SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ‘પરાંગત્વ’ એટલે શું એ સમજાવવા ગ્રંથકારે ‘વિવેક’માં(પૃ. ૧૫૨) પરા ત્તેન એ શબ્દ લઈને પૂરક માહિતી આપી છે. પાંચમ્ એટલે પરમ્ય(બીજાનું) અંમ્. અહીં રસ, ભાવ,રસાભાસ, ભાવાભાસ, ભાવપ્રશમ, ભાવોદય, ભાવસંધિ અને ભાવશબલતારૂપી વાસ્યાર્થ કે જે વાક્યાર્થ છે તેનું અંગ અથવા રસાદિ, વસ્તુ અને અલંકારરૂપ વ્યંગ્ય એ જ પરાંગ. એ પરાંગનો ભાવ તે પરાંગત્વ. તે . પરાંગત્વ વડે એટલે રસ વડે - એવો અર્થ થાય છે. ભૂરિશ્રવાની પત્નીઓના વિલાપને લગતા ઉપરોક્ત શ્લોક(ઉદા. ૧૭૩) અંગે નોંધ કરતાં ગ્રંથકાર વૃત્તિમાં કહે છે કે અયં સ રશનોર્પી॰ એ શ્લોકમાં શૃંગા૨૨સ, કરુણ૨સનું અંગ બને છે. અર્થાત્ એક રસ, બીજા(પરસ્ય) રસધ્વનિનું અંગ બને છે(અંત્યેન). ‘વૃત્તિ’માંના ‘શૃંગાર’ શબ્દને લઈને ગ્રંથકારે ‘વિવેક’(પૃ. ૧૫૩)માં ઉપરોક્ત શ્લોક વિશે વિવ૨ણ પ્રસ્તુત કરવા ઉપરાંત ભાવ, રસાભાવ, ભાવપ્રશમ, ભાવોદય, ભાવસંધિ અને ભાવશબલતા પણ અંગ બને છે તે દર્શાવવા જુદાં જુદાં ઉદાહરણો રજૂ કર્યાં છે. આમાંથી ભાવના અંગત્વનું ઉદાહરણ(૧૭૯) તથા શૃંગારાભાસ (રસાભાસ)ના અંગત્વનું ઉદાહરણ (૧૮૦) એ બે ઉદાહરણો અભિનવગુપ્તનાં છે અને તે ‘ધ્વન્યાલોક’(૨.૫) પરની ‘લોચન ટીકા’(પૃ.૧૯૯)માંથી લેવાયાં છે અને ભાવપ્રશમ, ભાવોદય, ભાવસંધિ અને ભાવશબલત્વના અંગત્વનાં ચાર ઉદાહરણો(૧૮૧, ૧૮૨, ૧૮૩ અને ૧૮૪), મમ્મટના કાવ્યપ્રકાશના પાંચમા ઉલ્લાસ(૪.૪૫)માંથી અહીં લેવામાં આવ્યાં છે. ‘લોચન'માંથી લીધેલા ભાવના અંગત્વના નિદર્શક ‘દેવીસ્તોત્ર’ના શ્લોક(તવાતપત્ર૦)નો અર્થ છે : ‘હે માતા(અમ્બ) ! તારો કમળના પત્ર જેવો મૃદુ અને તામ્રવર્ણા(લાલ) તળિયાવાળો, ચાલતા કલહંસના જેવા નૂપુરના મીઠા ઝણકારવાળો, મહિષાસુર નામના મોટા દૈત્યના મસ્તક ઉપર બળપૂર્વક મૂકાયેલો, પગ, સુવર્ણના મહાપર્વતની માફક ગુરુતા કેવી રીતે પામ્યો ?’’ (ઉદા. ૧૭૯) આ શ્લોકમાં વિતર્ક, વિસ્મય વગેરે ભાવો, દેવી અંગેની રતિ(પ્રેમ-ભક્તિ)નું અંગ બન્યા છે એમ ગ્રંથકાર કહે છે. ‘લોચન’માંથી જ લીધેલો સમસ્ત-મુળસંપ૬:૦ એ બીજો શ્લોક(ઉદા. ૧૮૪) પણ અભિનવે રચેલો છે અને તે શૃંગારાભાસ અથવા રસાભાસના અંગત્વનો નિદર્શક છે. શ્લોકાર્થ છે. ‘‘હે વાણી ! બધા જ ગુણોની સંપત્તિ, બધા જ અલંકારોના સમુદાય સાથે તારું આભૂષણ બને તોપણ તું શોભતી નથી. પણ, હૃદયને પ્રિય એવા શિવને જો તું બને તેટલા રંજિત કરીશ તો તે જ તારું બધા લોકોથી ચઢી જાય તેવું (સર્વલોકોત્તર) આભૂષણ બનશે.’ ૩૬૦
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy