________________
શ્લોકમાં વ્યંગ્ય તથા વાચ્યનું સમાન પ્રાધાન્ય કેવી રીતે છે તે જણાવ્યું છે. “આ શ્લોકમાં “જામદગ્ન (પરશુરામે) બધા ક્ષત્રિયોનો નાશ કર્યો હતો તેમ રાક્ષસોનો પણ નાશ કરી નાખશે” એવા વ્યંગ્યનું અને વાચ્યનું સરખું(તુલ્ય) જ પ્રાધાન્ય છે.”
‘વૃત્તિમાં ગ્રંથકારે તુલ્ય પ્રાધાન્યનાં બીજાં બે ઉદાહરણો (૧૭૯, ૧૮૦) પણ આપ્યાં છે. આમાંથી પહેલું ઉદાહરણ પંૌ વિરતુ એ શ્લોક વડે આપ્યું છે. ચંદ્રનાં કિરણોને સૂર્યનાં કિરણો એવી રીતે ઢાંકી દે કે જેથી એમનું અસ્તિત્વ જ ભયમાં મુકાય – પછી તો એ કિરણો આકાશમાં ખૂબ વ્યાપે કે છેલ્લેથી પહેલાં ગણાય કે દેખાવામાં જ શરમાય એનું કશું જ મહત્ત્વ નથી રહેતું - આવો આ શ્લોકનો ભાવાર્થ છે. અહીં ચંદ્રનાં કિરણોથી નિર્બળ માનવીઓની વાત સૂચવાઈ છે. જો બળિયા લોકો નબળાને દબાવી દે તો પછી નબળા ગમે તેટલી સંખ્યામાં હોય કે ગમે તેમ જીવતા હોય તેનું કશું મહત્ત્વ નથી રહેતું. આથી, ગ્રંથકાર કહે છે કે અહીં પ્રાકરણિક અને અપ્રાકરણિક (ગરીબો અને ચંદ્ર) સરખા મહત્ત્વના છે તેથી અહીં તુલ્યપ્રાધાન્ય છે.
વેણીસંહાર' નાટક(૧.૧૫)નો મથામૌરવશતમ્ એ પ્રસિદ્ધ શ્લોક પણ ગ્રંથકારના મતે તુલ્યપ્રાધાન્યનો દાખલો છે(ઉદા. ૧૮૦). કૌરવો સાથે યુધિષ્ઠિર સંધિ કરી રહ્યા છે એ વાત સાંભળી ક્રોધે ભરાયેલા ભીમના આ ઉદ્ગારો છે : “સો કૌરવોને હું નહિ હણું, દુઃશાસનનું લોહી નહિ પીઉં, દુર્યોધનની સાથળ ગદાથી ચૂરેચૂરા નહીં કરું, રાજા યુધિષ્ઠિર ભલે સાટાથી સંધિ કરે.' અહીં શ્લોકનાં પહેલાં ત્રણ ચરણોમાં કૌરવોનો નાશ કરવાની, દુઃશાસનનું લોહી પીવાની અને દુર્યોધનની સાથળ ભાંગવાની ભીમની પ્રતિજ્ઞાનો નિર્દેશ છે. એટલે એ ત્રણ કામો ભીમ નહિ કરે એમ માનવું સંગત નથી, એ ત્રણેય કામો કરશે - “નહિ હણું” એમ નહીં પણ “જરૂર હણીશ” (મામ વ) એવો વ્યંગ્યાર્થ, કાકુજારા(એટલે કે અવાજના ફેરફારથી) સૂચવાય છે. પણ એ વ્યંગ્યાર્થ વાચ્યાર્થ તરીકે રહેલા નિષેધની સાથે સાથે સમજાય છે. આથી હેમચન્દ્રાચાર્ય કહે છે કે, “હું હણીશ જ” એ વ્યંગ્યાર્થ વાચ્યાર્થ સાથે સમાનરૂપે(તુલ્યભાવે) રહેલો છે. મમ્મટે આ શ્લોકને કાકુથી આક્ષિપ્ત થતા વ્યંગ્યના ઉદાહરણ તરીકે ઉદ્ધત કર્યો છે. મમ્મટના મધ્યમકાવ્યના આઠ ભેદોનો અસ્વીકાર
“મધ્યમકાવ્યના ત્રણ ભેદ છે, નહિ કે આઠ” એમ ઉપરોક્ત ઉદાહરણ પરની વૃત્તિમાં શ્રી હેમચન્દ્રાચાર્ય કહે છે અને આ સંદર્ભમાં “વિવેકીમાં(પૃ.૧૫૭) ઉમેરે છે કે “મમ્મટે કાવ્યપ્રકાશ(૫.૪૫, ૪૬)માં મધ્યમકાવ્યના આઠ ભેદો
૩૬૬