________________
બહુવિધ ક્રિયાઓનું કથન, તે સ્ત્રીના અનેક પ્રેમીઓ વિશેના અભિલાષને વ્યંજિત કરે છે.” આમ, એક જ સ્ત્રીનો અનેક નાયકો વિશેનો પ્રેમ(શૃંગારરસ) આ શ્લોકમાં વર્ણવેલો હોવાથી એ શૃંગાર- (રસ)ના આભાસનું (રસાભાસનું) ઉદાહરણ છે.
અનુચિત રીતે આલેખાયેલા ભાવનું(ભાવાભાસ)નું ઉદાહરણ(૧૭૦), અહીં, નિર્માલ્યું નયનપ્રિયઃ૦ એ શ્લોક વડે આપવામાં આવ્યું છે. આ શ્લોકમાં રાવણની સીતા અંગેની ઉત્સુકતા એટલે કે ‘ઔસુક્ય’ નામનો વ્યભિચારીભાવ અનૌચિત્યપૂર્વક આલેખાયો છે, કારણ ઉપર કહ્યું છે તેમ સીતા રાવણને ચાહતી નથી. આથી આ શ્લોક ભાવાભાસનું ઉદાહરણ છે. ‘રસાભાસ’ની ‘વિવેક’વ્યાખ્યામાં વિચારણા
‘અનૌચિત્યાચ્ય’ એ સૂત્ર(૨.૫૫)ની વૃત્તિમાં પૂરા પળમોહમન્ત્ર એ શ્લોક(ઉદા. ૧૬૮) ૨સાભાસના ઉદાહરણ તરીકે પ્રસ્તુત થયો છે. એમાં સીતા પ્રત્યે રાવણના અનુચિત, એકપક્ષી પ્રેમ(રતિ)નું વર્ણન છે. પણ સીતાને રાવણ પ્રત્યે પ્રેમ(રતિ) છે જ નહીં. તેથી એ શ્લોક રસાભાસનો દાખલો છે. ‘વિવેક’ વ્યાખ્યામાં(પૃ. ૧૪૯) આ રસાભાસ વિશે પૂરક ચર્ચા કરવામાં આવી છે. અહીં ગ્રંથકાર કહે છે કે - “પરસ્પર આસ્થાબંધાત્મિકા રતિ(પ્રેમ) જ શૃંગાર કહેવાય છે. પણ અહીં (ઉપરોક્ત શ્લોકમાં) તો કામવાસનાના કેવળ અભિલાષરૂપ તિ છે જે વ્યભિચારીભાવ છે – સ્થાયી ભાવ નથી, એ તો સ્થાયી જેવી દેખાય છે તેટલું જ. આથી, અહીં રતિ(પ્રેમ) સ્થાયી ભાવના આભાસરૂપ છે. (આમ, અહીં રત્યાભાસ છે) કારણ કે, ‘સીતા મારા તરફ દ્વેષવાળી છે તથા ઉપેક્ષાવાળી છે’ એવી પ્રતિપત્તિ (સમજ) રાવણના હૃદયને સ્પર્શતી જ નથી. એવું જ્ઞાન રાવણને થાય તો તો એ જ્ઞાનના સ્પર્શથી જ રાવણનું અભિમાન નાશ પામે અને ‘આ સીતા મારામાં અનુરક્ત છે' એ નિશ્ચય પણ નકામો છે, કારણ કે એ તો કામવાસનાથી થયેલા મોહરૂપ જ છે ઃ છીપમાં જેમ ચાંદીનો આભાસ થાય તેવો એ આભાસ છે. આથી જ, જ્યારે વિભાવ વગેરેના આભાસથી રિતનો આભાસ પ્રતીત થાય છે ત્યારે ચર્વણાના આભાસરૂપ શૃંગારાભાસ (૨સાભાસ) કહેવાય છે.’’
એ જ રીતે હાસ્યરસનો આભાસ(હાસ્યાભાસ) પણ થાય છે, જેમ કે વામનગુપ્તનો સ્રોોત્તરાખિ ચરિતાનિ એ શ્લોક(ઉદા. ૧૭૬, ‘વિવેક’ પૃ. ૧૪૯) હાસ્યાભાસનું ઉદાહરણ છે. “હે મહાપુરુષ ! જો આ લોકો આપની
૩૫૧