________________
કાવ્યમાં દોષ
દોષની વિભાવના
કાવ્યશાસ્ત્રના બધા જ ગ્રંથોમાં કાવ્યમાં દોષનો વિષય મહત્ત્વનો માનવામાં આવ્યો છે. હેમચન્દ્રાચાર્યે કાવ્યની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે “દોષરહિત, ગુણથી યુક્ત અને અલંકારસહિત કે રહિત શબ્દાર્થ એ કાવ્ય છે' (કા. અ. શા., ૧.૧૧). કાવ્યની આ વ્યાખ્યામાં ક્રમ તથા મહત્ત્વ અને દૃષ્ટિથી પ્રથમ સ્થાન દોષરહિતતાને આપવામાં આવ્યું છે. નિર્દોષપણું એ કાવ્યનાં બીજાં બધાં જ પાસાંમાં અગ્રસ્થાને રહેલું પાસું છે. કાવ્યમાં શબ્દ તથા અર્થની દોષરહિતતાને જે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે, કાશ્મના આસ્વાદની દૃષ્ટિથી કાવ્ય ભલે અનેક ગુણો તથા અલંકારોથી યુક્ત હોય; પણ જો તે એકાદ દોષથી પણ દૂષિત થયું હોય તો તેનું સૌદર્ય અળપાઈ જાય છે. પ્રાચીન કાવ્યશાસ્ત્રી દંડીએ કહ્યું છે તેમ, એકાદ . પણ કોઢના ડાઘથી ગમે તેવી સુંદર સ્ત્રીનું શરીર પણ એની આકર્ષકતા ગુમાવી બેસે છે(કાવ્યાદર્શ-૧.૭). બીજી તરફ, કાવ્ય જો એક પણ દોષથી દૂષિત ન હોય, સંપૂર્ણતઃ નિર્દોષ હોય તો, ભલે એ કાવ્યમાં ગુણો અને અલંકારો હોય જ નહિ તોપણ એ કાવ્યમાંથી થોડોઘણો આનંદ પ્રાપ્ત થવાનો સંભવ છે. આમ, કાવ્ય દોષથી મુક્ત હોય એ હકીકત પોતે જ એક ગુણ બની રહે છે. દોષનું વિગતવાર વિવરણ
શ્રીહેમચન્દ્રાચાર્યે રસના અપકર્ષના કારણ તરીકે દોષની સામાન્ય વ્યાખ્યા આપી છે(કા. અ. શા. ૧.૧૨). તેથી હવે, તેઓ, કાવ્યાનુશાસનના ત્રીજા અધ્યાયમાં કાવ્યના વિવિધ દોષોનું, વ્યાખ્યા તથા ઉદાહરણો સાથે, દસ સૂત્રોમાં વિગતવાર વિવરણ કરે છે. કાવ્યદોષની રસલક્ષી વિચારણા
શ્રી હેમચન્દ્રાચાર્ય રસધ્વનિને કાવ્યનું પ્રધાનતત્ત્વ અથવા “કાવ્યાત્મા માને છે. એટલે, એમણે આપેલી ગુણ તથા દોષની વ્યાખ્યામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું
૩૭૦