીત થતી નથી.” જેમ કે, નાટ્યશાસ્ત્ર (૬.૧પ)માં ભરતમુનિએ “રહીયેળપદ્રવ: | વીભત્સવમુતજ્ઞ વેચી નાટ્ય રસ: મૃતા: ' એમ, નામથી આઠ રસો ગણાવ્યા છે. ત્યાં રસાસ્વાદ થતો નથી.” આમ, “અન્વય” તથા વ્યતિરેકથી (“હકારાત્મક અને નકારાત્મક દલીલો વડે) સિદ્ધ થાય છે કે, રસાદિ હમેશાં વાગ્યસામર્થ્યથી આક્ષિપ્ત(વ્યંજિત) થતા હોય છે. એ કદી વાચ્ય બનતા નથી. અને બીજો મત કે ‘વિભાવાદિના પ્રતિપાદનથી રસની પ્રતીતિ થાય છે. - એ તો અમારો માનીતો મત જ છે”(ધ્વન્યાલોક ૧.૪ની વૃત્તિ પૃ. ૮૦-૮૪). આથી, ભટ્ટોલ્સટે તેમના ગ્રંથ કાવ્યાલંકારસારસંગ્રહ' (૪.૩)માં “સવિતસ્પષ્ટ શૃં રિસોયમ્ | સ્વાસ્થયિસંવારિવિભાવામિનારૂ I' એ કારિકાનું વિવરણ કરતાં, “વરૂપ: સા'' એમ કહી, ત્યાં “સ્વશબ્દો એટલે કે શૃંગાર, વીર વગેરે રસોના વાચક શબ્દો(નામ), શૃંગાર વગેરે શબ્દો” એમ જે કહ્યું છે તેનો અસ્વીકાર કરવામાં આવે છે(વિવેક, પૃ. ૧પ૯): - કાવ્યાત્મા તરીકે રસને કેન્દ્રમાં રાખીને શ્રી હેમચન્દ્રાચાર્યે દોષનું નિરૂપણ કર્યું છે એ સ્પષ્ટ છે. આ બાબતમાં, કાવ્યપ્રકાશકાર મમ્મટે મહિમભટ્ટ સહિતના અગાઉના આચાર્યોના કાવ્યદોષ વિશેના વિચારોને ખ્યાલમાં રાખીને, દોષોનું જે વ્યવસ્થિત સ્વરૂપ - નિરૂપણ કર્યું છે તેને શ્રી હેમચન્દ્રાચાર્ય અનુસર્યા છે. ધ્વનિમતના પ્રખર આચાર્ય શ્રીઆનંદવર્ધનના અનુયાયી તરીકે મમ્મટે પોતાની દોષવિભાવના સ્પષ્ટ રીતે રજૂ કરી છે અને કહ્યું છે કે, કાવ્યના મુખ્ય અર્થ કે આત્મારૂપ તત્ત્વને, એટલે કે રસને જે હાનિ પહોંચાડે છે તે દોષ છે. આનું તાત્પર્ય એ કે દોષ એ મુખ્યત્વે રસનો ધર્મ છે. પણ, ઉપચારથી કે લક્ષણાથી (ભજ્યા), દોષ, શબ્દના, અર્થના, વર્ણના તેમ જ રચનાના ધર્મો કહેવાય છે. આમ, રસદોષ, શબ્દદોષો. અર્થદોષ, વર્ણદોષો અને રચનાદોષો એમ વિવિધ પ્રકારના દોષાનું કાવ્યશાસ્ત્રમાં નિરૂપણ થાય છે.
અહીં એ નોંધવું જોઈએ કે મમ્મટ, વ્યાપક દૃષ્ટિથી, કાવ્યોને રસાત્મક અને નીરસ(રસ વગરનાં) એવા બે પ્રકારનાં કહ્યું છે. રસાત્મક કાવ્યના આત્મારૂપે કોઈને એક રસ હોય છે, જ્યારે રસહીન કાવ્યમાં એકાદ આકર્ષક વિચાર કે અલંકૃત અર્થ મુખ્ય આકર્ષણ બની રહે છે. કાવ્યનું આ પ્રકારનું, વિભાવનામૂલક બૌદ્ધિક વિભાજન, આપણને, મમ્મટની દોષવિચારણા સમજવામાં ખૂબ જ ઉપયોગી થાય છે.
૩૭૩