SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યંગ્ય વાચકને સંતર્પક કે આહ્લાદક નીવડતો નથી. અહીં મધ્યમકાવ્યના ‘અસત્પ્રાધાન્ય’ એ પ્રથમ ભેદની વિચારણા પૂરી થાય છે. ‘સંદિગ્ધપ્રાધાન્ય' : મધ્યમકાવ્યનો બીજો ભેદ હવે ગ્રંથકાર સંદિગ્ધપ્રાધાન્યનો ખ્યાલ સ્પષ્ટ કરવા માટે મહિતાસહસ્ત્રમહિ૦ એ ગાથા(ઉદા. ૧૭૮) ૨જૂ કરે છે. ગાથાની સંસ્કૃત છાયા આ પ્રમાણે છે. महिलासहस्रभरिते तव हृदये सुभग सा अमान्ती । अनुदिनमनन्यकर्मा अङ्ग तनुकमपि तनयति ॥ અર્થાત્ “હજારો મહિલાઓથી ભરેલા તારા હૃદયમાં, હે સુભગ, તે(સ્ત્રી) માતી નથી, એટલે જ તે દ૨૨ોજ બીજાં કામો છોડીને પોતાના પાતળા શરીરને વધારે પાતળું(કૃશ) બનાવે છે.’’ નાયિકાની સખી, નાયકને, નાયિકા વતી, આ શબ્દો કહે છે. “અહીં, નાયિકા બહુ કૃશ શરીરનેય હજી વધુ કૃશ કરે છે” એ વાચ્યાર્થ અથવા ‘અત્યંત કૃશતાથી એ ક્યાંક મરી જશે - માટે દુર્જનતા છોડીને એને વખતસર મનાવી લો' એ વ્યંગ્યાર્થ પ્રધાન છે એ વાતનો નિશ્ચય થઈ શકતો નથી. એટલે જ આ શ્લોક સંદિગ્ધપ્રાધાન્ય વ્યંગ્યનો દાખલો છે એમ ગ્રંથકાર નોંધે છે. જ્યાં વાચ્યાર્થ કે વ્યંગ્યાર્થનું પ્રાધાન્ય સંદિગ્ધ હોય ત્યાં મધ્યમકાવ્યનો આ પ્રકાર થાય છે. મમ્મટે(૫.૪૫, વૃત્તિ) કુમારસંભવમાંથી દરસ્તુ િિવત્॰ એ શ્લોક વડે ‘સંદિગ્ધપ્રાધાન્ય’ દર્શાવ્યું છે. ‘તુલ્યપ્રાધાન્ય’ : મધ્યમકાવ્યનો ત્રીજો ભેદ જ્યાં વ્યંગ્યાર્થ અને વાચ્યાર્થ બન્નેની સરખી પ્રધાનતા હોય છે ત્યાં ‘તુલ્યપ્રાધાન્ય' નામનું મધ્યમકાવ્ય થાય છે. આ પ્રકારના કાવ્યનું ઉદાહરણ બ્રાહ્મળતિશ્રમ એ શ્લોક છે. ‘કાવ્યાનુશાસન’ના પૃ. ૧૩૫ પર આ શ્લોક પૂરેપૂરો આપેલો છે. તેથી અહીં માત્ર ઉપરોક્ત પ્રતીક જ આપ્યું છે. ‘મહાવીરચરિત' નાટકના બીજા અંકમાં(૨.૧૦) આવતો આ શ્લોક રાવણને ઉદ્દેશીને પરશુરામે જે સંદેશો(પત્ર) તેના મંત્રી માલ્યવંતને મોકલ્યો હતો તેમાં આવે છે. “બ્રાહ્મણનું અપમાન કરવાનું છોડી દે એમાં તમારું જ ભલું છે; નહિતર, જામદગ્ન(જમદગ્નિના પુત્ર, પરશુરામ) જેવા મિત્ર દુભાશે.” મમ્મટે પણ આ શ્લોક ‘કાવ્યપ્રકાશ’ (૫.૪૫ની વૃત્તિ)માં ‘તુલ્યપ્રાધાન્ય’ના ઉદાહરણ તરીકે આપ્યો છે અને મમ્મટના શબ્દોમાં જ ‘કાવ્યાનુશાસન’કારે આ ૩૬૫
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy