________________
"अत एव अभिलाषे एक तरनिष्ठे ऽपि शृंगारशब्देन तत्र तत्र વ્યવહારતા તથા અન્તવ્ય: ‘(લોચન પૃ. ૧૭૯). અર્થાત્ “આથી જ અભિલાષ એક પક્ષે જ હોવા છતાં તે તે જગ્યાએ “શૃંગાર” શબ્દથી થતો વ્યવહાર શૃંગારના આભાસ (રસાભાસ) તરીકે મનાવો જોઈએ.” સાધુ વગેરે, સાધના વેશમાં, શૃંગારભર્યું વર્તન કરે તો તે વરવું દૃશ્ય સર્જે-અને તેવા દશ્યનું વર્ણન વિકૃત રસનું ચિત્ર બને. આ બધાં કારણોથી, આવાં વર્ણનો સમય, સ્થળ કે સંજોગોની અનુચિતતાને કારણે, અયોગ્ય ગણાયાં છે અને તેથી તેવાં વર્ણનો શૃંગારરસના આભાસમાં પરિણમે છે.
મમ્મટના અત્યંત સંક્ષિપ્ત વિવરણની સરખામણીમાં શ્રી હેમચન્દ્રાચાર્યે રસાભાસ, ભાવાભાસનું નિરૂપણ બે સૂત્રોમાં (૨.૫૪, ૨.૫૫) કર્યું છે એ હકીકત એમના રસાભાસ આદિ વિશેના અભિગમની વિશેષતાની દ્યોતક છે. પ્રથમ સૂત્રમાં એમણે અચેતન પદાર્થો તથા પશુપંખીના સંબંધમાં પ્રણય વગેરે ભાવના વર્ણનથી થતા રસાભાસ આદિની ચર્ચા કરી છે, જયારે બીજા સૂત્રમાં અનૌચિત્યને કારણે થતા રસાભાસ આદિની ચર્ચા કરી છે. આમ, શ્રી હેમચન્દ્રાચાર્યની રસભાવાદિના આભાસની ચર્ચાનું ફલક વિશાળ છે, એટલું જ નહિ, એમની ચર્ચા સાહિત્યિક વાસ્તવિકતાને લક્ષમાં રાખીને થઈ છે. કારણ કે, રસાભાસ, ભાવાભાસ વગેરે પૂરેપૂરા સાહિત્યિક વિષયો છે અને તેમનાં ઉદાહરણો પ્રાચીન, મધ્યકાલીન તથા આધુનિક એમ સર્વકાળના સાહિત્યમાં મળે છે. દરેક યુગમાં સાહિત્યકારોએ અચેતન પદાર્થોમાં સજીવારોપણ દ્વારા માનવીય ભાવોની કલ્પના કરી, હૃદયંગમ વર્ણને આપ્યાં છે અને પશુપંખીમાં માનવભાવોનું આલેખન કરતી રચનાઓ તો કાલિદાસાદિ મહાન પ્રશિષ્ટ કવિઓની અમર કૃતિઓમાં પણ મળી આવે છે અને એ સર્વ રચનાઓમાં સાહિત્યિક આસ્વાદ તથા ચમત્કૃતિની બિલકુલ ઊણપ હોતી નથી. પણ શાસ્ત્રીય વર્ગીકરણની દૃષ્ટિએ, અચેતન પદાર્થો તથા પશુપક્ષી પર રસાદિનો આરોપ થવાથી, રસાભાસ, ભાવાભાસ વગેરેનો અનુભવ થાય છે; નહિ કે રસ, ભાવ વગેરેનો. એવી જ રીતે અનૌચિત્યપૂર્વક વર્ણવાયેલા રસ, ભાવ વગેરે રસાભાસ અને ભાવાભાસ કહેવાય છે, જેમ કે મમ્મટે (કા. પ્ર.૪.૩૬) કહ્યું છે : તદ્દામાલા અનૌવિત્યપ્રવર્તિતા: I ધ્વન્યાલોક(૨.૩)માં પણ આનંદવર્ધને રસ અને ભાવની સાથે સાથે જ રસાભાસ અને ભાવાભાસને ધ્વનિનો આત્મા કહીને રસાભાસ તથા ભાવાભાસનું સાહિત્યશાસ્ત્રીય મહત્ત્વ દર્શાવ્યું છે સમાવતામાસતત્રરીન્જિરિઝમ: | ધ્યરાત્મામાન માસમાનો વ્યવસ્થિત: અર્થાત, રસ,
૩૫૩ ૨૩