SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ નશકે; કારણ કે કાવ્યમાં કોઈ વસ્તુ, વિચાર કે વ્યવહારનો પદાર્થ જ્યાં સુધી રસથી સ્પર્ધાતો નથી ત્યાં સુધી તે પ્રતીતયોગ્ય જણાતો નથી. વળી, જગતના બધા જ પદાર્થો કે વિચારો, હમેશાં, કોઈને કોઈ રસ કે ભાવનું અંગ બને છે; રસ કે ભાવનો આધાર લે છે. છેવટે તો, રસ વગેરે, વિવિધ ચિત્તવૃત્તિઓ જ છે જે વિભાવાદિ વડે આસ્વાદયોગ્ય બને છે. એટલે, એવી કોઈ જ વસ્તુ નથી હોતી કે કોઈને કોઈ ખાસ ચિત્તવૃત્તિને જન્માવતી ન હોય. આમ, જો કોઈ વસ્તુ ચિત્તવૃત્તિવિશેષને ઉત્પન્ન ન કરતી હોય તો તે વસ્તુ કાવ્યનો વિષય બનવા સમર્થ નથી, યોગ્ય નથી - આ પ્રકારે કોઈ રજૂઆત કરે તો તેનું સમાધાન કરવા માટે જ “વૃત્તિ'(પૃ. ૧૫૮)માં યદ્યપિ૦ એ શબ્દો કહેવાયા છે.” અને, “વૃત્તિ'(પૃ. ૧૫૮)ના અંતિમ શબ્દો યાપિ એ છે જ. પણ એ વૃત્તિ-ભાગની ચર્ચા કરતાં પહેલાં આપણે, ગ્રંથકારે, અવરકાવ્યનાં જે બે દૃષ્ટાન્તો આપ્યાં છે તે જોઈ લઈએ. બધાં ને નૃસિંદ એ પદ્ય, અવરકાવ્યના શબ્દચિત્ર પ્રકારનું ઉદાહરણ(૧૮૧) છે. પદ્યનો ભાવાર્થ છે : નૃસિંહનો વાદળોની ગર્જના જેવો ગંભીર અને બુલંદ અવાજ તમારાં પાપો દૂર કરો. પણ આ પદ્યમાં અર્થનું વૈચિત્ર્ય નથી જોવાનું; પણ વર્ગોનું કે શબ્દોનું વૈચિય(ઝડઝમક) માણવાનું છે. અહીં “ઘ” એ વર્ણ વારંવાર પ્રયોજાવાથી, ચમત્કૃતિ પેદા કરે છે. આથી આ પદ્યમાં કેવળ શબ્દાલંકાર જ છે, કોઈ વ્યંગ્યાર્થ કે રસ નથી. એવી જ રીતે, તે દૃષ્ટિમાત્રપતિતાએ બીજા પદ્યમાં(ઉદા. ૧૦૨) માત્ર દીપક નામના અર્થાલંકારનું વૈચિત્ર્ય ચમત્કૃતિ પેદા કરે છે. “કાવ્યપ્રકાશના છઠ્ઠા . ઉલ્લાસમાં જ્યાં મમ્મટે “ચિત્રકાવ્ય” કે “અધમકાવ્યના બે પ્રકારો-શબ્દચિત્ર અને અર્થચિત્રનું નિરૂપણ કર્યું છે ત્યાં “અર્થચિત્ર'ના ઉદાહરણ તરીકે મમ્મટે આ પદ્ય રજૂ કર્યું છે. આ પદ્યમાં કવિએ કેટલાક દ્વિ-અર્થી શબ્દો પ્રયોજીને સુંદરીના વાળ તથા ખલ(નીચ માણસ) બંનેએ લાગુ પડતા અર્થોનું નિરૂપણ કરીને શ્લેષ, દીપક, વગેરે અર્થાલંકારોની ચમત્કૃતિ નિરૂપી છે. એટલે આ પદ્ય અર્થચિત્રનું ઉદાહણ બને છે. કવિ કહે છે : “સુંદરીઓના કેશ અને ખલો નજરે પડતાં જ કોને ક્ષોભ નથી પમાડતા? કેશ નીચે લટકતા હોય છે અને ખલ નીચવૃત્તિના હોય છે; કેશ હમેશાં કપાળને મોજથી વળગેલા હોય છે અને ખલો ખૂબ મોજથી જૂઠું બોલવામાં મગ્ન હોય છે; કેશ, કાળાશ અને વાંકિડયાપણું છોડતા નથી અને ખલ કાળાં કૃત્યો અને કપટીપણું છોડતા નથી.” આ શ્લોકના વિવિધ શબ્દો –નીવાડ, ૩૬૮
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy