SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ મહાલયો આગળથી પસાર થઈને આગળ વધે અને દરેક મહાલય ફિક્કો પડીને (અંધારામાં ડૂબી જાય) તેમ.” વૃત્તિમાં “પ્રલય’ શબ્દ છે. “વિવેકમાં તેની સમજૂતી આપતાં ગ્રંથકાર કહે છે કે, “ઇન્દ્રિયોની બધી જ શક્તિ પ્રાણમાં ભળી જાય - પ્રાણમય બની જાય તેને ‘પ્રલય' એટલે મૂછ કે બેભાનપણું કહે છે અને “કુમારસંભવ'નો ‘તીવ્રામપામવેબ૦એ શ્લોક(૪.૭૩) “પ્રલય'નો દાખલો છે. આ આખો શ્લોક “કાવ્યાનુશાસન', પૃ. ૧૩૭ પર મોહ'ના ઉદા. ૧૪પ તરીકે આપેલો છે. એનો ભાવ આ પ્રમાણે છે : “અત્યંત અસહ્ય આફત આવી પડવાથી રતિની બધી જ ઇન્દ્રિયો નિશ્ચષ્ટ થઈ(ખંભિત થઈ, જેથી તે મૂછ પામી(અચેતન થઈ ગઈ). આમ થવું તે એને માટે સારું જ હતું; કેમ કે, એટલી વાર તો ઓછામાં ઓછું, તે 1 પોતાના પતિ કામદેવના મૃત્યુથી અજાણ રહી.” ‘વૃત્તિમાં તી શબ્દ છે તેનો અર્થ છે પ્રાળસ્થ(પ્રાણની). વૃત્તિમાં તર્ણ પછી મન્દ્ર શબ્દ આવે છે. પ્રાણના મંદ વેગને કારણે રોમાંચ ઉદ્ભવે છે. ‘અમરુશતક'(૧૧)ના ઉદા. ૧૭૪માં રજૂ થયેલા તત્રામમુરઉમુંo એ સુંદર શ્લોકમાં નાયિકાના રોમાંચનું વર્ણન છે: “પિયુની સન્મુખ મુખ નીચું કર્યું, નજર પગમાં ઠેરવી, પિયુના બોલ સાંભળવા ઉતાવળા કાનને રોક્યા, ગાલનો પરસેવો બે હાથથી દૂર કર્યો - પણ હે સખીઓ, શું કરવું? મારી કંચુકીના બંધ જ સો-સો જગ્યાએ તૂટી રહ્યા છે !” વાયુભાગપ્રધાન “પ્રાણ'ના મધ્યમ વેગથી, વેપથુ(કંપ) ઉદ્ભવે છે. મા પર્વમુદ્ર એ શ્લોક(ઉદા. ૧૭૫)માં “વેપથુ'નું ઉદાહરણ છે : “મારા ગાલ, મારા પિયુએ પોતાના હાથે ચીતરેલી આ મંજરીની ભાતથી ચમકે છે, એ વિચારે તું ગર્વ ન કર. હે સખી, ગાલનો કંપ(વેપથુ) અંતરાય બનતો અટકી જાય તો બીજી સ્ત્રીઓ પણ, આવી પિયુથી ચિત્રિત, ભાત ધરાવવા સમર્થ નથી શું?” વાયુભાગપ્રધાન પ્રાણ'ના ઉત્કૃષ્ટ આવેગથી સ્વરભેદ કે સ્વરભંગ ઉદ્ભવે છે. “યાતે દોરવતી તા ૦ એ શ્લોકમાં સ્વરભંગનું ઉદાહરણ છે. (‘પ્રવાસવિપ્રલંભ'ના ઉદાહરણ તરીકે આ શ્લોક “કાવ્યાનુશાસન' પૃ. ૧૧૩ પર ઉદ્ધત થયો છે.) વૃત્તિમાં આગળ(પૃ. ૧૪૭) જતાં હેમચંદ્રાચાર્ય કહે છે કે “સ્તંભ વગેરે બાહ્ય સાત્ત્વિકભાવો શરીરના ધર્મો છે અને તે, તેવા જ આંતરિક સાત્ત્વિકભાવોને ૩૪૭
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy