________________
અર્થાત્ “પ્રિયતમના મુખચંદ્રના દર્શનથી ચંચલ બનેલું પ્રેમના સમુદ્ર જેવું પ્રિયાનું હૃદય, પાસે રહેલા વડીલો જોઈ જશે એ ભયથી તેની પરસેવો(સ્વેદ) વગેરે બાહ્ય (પ્રગટ) અસરો અવરુદ્ધ થવા છતાં, શાંત પડતું નથી(સ્થિર રહેતું નથી).” “વિવેકમાં આ ઉદાહરણની આ પ્રમાણે સમજૂતી આપી છે : “પિયુના મુખનાં દર્શનથી, રતિભાવ વિશે ઉત્સુક બનતું પ્રિયતમાનું હૃદય ચંચલ બની જાય છે અને જો કે, એણે (પ્રિયતમાએ) પ્રસ્વેદ વગેરે બાહ્ય અસરોને, પાસે રહેલા વડીલો એ જોઈ ન જાય તે માટે, રોકી રાખી છે છતાં પણ, આંતરિક સ્વેદ, કંપ વગેરે જેવા સાત્ત્વિક ભાવથી ઉત્પન્ન થયેલા ક્ષોભથી તે પૂર્ણ છે અને તે વિશ્રામ પામતી નથી. આ શ્લોકમાં નિદર્શન પણ સુચવાયેલું છે. જે વર્ણિત સ્થિતિનું ઉદાહરણ બને છે - અર્થાત્ આ લોકથી ઉપમા વ્યંજિત થાય છે. “ચંદ્રના સુંદર બિંબ(મુખ)ને જોઈને, ઊંડે સુધી ખળભળેલો સાગર, કિનારા પરની દીવાલ વડે તેનાં ઊછળતાં મોજાંને પ્રસાર રોકાયેલો હોવા છતાં, ખરેખર વિશ્રામ પામતો નથી - તરંગ વગરનો બનતો નથી.” “સાગર” એ શબ્દ, સંસ્કૃતમાં પુલિંગ અને નપુંસકલિંગ બંનેમાં વપરાય છે. અથવા, સંસ્કૃતમાં તે પુલિંગ હોવાથી, પ્રાકૃતમાં તેનું લિંગ બદલાઈ નાન્યતર થયું છે. આમ આ શ્લોકમાં, રતિ(પ્રેમની લાગણી), તેનું શુદ્ધ મનોભાવરૂપ સ્વરૂપ છોડ છે, છતાં બાહ્ય ભૌતિક, દાર્શનિક અસરો જેવી કે, પ્રસ્વેદ, કંપ, ઇત્યાદિમાં પર્યવસાન પામતી નથી અને તેથી કવિએ એ રતિને પ્રાણભૂમિમાં જ વિશ્રામ પામેલી વર્ણવી છે.”
વિવેકમાં (પૃ. ૧૪૫) વૃત્તિનાં, રત્યાદ્રિ તેનૈવ એ વચનોથી શરૂ થતા પરિચ્છેદમાં ગ્રંથકાર કહે છે કે, “રતિ સાથે કારણ તરીકે સંકળાયેલા વિભાવો વડે જ - નહિ કે બીજા કોઈ વિભાવોથી, કારણ કે તેઓ વિશિષ્ટ બાહ્ય પદાર્થો તરફ અભિમુખતાથી નિરપેક્ષ છે - એવો ભાવ છે. ગ્લાનિ, આલસ્ય, શ્રમ, મૂચ્છ વગેરે જો કે, આલંબન વિષયથી રહિત હોય છે. તોપણ તેઓ બાહ્ય કારણોથી ઉત્પન્ન થતાં હોવાથી તેમની વ્યભિચારિભાવોમાં ગણના કરી છે. પણ સ્તંભ વગેરે ઉપરોક્ત આઠ માનસિક ભાવો બાહ્ય કારણથી ઉદ્ભવતા નથી. તેથી તેમને સાત્ત્વિક ભાવો કહ્યા છે.”
વિવેકમાં(પૃ. ૧૪૫) વૃત્તિના તબ્બો વિષ્ટવ્યતત્વમ્ એ શબ્દો લઈને કહ્યું છે કે, “મન, હર્ષ વગેરેથી વશીભૂત થાય છે અને તેથી તે ઇન્દ્રિયોનો સંપર્ક કરવા જતું નથી. કારણ, હવે તે ઇન્દ્રિયો પર અધિષ્ઠિત નથી; કેમ કે, એ ઇન્દ્રિયો, બાહ્ય પદાર્થોના વિકલ્પરહિત(ધુંધળા, અમૂર્ત) આકલન પૂરતી જ સીમિત છે અને
૩૪૫