________________
સૂચવે છે અને વસ્તુતઃ તેઓ અંતે તો રતિ(પ્રેમ), નિર્વેદ વગેરે ભાવોનો બોધ કરાવે છે. આ સાચી સ્થિતિ છે.
આ રીતે નવ સ્થાયીભાવો, તેત્રીસ વ્યભિચારી ભાવો અને આઠ સાત્ત્વિકભાવો એમ કુલ ભાવો પચાસ થાય છે.”
આ અંગે વિવેકમાં(પૃ. ૧૪૭ પ૨) છેલ્લી ત્રણ લીટી(૨૩-૨૫)માં ટિપ્પણ છે. તેમાં કહ્યું છે કે, “કેમ કે આ (આઠ) સાત્ત્વિભાવો (સ્તંભ, સ્વેદ, રોમાંચ, સ્વરભંગ, કંપ, વૈવણ્ય, અશ્રુ અને પ્રલય) દરેક રસમાં હોય છે અને, કેમ કે, રાજાના નોકરના વિવાહમાં, રાજા, નોકરને અનુસરે એ ન્યાયે પણ, એ સાત્ત્વિકભાવો, વ્યભિચારિભાવની જેમ, જરા પણ સ્વતંત્રતા ધરાવતા નથી અને, કેમ કે, આ સાત્ત્વિકભાવોનાં ઉદાહરણો સાહિત્યમાં સહેલાઈથી મળી રહે છે તેથી સૂત્ર(૫૩) પરની (અલંકારચૂડામણિ, વૃત્તિમાં, સાત્ત્વિકભાવોનાં ઉદાહરણો આપ્યાં નથી.” આભાસઃ “રસાભાસ', “ભાવાભાસ' વગેરે
રસો તથા ભાવોનું નિરૂપણ કરીને, હવે, ગ્રંથકાર રસ, ભાવ વગેરેના આભાસો'નું બીજા અધ્યાયના ચોપ્પનમાં સૂત્ર(૨.૫૪)માં એટલે કે સળંગ સૂત્ર એંશીમાં તથા પંચાવનમા સૂત્ર(૨.૫૫)માં એટલે કે સળંગ સૂત્ર એકાશીમાં (કુલ બે સૂત્રોમાં) નિરૂપણ કરે છે :
નિરિદ્રિયેવુ તિર્યંતિપુ વાર પાત્ સમાવાભાસી // (૨.૫૪)
અર્થાત્ “નિરિન્દ્રિય એટલે કે ઇન્દ્રિયરહિત(વિકલાંગ) પદાર્થો અને તિર્યગાદિ એટલે કે પશુપક્ષીઓમાં રસ તેમ જ ભાવને આરોપ(આરોપણ) : (અનુક્રમે) “રસાભાસ તથા “ભાવાભાસ' કહેવાય છે.”
રસાભાસ, ભાવાભાસ વિશેના આ પ્રથમ સૂત્રમાં ગ્રંથકારે માત્ર અચેતન વસ્તુઓ તથા પશુપક્ષીઓ પર રસ-ભાવના આરોપણની વાત કરી છે અને આ સૂત્રની વૃત્તિમાં પહેલાં નિરિન્દ્રિય(અચેતન) પદાર્થો પર સંભોગશૃંગાર(રસ) તથા વિપ્રલંભશૃંગાર- (રસ)ના આરોપણના દાખલારૂપે કાલિદાસકૃત ‘કુમારસંભવ’ (૩.૩૯) તથા મેઘદૂત' (પૂર્વમેઘ, ૨૯) એ બે પ્રશિષ્ટ કાવ્યગ્રંથોમાંથી એક-એક શ્લોક ઉદ્ધત કર્યો છે. “કુમારસંભવ'ના શ્લોક(ઉદા. ૧૫૮)માં નિરિન્દ્રિય વૃક્ષો અને લતાઓ પરસ્પર પ્રણયઆશ્લેષમાં બંધાય છે તેનું વર્ણન છે. આ શ્લોકમાં અચેતન વૃક્ષો પર સંભોગશૃંગારરસનું આરોપણ કરી કવિએ ચમત્કૃતિ ઉત્પન્ન
૩૪૮