SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ અતીત: ત્રિતા, વત્તતા - બે બે અર્થો આપે છે. પણ અહીં વ્યંગ્યનો અભાવ છે. એટલે આ અર્થચિત્રનો જ નમૂનો છે. આ સંદર્ભમાં, વૃત્તિના અંતભાગમાં, ગ્રંથકાર, યદ્યપિ એ શબ્દો વડે કેટલીક સ્પષ્ટતા કરે છે જેનો સંબંધ, ઉપર જોયેલી વિવેકગત ચર્ચા સાથે છે. મમ્મટે, તે દૃષ્ટિમાત્ર પદ્ય પૂરું થયા પછી ટિપ્પણમાં જે શબ્દો વાપર્યા છે તે જ શબ્દોમાં શ્રી હેમચંદ્રાચાર્ય કહે છે: “જોકે (યદ્યપિ) બધાં જ કાવ્યોમાં (વર્ણવાયેલું વસ્તુ) છેવટે તો વિભાવાદિરૂપે પર્યવસાન પામે છે, તેમ છતાં, ફુટ રીતે રસની (આ બે પદ્યોમાં) પ્રતીતિ થતી નથી - તેથી આ બંને પદ્ય(કાવ્યો)ને અવ્યંગ્ય કહ્યાં છે.” . આ શબ્દો સાથે, શ્રી હેમચંદ્રાચાર્ય, કાવ્યના “ઉત્તમ”, “મધ્યમ અને “અવર’ (અધમ) એ ત્રણ ભેદોની ચર્ચા પૂરી કરે છે. આ વિષયની વિશેષ માહિતી કાવ્યપ્રકાશના છઠ્ઠા ઉલ્લાસમાં મમ્મટ આપી છે અને ત્યાં તેમણે ભામહ(૧.૧૩૧૫)નું “સૌશલ્થ” તથા “અર્થવ્યુત્પત્તિ’ વિશેનું મંતવ્ય ઉદ્ધત કર્યું છે. સૈદ્ધાંતિક વિવેચનની દૃષ્ટિએ વિચારીએ તો શ્રી હેમચંદ્રાચાર્યની કાવ્યના ત્રણ ભેદોની યોજના જો કે તત્ત્વતઃ મમ્મટાદિની પરંપરાગત ભેદ-યોજના સાથે સંપૂર્ણતઃ મળતી છે; છતાં શ્રી હેમચંદ્રાચાર્યે મમ્મટની ગુર્થીભૂતવ્યંગ્ય (મધ્યમ) કાવ્યનું આઠ પ્રકારોમાં વર્ગીકરણ કરવાની યોજનાને અસ્વીકૃત ગણી છે, નામંજૂર કરી છે અને એને સ્થાને મધ્યમકાવ્યના ત્રણ જ ભેદો-અસત્યાધાન્ય, સંદિગ્ધપ્રાધાન્ય અને તુલ્યપ્રાધાન્ય-ની, પોતાની, વ્યંગ્યાર્થમૂલક, રસાદિને લક્ષમાં લેતી, પ્રચુર ઉદાહરણસમૃદ્ધિવાળી, સંપૂર્ણતઃ તાર્કિક અને મૌલિક યોજના સફળતાપૂર્વક પ્રસ્તુત કરી છે. આ શ્રીહેચંદ્રાચાર્યનું સાહિત્યશાસ્ત્રના ક્ષેત્રે પ્રદાન છે. ૩૬૯
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy