SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ‘અસત્પ્રધાન્ય’ મધ્યમકાવ્ય(૧) કાવ્યમાં વાચ્યાર્થ કરતાં વ્યંગ્યાર્થનો ઉત્કર્ષ ન હોય ત્યારે ‘અસત્પ્રધાન મધ્યમ કાવ્ય' થાય છે. આનું ઉદાહરણ છે. ‘વાળૌરવુંડમુળડ્ડી’૰ એ ગાથા. ગાથાની સંસ્કૃત છાયા આ પ્રમાણે છે : वानीरकुञ्जोड्डीनशकुनिकोलाहलं शृणवत्याः । गृहकर्मव्यापृताया वध्वा सीदन्त्यङ्गानि ॥ અર્થાત્ લતાકુંજમાંથી ઊડી રહેલાં પંખીઓનો કોલાહલ સાંભળીને ધરના કામકાજમાં પ્રવૃત્ત વધૂનાં ગાત્રો ઢીલાં થઈ ગયાં. અર્થાત્ પોતે કોઈ પુરુષને મળવાનો સમય આપ્યો છે છતાં તે પાળી ન શકી તેથી વધુનાં અંગો ઢીલાં થઈ ગયાં. આ શ્લોકને આનંદવર્ધને (ધ્વ. આ. ૨.૩ વૃત્તિ) ગુણીભૂતવ્યંગ્યનો દાખલો ગણ્યો છે. ‘વૃત્તિ’માં, આ શ્લોક પર ટિપ્પણ કરતાં, શ્રીહેમચન્દ્રાચાર્ય કહે છે : “અહીં, “જે પુરુષને પોતે (લતાકુંજમાં) મળવાનો સમય આપ્યો છે તે (દત્તસંકેતઃ કશ્ચિત્) લતાકુંજમાં આવી ગયો છે.’ એ વ્યંગ્યાર્થ કરતાં, વધૂનાં ગાત્રો ઢીલાં પડી રહ્યાં છે' એ વાચ્યાર્થ જ ચઢિયાતો છે.'' અર્થાત્ અહીં વ્યંગ્ય ગૌણ છે(મુળૌભૂત) છે. એટલે આ ગાથા ગુણીભૂતવ્યંગ્ય મધ્યમકાવ્યના પ્રથમ પ્રકાર અસત્પ્રાધાન્યનું ઉદાહરણ છે. આ શ્લોકનું વિવરણ લોચનમાંથી ઉદ્ધૃત કરીને ‘વિવેક’મા ‘સાતિશયતા’ શબ્દરૂપ શીર્ષકથી રજૂ થયું છે(જુઓ લોચન પૃ. ૨૮૩, . આ. ૨.૩૧ની વૃત્તિ). વાચ્યાર્થ કરતાં વ્યંગ્યાર્થનો ઉત્કર્ષ ન હોય તેવાં બીજાં થોડાંક(પાંચ) ઉદાહરણો ગ્રંથકારે વૃત્તિમાં રજૂ કર્યાં છે. ‘પરાંગત્વ'ના દાખલા ક્યારેક વ્યંગ્યાર્થ, બીજા પ્રધાનપણે વ્યંગ્ય થયેલા અર્થના અંગરૂપે (પા ત્લેન) નિરૂપિત થાય છે ત્યારે ગુણીભૂતવ્યંગ્ય તરીકે એ મધ્યમકાવ્યનું ઉદાહરણ બને છે. મહાભારતના સ્રીપર્વ(૨૪.૧૯)માં યુદ્ધમાં ભૂરિશ્રવા રાજાનું મરણ થતાં ભૂરિશ્રવાની પત્નીઓ એના કપાઈ ગયેલા હાથને જોઈને, ‘આ તે જ હાથ જે અમારા કંદોરા ખેંચી લેતા હતા, પુષ્ટ સ્તનોનું મર્દન કરતા હતા, નાભિ, સાથળ અને નિતંબને સ્પર્શ કરતા હતા અને નાડાં તોડી નાખતા હતા' એમ બોલે છે. એમાંનો શૃંગાર, કરુણરસને પોષે છે. આ શ્લોક વૃત્તિમાં બીજા વ્યંગ્યના અંગરૂપ બનેલા ગુણીભૂત થયેલા વ્યંગ્યવાળા મધ્યમકાવ્યના ઉદાહરણ(૧૭૩) તરીકે રજૂ થયો છે. ૩૫૯
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy