SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ મુજબ રસનો, સ્થાયી ભાવોનો તેમ જ વ્યભિચારીભાવોનો (કાવ્યમાં) નામથી (સ્વશબ્દથી) ફોડ પાડવો તે, ગ્રંથકારના મતે, પ્રથમ પ્રકારનો અને ગંભીર પ્રકારનો કાવ્યદોષ છે. પણ, કોઈકવાર સંચારીભાવ(વ્યભિચારી ભાવ)નો નામથી ઉલ્લેખ કરવા છતાં એ દોષ કહેવાતો નથી. ‘શૃંગારતિલક’(૧.૧)નો પહેલો શ્લોક શૃંગારી શિરિનાનને એ રસનો, શૃંગાર વગેરે નામથી (સ્વશબ્દ વડે) ઉલ્લેખ કરવાનો દાખલો છે. અહીં શૃંગાર, કરુણ, વીર, બીભત્સ, ભયંકર, રૌદ્ર, હાસ્ય, અદ્ભુત અને શાન્ત એ નવ રસોનો એક જ શ્લોકમાં નામથી ઉલ્લેખ છે અને તે આસ્વાદ્ય છે. એટલે એમાં કશો દોષ નથી. ‘વાચ્યત્વમ’નો પ્રશ્ન પ્રથમ સૂત્ર(૩.૧)માં ‘રસદોષ'ની વ્યાખ્યામાં ‘વાચ્યત્વમ્’ એ શબ્દનો ઉપયોગ થયો છે તેથી એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે રસ કે જે હમેશાં વ્યંગ્ય છે તે કદાપિ વાચ્ય થઈ જ કેવી રીતે શકે ? રસનું ‘વાચ્યત્વ' અથવા રસનો સ્વશબ્દથી ઉલ્લેખ થવા વિશે જરૂરી સ્પષ્ટીકરણ આપવા માટે શ્રીહેમચંદ્રાચાર્ય, ‘વિવેક’ વ્યાખ્યા(પૃ. ૧૫૯)માં પહેલાં આનંદવર્ધનના શબ્દો ઉદ્ધૃત કરે છે. એ શબ્દોનો અર્થ આ પ્રમાણે છે : ‘‘રસનું વાચ્યત્વ (૧) કાં તો રસનું નામ પાડીને વર્ણન કરવાથી હોય અથવા (૨) વિભાવાદિર્ઘારા હોય. પ્રથમ મતમાં, રસનો અનુભવ કે સાક્ષાત્કાર નહીં થાય. ‘યદ્વિદ્રમ્ય૦ ’ એ શ્લોક(કા. અ. શા. પૃ. ૧૦૪)માં બને છે તેમ, રસાદિ, સર્વત્ર સ્વશબ્દથી નિવેદિત થતા નથી(. આ. ૧.૪ની વૃત્તિ; . પૃ.૮૦). ભટ્ટન્દુરાજરચિત શ્લોકમાં, ‘‘કૃષ્ણ યુવાન થતાં યુવાન સ્ત્રીઓના આવા હાલ થાય છે,’’ ઇત્યાદિ ભાવ વ્યક્ત થયો છે. અગાઉ આ શ્લોકની ચર્ચા થઈ ગઈ છે. કાવ્યમાં ફક્ત વિભાવ, અનુભાવ કે વ્યભિચારી ભાવનું પણ પ્રધાનપણે વર્ણન થઈ શકે છે અને એવું વર્ણન પણ આસ્વાદ્ય હોય છે. આ વિષયની ચર્ચાના સંદર્ભમાં આ શ્લોક(યદ્ગિદ્રમ્ય) ફક્ત અનુભાવોના આસ્વાદ્ય વર્ણનના નમૂના તરીકે રજૂ થયો હતો (કાવ્યાનુશાસન, પૃ. ૧૦૪). આ શ્લોક ‘લોચન’(પૃ. ૮૧)માં પૂરેપૂરો આપેલો છે. તેના ઉપર અભિનવગુપ્તે જે ટિપ્પણ કર્યું છે તે ‘વિવેક’માં, આ સ્થળે રજૂ થયું છે. એમાં અભિનવગુપ્ત કહે છે કે, “અહીં અનુભાવ, વિભાવ વગેરેનું જ્ઞાન થયા પછી જ તન્મયીભવન દ્વારા, તે વિભાવ અને અનુભાવને યોગ્ય ચિત્તવૃત્તિના સંસ્કારથી અનુરંજિત સ્વસંવિદની આનંદચર્વણાનો વિષય બનતો અર્થ(રસ)રૂપી આત્મા, અભિલાષ, ચિંતા, ઔત્સેક્સ, નિદ્રા, ધૃતિ, ગ્લાનિ, આલસ્ય, શ્રમ, સ્મૃતિ, વિતર્ક વગેરે શબ્દોનો પ્રયોગ થયો નથી, છતાં, સ્ફુરિત થાય છે જ’’. અને (‘ધ્વન્યાલોક ’૧.૪માં કહ્યું છે ૩૭૨
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy