________________
ઉત્તમ કાવ્યના દષ્ટાન્ત તરીકે રજૂ થયેલા વીરુ વગેરે ઉપરોક્ત શ્લોકમાં પ્રતીત થતા વ્યંગ્યાર્થ વિશે વિવરણ કરતાં ગ્રંથકાર કહે છે કે આ શ્લોકમાં એક પછી એક અનેક અર્થોની શ્રેણી યંગ્ય થઈ છે. શ્લોકમાંનો દતાંકિત શબ્દ સૂચવે છે કે, ૧. રાવણનો પરાજય થયો હતો. ૨. વાલિએ એને પકડ્યો હતો અને પોતાની બગલમાં દબાવી રાખ્યો હતો. 3. અને રાવણને એમ જ દબાવી રાખીને વાલિ આખી પૃથ્વી પર ફર્યો હતો. ૪. પછી, વગર પ્રતીકારે, રાવણ, વાલિની કૃપા(દયા)થી છૂટ્યો હતો, અને પ. આ બધું જાણવા છતાંય રાવણ અહંકાર અને ગર્વ કરતો હતો. આ શ્લોક વસ્તુધ્વનિનું ઉદાહરણ છે. અલંકાર ધ્વનિ અને રસધ્વનિનાં ઉદાહરણો
“વિવેક' (પૃ. ૧૫૨) વ્યાખ્યામાં પ્રથમ આ શ્લોક વસ્તુધ્વનિનો દાખલો છે તેવો નિર્દેશ કરીને પછી ગ્રંથકાર કહે છે કે “આવી જ રીતે કાવ્યમાં અલંકાર કે રસ પ્રધાનપણે વ્યંગ્ય બને ત્યારે પણ કાવ્યને “ઉત્તમ જાણવું.” આમ કહીને ગ્રંથકાર “અલંકારધ્વનિ'ના ઉદાહરણ તરીકે આનંદવર્ધનનો તાવતિ ' એ શ્લોક “વિવેક'માં રજૂ કરે છે. આ શ્લોકમાં રૂપકાલંકાર વ્યંગ્ય છે અને તે ધ્વન્યાલોકના બીજા ઉદ્યોતની સત્તાર્વીસમી કારિકા(૨.૨૭)ની વૃત્તિમાંથી અહીં રજૂ કરવામાં આવ્યો છે. ચંચલ અને સુંદર આંખોવાળી નાયિકાને નાયક કહે છે કે લાવણ્ય અને કાંતિથી દિશાઓને સૌંદર્યથી ભરી દેનાર તારું મુખ અત્યારે મંદ મંદ સ્મિત વેરી રહ્યું છે છતાં પણ આ સમુદ્ર સહેજ પણ ખળભળી ઊઠતો નથી તેથી હું માનું છું કે એ સમુદ્ર માત્ર જળરાશિ છે એ સુસ્પષ્ટ છે.”
આ શ્લોકમાં સમુદ્રના વિશેષણ તરીકે પ્રયોજાયેલો “જલરાશિ' શબ્દ શ્લેષયુક્ત છે. “જલરાશિ” એટલે “પાણીનો ભંડાર' (સમુદ્ર) અને “જલરાશિ એટલે નાઠ્યસંવય અર્થાત્ “જડતાનો ભંડાર”. આમ “જલરાશિ” શબ્દના બે અર્થ થાય છે અને એ બન્ને અર્થ શ્લેષથી કહેવાયા છે. એટલે અહીં શ્લેષ વાચ્યાલંકાર છે. શ્લેષ પોતે વ્યંજક નથી. પણ નાયિકાના મુખ પર ચંદ્રત્વનો આરોપ થયો છે તે અર્થશક્તિથી થયો છે અને તે આરોપ(રૂપક) વ્યંગ્ય છે. એટલે આ શ્લોક વસ્તુથી અલંકારવ્યંગ્યરૂ૫ રૂપકધ્વનિનો દખલો બની રહે છે. એટલે જ વૃત્તિમાં આ શ્લોક પર ટિપ્પણ કરતાં આનંદવર્ધન કહે છે કે આ ઉદાહરણમાં વ્યંગ્ય રૂપકને આશ્રયે જ કાવ્યનું સૌંદર્ય રહેલું છે તેથી તેને રૂપકધ્વનિ નામ આપવું એ ઉચિત છે. અભિનવગુપ્ત ધ્વન્યાલોક – લોચન'માં (પૃ. ૨૬૩) આ શ્લોકનું હૃદયંગમ
A
- - -
૩૫૬.