SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ વીરતાની અલૌકિક વાતો ન માનતા હોય તો અમે શું કહીએ ? પણ આપ આપના સામાવાળા પાસે ખુશામતભર્યું જે હાસ્ય કરો છો તે જોઈને, કોણ એવો માણસ છે જેનું હસીહસીને પેટ દુઃખી ન જાય ?’’ અહીં, પોતાની વીરતાનાં ગપ્પાં મારતા માનવીનો ઉપહાસ કરતાં જે અત્યંત હસવાની વાત કરી છે તેથી અહીં હાસ્યરસ ન નીપજતાં, હાસ્યાભાસ પ્રતીત થાય છે. ઉપહાસરૂપ અનૌચિત્યને કારણે અહીં હાસ્યાભાસ થાય છે. આ શ્લોક પર ટિપ્પણ કરતાં ગ્રંથકાર કહે છે કે જે અભિનંદનપાત્ર બાબત છે તેમાં પણ લોકો હાસ્ય કરે છે તે હાસ્યાભાસ છે. વળી ‘મ્િ’ શબ્દથી કહેવાતી બાબત તો હાસ્યપાત્ર જ ઠરે છે. આ પ્રમાણે બીજા રસોના આભાસો પણ દર્શાવી શકાશે.’’ ‘રસાભાસ'નું સાહિત્યિક મૂલ્યાંકન રસનો આસ્વાદ શ્રેષ્ઠ સાહિત્યિક આનંદ છે. જ્યારે રસ ઉચિત અથવા યોગ્ય પાત્રના સંદર્ભમાં નિરૂપાય ત્યારે જ આવો રસાસ્વાદ થાય છે અને ઉત્તમ રસાનંદ અનુભવાય છે. પણ જ્યારે કોઈ રસ અનુચિત રીતે નિરૂપાય ત્યારે તે રસનું ગૌરવ ઘટે છે. આવા દાખલાઓમાં, રસ કે ભાવ અભિવ્યંજિત થતો હોય તોપણ તે રસકીય દૃષ્ટિએ ઊતરતા પ્રકારનો આસ્વાદ આપે છે. બીજા શબ્દોમાં, આવા પ્રસંગોમાં રસની સાહિત્યિક લિજ્જત ખૂબ જ મંદ જણાય છે. આથી આપણને રસ કે ભાવનો આભાસ પ્રાપ્ત થાય છે. એટલે એને રસાભાસ કે ભાવાભાસ કહીએ છીએ. હવે, રસની જમાવટની અયોગ્યતા કાં તો રસની ઉચિત અભિવ્યક્તિની ઊણપને કારણે હોય; અથવા ભાવોના અયોગ્ય નિરૂપણને કા૨ણે હોય - જે સ્થિતિ ભરતમુનિએ દર્શાવેલાં રસની જમાવટ માટે ઉપયોગી તત્ત્વોના અભાવથી ઉદ્ભવી હોય છે. આ અનૌચિત્ય કે અયોગ્યતા દરેક રસમાં જુદી જુદી હોય છે. આમ, કોઈ લંપટ પુરુષ, અનેક પુરુષો કે કોઈ નીચ પુરુષના સંબંધમાં કોઈ સ્ત્રીનો પ્રેમ આલેખાય છે ત્યારે તે સામાન્ય રીતે અગ્રાહ્ય નીવડે છે અને આસ્વાદ્ય શૃંગારરસની કોટિએ પહોંચતો નથી. એ જ રીતે, ગુરુની પત્ની કે રાજાની પત્ની સાથે કોઈ માણસ નિષિદ્ધ પ્રેમચેષ્ટા કરતો હોય તો એ પ્રેમની અનૈતિકતા જ એને શૃંગા૨૨સ બનવા દેતી નથી. વળી, પ્રેમ જો એક જ પક્ષમાં આલેખાય અને બીજો પક્ષ એનાથી સાવ જ અસ્પૃષ્ટ હોય તો એ પ્રેમ પારસ્પરિક આસ્થાબંધ વગરનો ઠરે છે અને એવો એકપક્ષી પ્રેમ શૃંગા૨૨સ બનતો નથી. આ સંદર્ભમાં અભિનવગુપ્તના શબ્દો યાદ રાખવા જેવા છે - ૩૫૨
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy