SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ વળી, એ આકલન વિકલ્પરહિત છે. તેં તાળ હથચ્છાય૰ એ ‘સેતુબંધ’(૨.૪૫)ની ગાથા(ઉદા. ૧૭૦, ‘વિવેક’ પૃ. ૧૪૫)માં આનો દાખલો મળે છે. આ ગાથાની સંસ્કૃત છાયા આ પ્રમાણે છે : तत्तेषां हतच्छायं निश्चललोचनमिखं प्रोषितप्रतापम् । आलेखप्रदीपानामिव निजकं प्रकृतिचटुलत्वमपि विगलितम् ॥ અર્થાત્ ‘“પછી, ચિત્રમાં દોરેલા દીવાની જ્યોતની માફક એમની નૈસર્ગિક ચટુલતા પણ જતી રહી અને જેવું તેમનું તેજ જતું રહ્યું તેવી જ તેમની આંખોની જ્યોત હાલતી બંધ પડી, નિશ્ચલ બની ગઈ. અને તેમનો પ્રતાપ ઓસરી ગયો.’’ આવી જ રીતે શાકુન્તલ(૪.૧૪)નો ઉત્પÆ૦ એ શ્લોક, જલભાવપ્રધાન પ્રાણમાં, તેજ(ગરમી) પ્રવેશતાં, ઉત્પન્ન થતી બા(આંસું)નો દાખલો છે. ‘ઊંચી પાંપણવાળાં તારાં નેત્રોના કાર્યમાં અવરોધ કરનાર, વારંવાર ઊભરાઈ આવતાં આંસુને ધીરજ રાખીને રોક; ઊંચીનીચી જમીનમાં માર્ગ બરાબર લક્ષમાં ન આવતાં તારાં પગલાં લથડે છે.’’ ‘વૃત્તિ’માં ‘તીવ્રાીવ્રન’(તીવ્ર કે અતીવ્ર) એ શબ્દો છે તેમને લઈને(વિવેક પૃ. ૧૪૫) શરૂ થતી ચર્ચામાં ગ્રંથકાર કહે છે : “તીવ્રતાથી, તેજ(ગરમી), જલભાગપ્રધાન ‘પ્રાણ’માં પ્રવેશે તેથી થતા પરસેવા(સ્વેદ)નો દાખલો આ છે(વિવેક ઉદા. ૧૭૨, પૃ. ૧૪૬). પ્રિયા અને પ્રિયતમ ધૂતની રમત રમતાં હતાં ત્યારે પતિ સૌપ્રથમ પ્રિયતમાનો આશ્લેષ જીત્યો. પછી, બીજી વાર, પ્રિયાના અધર(નીચલા હોઠ)નું ચુંબન જીત્યો(પામ્યો). પછી ત્રીજી વાર ચૂતમાં કઈ વસ્તુ હોડમાં મૂકવાની છે એમ પ્રિયતમ, પ્રિયાને પૂછે છે ત્યારે, પ્રિયાએ, પોતાનો પરસેવાથી રેબઝેબ હાથ ગુપચુપ પાસો ફેંકવા લંબાવ્યો - તે વખતે તેના ગાલ, મનમાં સંચિત થયેલા પણ દબાવેલા મોંના મલકાટથી રોકી રખાયેલા, પ્રેમના આવેગને કારણે, કાંપવા લાગ્યા.’ પણ જ્યારે જલભાગપ્રધાન ‘પ્રાણ'માં તેજ(ગરમી) મંદ રીતે પ્રવેશે છે ત્યારે શરીરનું વૈવŚ(ફિક્કાપણું) ઉદ્ભવે છે. સંચારિની દ્રીશિલેવ રાત્રૌ એ રઘુવંશ(૬.૭૭)ના પ્રસિદ્ધ શ્લોકમાં આનું ઉદાહરણ(૧૭૩, વિવેક, પૃ. ૧૪૬) છે. “ઇન્દુમતી, પતિને પસંદ કરવાની ઇચ્છાથી, (સ્વયંવર મંડપમાં) જે જે રાજાની પાસેથી પસાર થઈ, આગળ વધી, તે તે રાજા, વિવર્ણ(ફિક્કા રંગવાળો) બની ગયો, જેમ રાત્રિના સમયે દીવાની જ્યોત, શહેરના રાજમાર્ગ પરનાં ૩૪૬
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy