________________
વિવરણ આપ્યું છે. તે જ વિવરણ ગ્રંથકારે લાવણ્યકાન્તિઃ શ્લોકના સંદર્ભમાં અહીં પ્રસ્તુત કર્યું છે('વિવેક', પૃ. ૧૫૧). અભિનવગુપ્ત સમજાવે છે તેમ, નાયિકાનું પૂર્ણચન્દ્રરૂપ સુંદર મુખ, ચંચલ ચિત્તવાળા સહૃદયમાં પ્રેમોર્મિરૂપ મંથને જન્માવે છે, પણ આ સમુદ્રને એવો પ્રેમ ખળભળાટ પ્રાપ્ત થતી નથી
એટલે સમુદ્ર સાર્થક રીતે જલરાશિ અર્થાત્ જાદ્યસંચયવાળો છે એમ કહેવું પડે. - રસનું જેમાં પ્રધાન્ય હોય તેવા ઉત્તમ કાવ્યનું ઉદાહરણ છે - ‘ફૅળોશ્યામ્' એ “રત્નાવલી' (૨.૧૦)નો, રસધ્વનિના પ્રખર ઉદાહરણરૂપ શ્લોક(૧૦૮). ધ્વન્યાલોક' (૨.૩)ની ‘લોચન’ ટીકા(પૃ. ૧૭૯)માં અભિનવગુપ્ત આ શ્લોક “રસધ્વનિ'ના ઉદાહરણરૂપે પ્રસ્તુત કર્યો છે. શ્લોકનો અર્થ છે : “મુશ્કેલીથી બે ઊઓ પાર કરી, નિતંબભાગમાં ભ્રમણ કરી એના(સાગરિકાના), ત્રિવલીના તરંગથી વિષમ એવા મધ્યભાગમાં સ્થિરતા પામીને, મારી દૃષ્ટિ જાણે કે તરસી હોય તેમ, ધીમેથી (તેના) ઉન્નત સ્તન પર ચઢી, આકાંક્ષાપૂર્વક જલબિંદુઓ ટપકાંવતાં નયનો વારંવાર જુએ છે.”
આ શ્લોક પર ટિપ્પણ કરતાં અભિનવગુપ્ત કહે છે કે, “અહીં નાયિકાના આકારને લીધે વારંવાર વર્ણન કરાતી, પોતાની(નાયકની) પ્રતિકૃતિ(ચિત્ર)થી પવિત્રિત ચિત્રફલકના અવલોકનથી વત્સરાજની પરસ્પર આસ્થાબંધરૂપ રતિ સ્થાયી ભાવ વિભાવાનુભાવના સંયોજનથી ચર્વણી (આસ્વાદ્ય) બન્યો છે.” આમ, રાદિ અર્થ ઉત્તમ કાવ્યમાં અંગી(પ્રધાન)રૂપે પ્રતીત થતાં અસંલક્ષ્યક્રમભંગ્ય ધ્વનિનો પ્રકાર બને છે. આમ, ભાવધ્વનિ, રસાભાસ, ભાવાભાસ વગરેને પણ ઉત્તમ કાવ્યના પ્રકારો ગણી ઉદાહરણો જાણી લઈ શકાશે.
- આ રીતે શ્રીહેમચન્દ્રાચાર્યું. વસ્તુ. અલંકાર અને રસ વગેરે રૂપ વ્યંગ્યાર્થ(ધ્વનિ)ના પ્રાધાન્યવાળા ઉત્તમ કાવ્યની સવિવરણ સમજૂતી આપી છે અને વસ્તુધ્વનિ, અલંકાર ધ્વનિ તથા રસધ્વનિનાં ત્રણ સુંદર ઉદાહરણો આપી ઉત્તમ કાવ્યની વિભાવના અભ્યાસીને પ્રતીતિકર બનાવી છે. મધ્યમકાવ્ય' અને તેના ત્રણ પ્રકાર
હવે પછીના સૂત્ર(૨.૫૭)માં, ગ્રંથકાર ત્રણ પ્રકારના મધ્યમકાવ્યનું નિરૂપણ કરે છે :
અત્યંધિતુત્યપ્રધાને મધ્યપં 2ધા II (૨.૫૭)
૩૫૭.