________________
ભાવ, રસાભાસ, ભાવાભાસ, ભાવશાંતિ, ભાવોદય, ભાવસંધિ, ભાવશબલતા વગેરે અસંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિ છે, અને એ જ્યારે અંગીરૂપે અર્થાત્ પ્રધાનપણે પ્રગટ થાય છે ત્યારે ધ્વનિનો આત્મા કહેવાય છે.’’
શ્રીહેમચન્દ્રાચાર્યે જેમ રસાભાસ અને ભાવાભાસની વિભાવનામાં અચેતન પદાર્થો અને પશુપક્ષીઓની લાગણીઓના વર્ણનનો સમાવેશ કર્યો છે તેમ જ ભોજરાજ,વિશ્વનાથ વગેરેએ પણ પ્રાણીઓ, પંખીઓ, જંતુઓ આદિની લાગણીઓના આલેખનનો રસાભાસ તરીકે સ્વીકાર કર્યો છે. પણ, વિદ્યાનાથ તેમના ગ્રંથ ‘એકાવલી’માં જુદો મત વ્યક્ત કરે છે. વિદ્યાનાથના મતે, પ્રાણીઓમાં જોવા મળતા રસના વિભાવો તથા અનુભાવો, મનુષ્યના વિભાવાદિ જેટલા જ સાચા હોય છે.
જેમ શૃંગાર વગેરે રસોનો આભાસ હોય છે તેમ જ બીજા રસોનો પણ આભાસ હોય છે. આમાં પૂજ્ય વ્યક્તિનો ઉપહાસ એ હાસ્યાભાસ છે. સંન્યાસી કે સાધુનો શોક, કરુણાભાસમાં પરિણમે છે. ઋષિ-મુનિઓ તરફ દાખવેલી યુયુત્સા કે ક્રોધ, રૌદ્રરસના આભાસમાં પરિણમે છે. કોઈ કાયર પુરુષ કે વ્યંઢળ લડાઈનો ઉત્સાહ દાખવે તો તેમાંથી વી૨૨સનો આભાસ ઉદ્ભવે છે. આથી ઊલટું, કોઈ પ્રસિદ્ધ વીર પુરુષ ડરપોકપણું બતાવેતો તે ભયાનક રસના આભાસનું દૃષ્ટાન્ત બનશે. એવી જ રીતે, યજ્ઞના પ્રાણીનું લોહી વહેતું જોવાથી કે તેનાં માંસ-મજ્જા જોવાથી થતી જુગુપ્સા, જાદુથી થતો વિસ્મય અને નર્યા દુષ્ટ પુરુષમાં, ખલનાયકમાં કે ચાંડાલમાં દર્શાવાતી અજુગતી શમવૃત્તિ અનુક્રમે બીભત્સાભાસ, અદ્ભુતાભાસ અને શાન્તાભાસનો અનુભવ કરાવશે.
આમ, શ્રીહેમચન્દ્રાચાર્યે રસ, ભાવ, રસાભાસ, ભાવાભાસ, ભાવસ્થિતિ, ભાવોદય, ભાવશાન્તિ, ભાવસન્ધિ અને ભાવશબલતાનું સુવ્યવસ્થિત, સંતર્પક, સંપૂર્ણ અને સદૃષ્ટાંત નિરૂપણ કર્યું છે અને નિરૂપણમાં રસનિ પરંપરાના સિદ્ધાન્તો સાથે પૂરેપૂરી સંગતિ જાળવી છે.
કાવ્યના ભેદો ઃ ઉત્તમ કાવ્ય
‘કાવ્યાનુશાસન’ના બીજા અધ્યાયનાં છેલ્લાં ત્રણ સૂત્રો(૨.૫૬ - ૫૮) વડે ગ્રંથકારે કાવ્યના ત્રણ ભેદો - ૧. ઉત્તમ કાવ્ય, ૨. મધ્યમ કાવ્ય અને ૩. અવર(અધમ) કાવ્ય-નું વિવરણ કર્યું છે(સળંગ સૂત્ર ૮૨, ૮૩, ૮૪).
શ્રીહેમચન્દ્રાચાર્ય વ્યંગ્યાર્થની પ્રધાનતાના આધારે કાવ્યના ત્રણ ભેદો નિરૂપે છે ઃ ઉત્તમ, મધ્યમ અને અવ૨. આ ત્રણ ભેદોમાંથી ઉત્તમ કે શ્રેષ્ઠ કાવ્ય છે
૩૫૪