SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ अहं ऋजुकरूपा तस्यापि उन्मन्थराणि प्रेमाणि । વિનિનઃ નિપુ:, અન્ન, વિ પરિબ . નાયિકાના પગ રંગવા આવેલી સખીને, નાયિકા આ શબ્દો બોલે છે: “હું શરમાળ છું, મારો પતિ તોફાની પ્રેમી છે, મારી સખીઓ બહુ ચતુર નથી, તો આ પગ રંગવાનો અર્થ શો ?” આ ગાથાનો ભંગ્યાર્થ આ છે : “મારો પતિ મને પ્રેમક્રિડામાં પુરુષની ભૂમિકા લેવાનું કહેશે જ. અને હું જો સંમત થાઉં તો મારા આ રંગેલા પગ મને ખુલ્લી પાડી દેશે - સખીઓ પગના દેખાવથી અનુમાન કરી લેશે અને મને હસશે.” પણ આ વ્યંગ્ય અસ્કુટ છે. તેથી ભાવક તેનો આસ્વાદ લઈ શકશે નહીં. એટલે વાચ્યનું જ મહત્ત્વ રહેશે. હવે પછીના ઉદાહરણ(૧૭૭)માં શ્રીપરિવયાડા ૫૦ એ જાણીતા સુભાષિત વડે “અતિસ્યુટ વ્યંગ્યને દાખલો આપવામાં આવ્યો છે. “લક્ષ્મી આવતાં જડસુ લોકો પણ સુશિક્ષિતોની રીતભાત શીખી જાય છે. સ્ત્રીઓને યુવાનીની મસ્તી જ બધા જ સુંદર હાવભાવો શીખવી દે છે.” આ શ્લોકનો શીખવી દે છે' એ વ્યંગ્ય અર્થ(વસ્તુ વ્યંગ્ય) વગર પ્રયાસે, બહુ જ ફુટ રીતે, ખુલ્લી રીતે, સમજાઈ જાય છે. એટલે આ શ્લોક વ્યંગ્ય જેમાં પ્રધાન નથી(અસ...ધાન્ય) તેવા કાવ્યનો દાખલો બની રહે છે, કેમ કે અહીં વ્યંગ વાચ્યાર્થ જેવો જ પ્રગટ છે. કવિ પોતે જ એને પ્રગટ કરી દે છે. ભાવકની બુદ્ધિ કે કલ્પનાને આવો વ્યંગ્ય માણવા માટે પ્રયાસ જ નથી કરવો પડતો. આથી જ શ્રી હેમચન્દ્રાચાર્ય અત્યંત મહત્ત્વની કાવ્યશાસ્ત્રીય શીખ આપે છે કે, “સ્ત્રીઓના પુષ્ટસ્તનોની માફક, કાવ્યનો ભંગ્યાર્થ ગૂઢ(અપ્રગટ) હોયતો જ આસ્વાદ્ય કે સુંદર લાગે છે, અગૂઢ(ફુટ કે પ્રગટ) વ્યંગ્યાર્થ કશી ચમત્કૃતિ પેદા કરતો નથી.” સાહિત્યશાસ્ત્રમાં આ મુદ્દો ખૂબ જ મહત્ત્વનો છે. મમ્મટે ‘કાવ્યપ્રકાશ'(૨૦૧૩)માં વ્યંગ્યના ગૂઢ અને અગૂઢ એવા બે ભેદો કપ્યા છે અને ગૂઢ વ્યંગ્યના ઉદાહરણ તરીકે મુવં વિસતિયું એ શ્લોક આપ્યો છે. હેમચન્દ્રાચાર્યે વિવેક' (પૃ. ૧૫૫)માં વૃત્તિમાંનો પૂઢમ્ શબ્દ લઈને, આ જ શ્લોક વડે ગૂઢ વ્યંગ્યની સમજૂતી આપી છે અને શ્લોકનો અર્થ સમજાવ્યો છે. પછી મમ્મટે અગૂઢ વ્યંગ્ય (અતિફુટ વ્યંગ્ય)ના ઉદાહરણ તરીકે ઉપરોક્ત શ્રીવિયાન્નડા કપિ એ જ શ્લોક પ્રસ્તુત કર્યો છે, અને ટિપ્પણમાં કહ્યું છે કે, “આ શ્લોકમાં “પતિશતિ'(શીખવે છે) એ પદ અગૂઢયંગ્ય છે.” આ વ્યંગ્યાર્થ કોઈ પણ વાચક શ્લોક વાંચતાં જ સમજી જાય છે. આવો અગૂઢ કે અતિફુટ (૩૬૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy