________________
વ્યંગ્યકાવ્ય. છપ્પનમાં સૂત્ર(૨.૫૬)માં “ઉત્તમ' કાવ્યની ટૂંકી વ્યાખ્યા આપવામાં આવી છે.
ચંચચ પ્રાધાન્ય વ્યમુત્તમમ્ II (૨.૫૬) અર્થાત્ “જે કાવ્યમાં વ્યંગ્ય અર્થ(ધ્વનિ) પ્રધાન હોય છે તે “ઉત્તમ કાવ્ય કહેવાય છે.”
‘વૃત્તિમાં સૂત્રનું વિવરણ કરી, ઉત્તમ કાવ્યનું ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું છે : “જે કાવ્યમાં વાચ્ય અર્થ કરતાં, વસ્તુ, અલંકાર કે રસ વગેરરૂપ વ્યંગ્ય(અર્થ) પ્રધાનપણે રહેલો હોય છે તે “ઉત્તમ' કાવ્ય. વક્ષ્મી વિમુલ્ફતોએ લોક(ઉદા. ૧૭૧) આવા ઉત્તમ કાવ્યનું ઉદાહરણ છે. યુદ્ધભૂમિમાં રામ રાવણને કહે છે કે “તેં રાફડો(વાલ્મીકી પણ ઊંચક્યો હોય એમ કોઈ નહીં માને તો પછી પર્વત ઊંચકવાની શા માટે વાત કરવી ? તે ત્રિલોકને તપથી જીત્યું છે, તો પછી તારા બાહુબળનો આટલો મદ શાને ? છતાં પણ, આ બધું બરાબર છે એમ હું માનું જો તું વિરહથી નબળા પડી ગયેલા એવા મારા(રામના) આ બાણને રોકે - જે બાણની અણી, તારા દાંતની નિશાનીવાળી(વાનરરાજ) વાલિની બગલ(કક્ષ)ના લોહીથી ભીની છે.”
આ શ્લોકમાં ત્વજ્ઞાતિવનક્ષ૦ તારા દાંતનાં ચિહ્નોથી અંકિત વાલિની બગલ (કક્ષ) વગેરે શબ્દો અત્યંત વ્યંજનાપૂર્ણ છે. એ શબ્દો વડે, રામ રાવણને યાદ કરાવે છે કે, વાલિએ રાવણનો ઘોર પરાજય કરીને, તેને પોતાના હાથની બગલ નીચે દબાવી રાખ્યો હતો અને એ સ્થિતિમાં એ આખી પૃથ્વી પર ફર્યો હતો એ વખતે, અસહ્ય દશામાં, રાવણ બીજું કંઈ કરવા શક્તિમાન ન હતો તેથી તેણે વાલિની બગલમાં બચકાં ભર્યા હતાં તેથી દાંત બેસી જવાથી વાલિની બગલમાં રાવણના દાંતની નિશાનીઓ અંકિત થઈ ગઈ હતી. પછી, વાલિની કૃપાથી રાવણ છૂટ્યો હતો. એ જ વાલિને રામે પોતાના એક જ બાણથી માર્યો હતો અને
એ બાણની અણી વાલિના લોહીથી ભીની થઈ હતી, ખરડાઈ હતી. રામનું કદી નિષ્ફળ ન જતું એ બાણ આજે રાવણ તરફ તકાયું છે. તેને રોકી લેવા માટે રામ રાવણને પડકારે છે. આમ, આ શ્લોક વ્યંગ્યાર્થથી સભર છે.
આ શ્લોકમાં વસ્તુ(નરી હકીકત) વ્યંગ્ય છે. તેથી તે વસ્તુધ્વનિનો દાખલો બની રહે છે. વ્યંગ્યના બીજા બે પ્રકાર - અલંકાર ધ્વનિ અને રસધ્વનિનાં ઉદાહરણો વિવેક વ્યાખ્યામાં આપવામાં આવ્યાં છે (ઉદા. શ્લો. ૧૭૭ અને ૧૭૮).
૩૫૫