SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ થતા રસાભાસ તથા ભાવાભાસનો ખ્યાલ આપી, સૂત્ર(૨.૫૪) પરની “વૃત્તિ પૂરી કરતાં કહે છે : “રસાભાસ અને ભાવાભાસ બન્ને માટે, સમાસોક્તિ, અર્થાન્તરન્યાસ, ઉન્મેક્ષા, રૂપક, ઉપમા અને શ્લેષ વગરે અલંકારો જીવિત રૂપ છે.” આ વાત સાચી છે – ખાસ કરીને સમાસક્તિ અલંકાર રસાભાસને ખૂબ જ સહાય કરે છે. ઉપર જે ઉદાહરણો – શ્લોકો રજૂ થયા છે તે જોવાથી આ વાત સ્પષ્ટ થાય છે. હવે, રસાભાસ અને ભાવાભાસ અંગેનું બીજું સૂત્ર(૨.૫૫) રજૂ કરતાં ગ્રંથકાર કહે છે - મનોવિત્યા (૨.૫૫ સળંગ સૂત્ર ૮૧) અર્થાત્ “અનુચિતતાને કારણે પણ (રસાભાસ અને ભાવાભાસ થાય છે).” વૃત્તિમાં સ્પષ્ટતા છે કે “પરસ્પર અનુરાગ વગેરેનો અભાવ હોવાને લીધે અનૌચિત્ય થવાથી, રસાભાસ અને ભાવાભાસ થાય છે. જેમ કે. ટૂર્ષિળમોદમત્રે એ શ્લોક(ઉદા. ૧૬૮)માં રાવણના “તેનું નામ સાંભળતાં જ હું મોહ-મૂઢ થઈ જાઉં છું, તેના વિના મારું મન ક્ષણવાર પણ રહી શકતું નથી. એને કેમ પ્રાપ્ત કરવી તે હું જાણતો નથી,” વગેરે પ્રેમભર્યા શબ્દો અનુચિત છે, કેમ કે સીતા રાવણને ચાહતી નથી - રાવણ અને સીતા વચ્ચે, પરસ્પર પ્રેમનો અભાવ છે. તેથી આ શ્લોક રસાભાસ(ગંગારાભાસ)નો બંધબેસતો દાખલો છે. આથી જ ગ્રંથકાર વૃત્તિમાં આ શ્લોક પર ટિપ્પણ કરતાં સ્પષ્ટ કહે છે : ત્ર સીતાયા રાવ પ્રતિ –માવત્ રસામાd: I અર્થાત્ “અહીં સીતાની અંદર રાવણ માટે પ્રેમ(રતિ)નો સદંતર અભાવ છે, તેથી અહીં રસાભાસ છે.” અનૌચિત્યથી પ્રવર્તિત થતા રસનો અર્થાત્ રસાભાસનો બીજો એક દાખલો(ઉદા. ૧૬૯) [+: વ વામક્ષ એ શ્લોકમાં રજૂ થયો છે. અનેક પ્રેમીઓ(કામુકો) પ્રત્યે પ્રેમાભિલાષ ધરાવતી સ્ત્રીને ઉદેશીને કવિ કહે છે : “હે વામાક્ષિ, જેના વિના તને ગમતું નથી એવા ક્યા પુરુષની અમે સ્તુતિ કરીએ? પૂર્વજન્મમાં યુદ્ધમાં પ્રાણ ગુમાવનાર એવો કયો પુરુષ છે જેને તું મેળવવા ઇચ્છે છે? સારા મુહૂર્તમાં જન્મેલો એ કયો માણસ છે જેને, હે ચંદ્રમુખી, તું જોશભેર આલિંગન આપવા માગે છે ? હે કામદેવના નગરરૂપ સ્ત્રી, કયા પુણ્યશાળીએ એટલી તપસમૃદ્ધિ એકઠી કરી છે જેનું તું ચિંતન (ધ્યાન) કરે છે ?” આ શ્લોક વિશે વૃત્તિમાં ટિપ્પણ કરતાં ગ્રંથકાર કહે છે, “અહીં(આ શ્લોકમાં) “તુનઃ (સ્તુતિ કરીએ) વગેરે સાથે સંબંધ ધરાવતી, નાયિકાની ૩પ૦
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy