SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે, “ગુણો તથા દોષો એ રસના ધર્મો છે અને તે બન્ને, અનુક્રમે રસના ઉત્કર્ષ તથા અપકર્ષના હેતુઓ છે(કા. અ. શા. ૧.૧૨).” પણ ઉપચારથી કે લક્ષણાથી (અત્યા), ગુણ તથા દોષ શબ્દના ધર્મ કહેવાય છે. આ બાબતનો નિર્ણય અન્વય અને વ્યતિરેકથી થઈ શકે છે. એ આપણે અગાઉ જોયું છે. દોષો તથા ગુણો એ એક સંયુક્ત ખ્યાલ છે. કેમ કે, ગુણ તેમ જ દોષ બન્ને એક જ આશ્રય કે સ્થાનમાં રહે છે. વળી, એ પણ સુવિદિત છે કે દોષો, અમુક રસવિશેષમાં જ દોષો હોય છે, શબ્દમાં કે અર્થમાં હોતા નથી; નહિતર, દોષ હમેશાં દોષ જે રહે, કદાપિ ગુણ ન બને. પણ એમ બનતું નથી. કેટલીકવાર, એક રસમાં જે દોષ હોય છે તે બીજા રસમાં ખરેખર ગુણ બની જાય છે. દા. ત. કષ્ટત્વ વગેરે દોષો, બીભત્સ રસમાં ગુણો ગણાય છે. એવી જ રીતે, હાસ્યરસમાં તથા બીજા રસોમાં અલીલત્વ વગેરે દોષ ગુણરૂપ ગણાય છે. આથી, આ દોષો, શબ્દ કે અર્થના ધર્મો નથી તેમ જ તેમને આશ્રયે રહેતા નથી એ સ્પષ્ટ થાય છે. આ દોષો નિત્ય નથી હોતા. જ્યાં રસ હોય ત્યાં એની સાથે સંબંદ્ધ, દોષો હોય છે, અને જયારે એ રસ નથી હોતો ત્યારે એ દોષ પણ જતા રહે છે. આમ, રસ અને દોષ વચ્ચે અનિવાર્ય સંબંધ એટલે કે વ્યાપ્તિ સંબંધ હોય છે. પરિણામે, ગુણ અને રસ વચ્ચે પણ એવો જ અનિવાર્ય કે નિયત સંબંધ હોય છે. આમ, શ્રી હેમચન્દ્રાચાર્યના મતે દોષો અનિત્ય છે અને તેઓ રસના અપકર્ષનું કારણ છે. કાવ્યમાં રસ જ મુખ્યાર્થ છે તેથી દોષ રસના પ્રભાવને હાનિકર્તા છે. મમ્મટના શબ્દોમાં દોષ એ જ મુખ્ય અર્થને થતી હાનિ છે અને એટલે જ એ મુડ્યાર્થતિ એવી દોષની વ્યાખ્યા આપે છે.... દોષના પ્રમુખ ભેદો કાવ્યાનુસાશનના ત્રીજા અધ્યાયનાં પ્રથમ સાત સૂત્રોમાં, શ્રી હેમચંદ્રાચાર્ય, વ્યાપક દૃષ્ટિથી, દોષના આ પ્રમાણે મુખ્ય ભેદો નિરૂપે છે: ૧. રસદોષો ૨. પદદોષો ૩. વાક્યદોષો ૪. ઉભયદોષો અને પ. અર્થદોષી ત્રીજા અધ્યાયના પ્રથમ સૂત્રમાં, રસનો, કાવ્યમાં, નામથી ઉલ્લેખ કરવાથી થતા દોષ'ની વ્યાખ્યા છે : રસાવે શબ્દો: વરિત્ સંવારિવ: રોષ . (૩.૧; સળંગ સૂત્ર ૮૫). અર્થાત્ “રસ વગેરેનો નામથી (સ્વશબ્દથી) ઉલ્લેખ કરવો એ દોષ છે - પણ સંચારી ભાવનો આવો ઉલ્લેખ એ એમાં અપવાદ છે (દોષ નથી). રસમાં ભાવનો પણ સમાવેશ થાય છે અને પ્રથમ સૂત્રની વૃત્તિમાં સ્પષ્ટતા કરી છે તે ૩૭૧
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy