SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ આ શ્લોકમાં શૃંગારાભાસ (રસાભાસ), ભાવનું અંગ બને છે. હવે પછીનો વિરઝરવા એ લોક(ઉદા. ૧૮૧) મમ્મટના “કાવ્યપ્રકાશ'(પ.૪પની વૃત્તિ)માંથી લીધેલો છે. તેનો ભાવાર્થ એ છે કે કવિના પ્રેમપાત્ર એવા કોઈ રાજાના શત્રુઓ (પહેલાં) સતત તલવાર વીંઝીને, ભવાં ચઢાવી, ડરાવીને તથા ગજન કરીને ભારે મદ પ્રદર્શિત કરતા હતા. પણ રાજાને જોતાં જ તેમનો એ મદ ક્ષણવારમાં ક્યાં ચાલ્યો ગયો? અહીં ‘ભાવપ્રશમ” કે “ભાવશાન્તિ” રાજા પ્રત્યેના (કવિના) રતિ(પ્રેમ) ભાવનું અંગ બને છે એમ ગ્રંથકાર નોંધે છે. મમ્મટના કાવ્યપ્રકાશ'(પ.૪પની વૃત્તિ)માંથી લીધેલો બીજો શ્લોક(ઉદા. ૧૮૨) સર્વ રદ એ છે. રાજાના શત્રુઓ, મિત્રો તથા સુંદરીઓ સાથે સુરાપાનની લિજ્જત લેવા પ્રવૃત્ત થતા હતા ત્યારે કોઈએ બીજા અર્થમાં રાજાનું નામ લીધું - ત્યાં તો એ મહેફિલમાં ભારે અવ્યવસ્થા ફેલાઈ ગઈ એવો આ શ્લોકનો ભાવાર્થ છે. અહીં પણ રાજા પ્રત્યેનો કવિને રતિભાવ પ્રધાન છે. રાજાનું નામ લેવાતાં જ ફેલાઈ ગયેલી અવ્યવસ્થાથી વ્યંજિત થતો ત્રાસરૂપ ભાવનો ઉદય(ભાવોદય) એ રતિભાવનું અંગ બને છે. એટલે જ આ લોકવિશે, મમ્મટ અને હેમચન્દ્રાચાર્ય બને, અહીં ત્રાસનો ઉદય(ભાવોદય) એવું મિતાક્ષરી ટિપ્પણ કરે છે - જેને અર્થ છે “અહીં ત્રાસોદય રતિભાવનું અંગ બન્યો છે.' કાવ્યપ્રકાશમાંથી આ જ સંદર્ભમાં લીધેલા મોઢ૦ એ શ્લોક (ઉદા. ૧૮૩)માં “ઉમાએ આદરેલું કઠોર તપ ન સહેવાતાં અને તેની પ્રણયગોષ્ઠીમાં રસ પડતાં, (શિવ) ધારણ કરેલો બટુની બનાવટી વંશ ત્યજવાથી અને શૈથિલ્યથી તૈયાર થતા શિવજી તમને આનંદ આપો.” એવો અર્થ વર્ણવાયો છે. અહીં કવિને શિવ પ્રત્યેને રતિ(પ્રેમ) ભાવ પ્રધાન છે અને બનાવટી બટુવેશ ત્યજવા માટેની શિવની ત્વરા તથા શૈશિલ્યથી વ્યંજિત થતા આવેગ અને ધર્મ એ બે વ્યભિચારી ભાવોની સંધિ(ભાવસંધિ), રતિભાવનું અંગ બને છે. આથી જ મમ્મટ તેમ જ હેમચન્દ્રાચાર્ય આ શ્લોક વિશે ટૂંકમાં ટિપ્પણ કરતાં કહે છે, “અહીં, આવેગ અને ધર્મની સંધિ(ભાવસંધિ) (રતિભાવનું અંગ બને છે.)'' કાવ્યપ્રકાશમાંથી “વિવેક'માં ઉદ્ધત કરેલો ચોથા શ્લોક છે: પત્તુ અહીં કવિને પ્રિય એવા રાજાના, વનમાં વસતા શત્રુની, ફળ અને કૂંપળો ભેગી ૩૬૧
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy