SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ લવને જન્મ આપનારી માતા સીતા મળી હતી તેમ) મને, “કુશલ-વસુતા” (ધનવાનપણું) ન મળી.” આ શ્લોકમાં ભિક્ષુકની સાથે રામની ઉપમા વ્યંજિત થાય છે - પણ શ્લોકના છેલ્લા ચરણમાં ઉપમા વાચ્ય બની ગઈ છે, કેમ કે “મને રામત્વ મળી ગયું' એ વાક્ય ભિક્ષુક પોતે જ બોલી જાય છે અને આ વાક્ય શ્લોકનું મુખ્ય વાક્ય હોવાથી પહેલાં ત્રણ ચરણોમાં વ્યંજિત થતો ઉપમા અલંકાર, ગુણીભૂત વ્યંગ્ય બની જાય છે, વાચ્યાર્થનું અંગ બની જાય છે. આથી જ હેમચન્દ્રાચાર્યે - ટિપ્પણમાં કહ્યું છે કે, આ “શ્લોકમાં વ્યંગ્ય ઉપમાનોપમેયભાવ(વ્યંગ્ય અલંકાર), રામત્વમ્ (રામપણું) એ જે વાચ્યાર્થ છે તેનું અંગ બની જાય છે.” વૃત્તિમાં, અલંકારચંગ વાચ્યનું અંગ બની જાય તેનું બીજું ઉદાહરણ (૧૭૬) શ્રમિકરરતિનિયતા' એ શ્લોક છે. મમ્મટે “કાવ્યપ્રકાશ' (૫.૪પની "વૃત્તિ)માં આ જ શ્લોક ‘વાચ્યસિદ્ધયંગ'ના ઉદાહરણ તરીકે આપ્યો છે. આ શ્લોકમાં વાદળાંને ભુજગ એટલે સાપ કહી, વાળના પાણીને “વિષ' કહ્યું છે, અને એ વાદળારૂપી ભુજગના વિષ(પાણી)થી વિરહિણી સ્ત્રીઓને બ્રમ, અરુચિ, ઉદાસીનતા, પ્રલય, મૂચ્છ, અંધારાં, શરીરની દુર્બળતા અને છેવટે મૃત્યુ પ્રાપ્ત થાય છે એવો અર્થ નિરૂપ્યો છે. આ શ્લોકમાં જે વિષ” શબ્દ વાપર્યો છેÁ વ્યંજનાથી ‘હાલાહલ'(ઝેર) એવો વ્યંગ્યાર્થ(વસ્તુવ્યંગ્ય) આપે છે અને તે અર્થ લેવાથી જ જલદભુજગ”-(વાદળરૂપી સર્પ) એ વાચ્ય રૂપક(અલંકાર) સિદ્ધ થાય છે. એટલે હેમચન્દ્રાચાર્યના મતે અહીં હાલાહલ(ઝેર) એ વસ્તુવ્યંગ્ય, “જલદભુજગ” એ વાચ્ય(રૂપક)નું અંગ બને છે અને મમ્મટની ભાષામાં “અહીં વ્યંગ્ય હાલાહલ ભુજગરૂપ વાચ્યને સિદ્ધ કરે છે.” વિવેક'માં ગ્રંથકારે ગન એ શ્લોકના જનસ્થાન” વગેરે બધા જ દ્વિઅર્થી શબ્દોના અર્થો સ્પષ્ટ કર્યા છે ને એ રીતે શ્લોકને સમજવામાં મદદ મળે તેવું વિવરણ આપ્યું છે. એ પછી શ્રમિન્ટ એ શ્લોક(ઉદા. ૧૭૫)માં આવતી “પ્રલય', મૂર્છા', ‘તમઃ”, “મરણમ્ અને “વિષ' એ સંજ્ઞાઓની સમજૂતી આપી છે અને નોંધ્યું છે કે પાશબંધ વગેરે પ્રાણત્યાગની ક્રિયાઓ જ અહીં “મરણ” શબ્દથી સૂચવાઈ છે. અસ્ફટ વ્યંગ્ય અને અતિફુટ વ્યંગ્યની વિચારણા ‘પરાંત્વ'નો ખ્યાલ સ્પષ્ટ કર્યા પછી ગ્રંથકાર કાવ્યમાં વ્યંગ્ય અસ્કુટ હોય તેનો દાખલો (ઉદા. ૧૭૬) એક ગાથા વડે આપે છે. મયંક એ ગાથાની સંસ્કૃત છાયા આ પ્રમાણે છે. ૩૬૩
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy