________________
ગણાવ્યા છે તે પ્રમાણે મધ્યમકાવ્યના આઠ ભેદો નથી, પણ “કાવ્યાનુશાસન'માં હમણાં જ જે ત્રણ ભેદો - અસત્ક્રાધાન્ય, સંદિગ્ધપ્રાધાન્ય અને તુલ્યપ્રાધાન્ય-ની ચર્ચા કરી છે તે જ મધ્યમકાવ્યના વાસ્તવિકત્રણ ભેદો છે.” આમ, શ્રી હેમચન્દ્રાચાર્ય મમ્મટે ગુણીભૂતવ્યંગ્યના જે આઠ ભેદો ગણાવ્યા છે તેનો સ્પષ્ટ અસ્વીકાર કરે છે અને વિવેકમાં, આપણી જાણ માટે, મમ્મટકથિત, કાવ્યપ્રકાશ'ના પાંચમા ઉલ્લાસના આરંભની બે કારિકાઓ, અવતરણ(૫૨) રૂપે, રજૂ કરે છે. આ
૮૫. ઇત્યાદિ, બે કારિકાઓમાં, મમ્મટે ગુણીભૂતવ્યંગ્ય કે મધ્યમકાવ્યના આઠ ભેદો ગણાવ્યા છે. બે કારિકાઓનો અર્થ આ પ્રમાણે છે : “ગુણીભૂતવ્યંગ્ય(મધ્યમ) કાવ્યના અગૂઢ(વ્યંગ્ય), ૨. અપરાગ(બીજાનું અંગ) (વ્યંગ્ય), ૩. વાચ્યસિદ્ધયંગ(વ્યંગ્ય) ૪. અસ્કુટ(વ્યંગ્ય) ૫. સંદિગ્ધપ્રાધાન્ય(વ્યંગ્ય) ૬. તુલ્યપ્રાધાન્ય(વ્યંગ્ય) ૭. કાન્ધાક્ષિપ્ત અર્થાત્ કાકુથી આક્ષિપ્ત(વ્યંગ્ય) અને ૮. અસુંદર(વ્યંગ્ય) એમ આઠ ભેદો કહેવામાં આવ્યા છે.” | મધ્યમકાવ્યના આ આઠ ભેદો ગણાવીને, સૂચક રીતે મમ્મટ કહે છે કે કામિનીના કુચકલશની માફક (કાવ્યમાં) વ્યંગ્ય પણ કંઈક ગૂઢ હોય તો જ ચમત્કાર કે બને છે. અગૂઢ વ્યંગ્ય તો સ્કુટ(સ્પષ્ટ) હોવાથી વાચ્ય જેવું જ બની જાય છે તેથી તે ગુણીભૂત જ ગણાય.” આમ કહીને મમ્મટ “કાવ્યપ્રકાશના પાંચમા ઉલ્લાસમાં ઉપરોક્ત આઠ પ્રકારના ગુણીભૂતવ્યંગ્ય(કાવ્ય)નાં રસિક ઉદાહરણો આપે છે. આપણે ઉપર જોયું છે તેમ, આમાંનાં ઘણાં(દસ) ઉદાહરણો શ્રી હેમચન્દ્રાચાર્યે સૂત્ર-૫૭ની વૃત્તિમાં તથા “વિવેક'માં પ્રસ્તુત કર્યા છે. અવર કે અધમ કાવ્ય
કાવ્યના ઉત્તમ અને મધ્યમ ભેદોની વિષદ સમજૂતી આપ્યા પછી, શ્રી હેમચન્દ્રાચાર્ય કાવ્યના ત્રીજા ભેદ, “અવરકાવ્ય' કે અધમકાવ્યનું, બે ઉદાહરણો લઈને, સંક્ષિપ્ત વિવરણ પ્રસ્તુત કરે છે: વ્યથRવરમ્ (સળંગ સૂત્ર ૮૪) અર્થાત્ “લંગ વિનાનું અવર કાવ્ય કહેવાય છે.”
આ સૂત્રની વૃત્તિમાં ગ્રંથકાર સ્પષ્ટતા કરે છે કે, “યંગ્યથી રહિત, કેવળ શબ્દવૈચિત્ર્ય તથા અર્થવૈચિત્ર્યથી યુક્ત, કાવ્ય, અવર (કે અધમ) કહેવાય છે.” આમ અવરકાવ્ય ૧. શબ્દચિત્ર ર. અર્થચિત્ર એ બે રૂપે હોય છે. મમ્મટે, કાવ્યપ્રકાશના છઠ્ઠા ઉલ્લાસમાં માત્ર આ જ બે કાવ્યપ્રકારોનું નિરૂપણ કર્યું છે.
આ અવરકાવ્ય વિશે “વિવેક'(પૃ. ૧૫૮)માં ગ્રંથકાર કહે છે કે, “જેમાં રસ વગેરે હોય જ નહિ તેવો કાવ્યપ્રકાર (“અધમકાવ્ય' એ ત્રીજો કાવ્યપ્રકાર) હોઈ જ
૩૬૭