________________
કરતી કન્યા કોઈને કહે છે ; કોઈ જોઈ જશે(શંકા); અરે ચપલ, ખસ(અસૂયા); ઉતાવળ શી છે? (પૃતિ); હું કુમારી છું (સ્મૃતિ); હાથને ટેકો આપને ! (શ્રમ); અરેરે, આ તો વિપરીત થયું (વિબોધ); તું ક્યાં જાય છે? (ઔસુક્યો.” - આ શ્લોક રાજાની સ્તુતિનો છે. આથી એમાં કવિનો રાજા માટેનો “પ્રેમ(રતિભાવ) જ પ્રધાન છે. અહીં કન્યાનાં જુદાં જુદાં વચનોથી શંકા, અસૂયા, ધૃતિ, સ્મૃતિ, શ્રમ, દૈન્ય, વિબોધ અને એ આઠ ભાવો વ્યંજિત થાય છે. એ આઠ ભાવોની શબલતા, રતિભાવનું અંગ બને છે. એક જ પ્રકારનું ટિપ્પણ મમ્મટ તથા હેમચંદ્રાચાર્ય કરે છે.
આમ, “વિવેકમાં છ શ્લોકો વડે, “પરાંત્વન' એ સિદ્ધાન્ત સ્પષ્ટ કર્યા પછી મમ્મટના જ શબ્દોમાં, શ્રી હેમચન્દ્રાચાર્ય નોંધે છે કે, “આ બધા અર્થાત્ રસ, ભાવ, રસાભાસ, ભાવાભાસ, ભાવોદય, ભાવશાંતિ, ભાવસંધિ તથા ભાવશબલતા (જ્યારે ગુણીભૂત હોય છે ત્યારે) રસવત્ અલંકાર કહેવાય છે. જો કે ભાવોદય, ભાવસંધિ અને ભાવબલતાને અલંકાર કહ્યા નથી, તેમ છતાં, કોઈ કદાચ કહે એટલે આમ કહ્યું છે. હવે વાચ્યાર્થ પ્રત્યે અલંકારવ્યંગ્ય(અલંકાર ધ્વનિ)ની અંગતા કહેવાય છે.” અલંકારવ્યંગ્યની અંગતા(અંગત્વ)નાદાખલા
સૂત્ર (૨.૫૭)ની વૃત્તિમાં “પરાગત્વનું એક ઉદાહરણ (૧૭૩) મયં સ રસનોર્થી એ શ્લોક વડે આપ્યા પછી, ટિપ્પણમાં ગ્રંથકારે કહ્યું હતું કે, આ ઉદાહરણમાં શૃંગારરસ કરુણરસનો અંગી બને છે. એટલે એ પરોગત્વનો દાખલો છે.
હવે વૃત્તિમાં બીજાં બે ઉદાહરણો (૧૭૪, ૧૭૫) આપીને ગ્રંથકાર, અલંકાર ધ્વનિ, વાચ્યાર્થનું અંગ બને છે તેની પ્રતીતિ કરાવે છે.
કોઈ નિરાશ થયેલા ભિખારીની ઉક્તિરૂપ વનથી બ્રાનમ્' એ પહેલો શ્લોક(ઉદા. ૧૭૪) મમ્મટે કાવ્યપ્રકાશમાં(૫.૪૫ વૃત્તિ) આ જ સંદર્ભમાં ઉદ્ધત કર્યો છે. એનો ભાવાર્થ છે: (રામની જેમ) કનકમૃગની (સોનાની) વ્યર્થ આશાથી હું જનસ્થાનમાં (વસતીવાળાં સ્થળોમાં) ભટક્યો અને “વૈદેહી' (સીતા, “વૈ દેહિ -“આપો) એવાં વચનો વારંવાર બોલ્યો. (રામે જેમ રાવણનાં માથાંની હાર પર બાણ તાક્યાં હતાં તેમ) મેં ખરાબ શેઠીયાની આંખના ઇશારે ખૂબ કામો કર્યા. મને (આમ) રામત્વ મળી ગયું, પણ (રામને જેમ કુશલવસુતા અર્થાત્ કુશ અને
૩૬૨