________________
સંવેદના સાથે કારણ તરીકે જોડાયેલા વિભાવો વડે ઉત્પન્ન થાય છે(આહુતા ), તેઓ ચર્વણાના ક્ષેત્રની બહાર છે અને એ આંતરિક સાત્ત્વિકભાવોની મોજૂદગી તેમના અનુભવો વડે વ્યંજિત થાય છે.
વધુ સ્પષ્ટતા કરીએ તો મુખ્યપણે પૃથ્વીભાગપ્રધાન ‘પ્રાણ'માં પ્રવેશેલો ચિત્તવૃત્તિનો ગણ, સ્તંભ એટલે કે ચેતનની સ્થગિતતા (જડતા) પેદા કરે છે. જળભાગ પ્રધાન “પ્રાણ'માં પ્રવેશેલી ચિત્તવૃત્તિનો ગણ, આંસુ પેદા કરે છે. પણ તેજ(ગરમી) એ પ્રાણની સાથે નિકટતા ધરાવે છે ... કાં તો તીવ્રતાથી કાં તો મંદતાથી, અને તે બે પ્રકારે છે. તે પરસેવો કે શરીરનું વૈવર્ય પેદા કરે છે. તેજ આ સાત્ત્વિક ભાવોનું કારણ છે તેથી તેનો તે પ્રકારે વ્યવહાર થાય છે.
જ્યારે પ્રાણને આકાશ અસર કરે છે ત્યારે પ્રલય કે મૂછ અર્થાત્ ચેતનવીનતા જન્મે છે. પણ જ્યારે વાયુ ધીમેથી, ઝડપથી કે મધ્યમ રીતે પ્રાણને અસર કરે છે ત્યારે એ રોમાંચ, વેપડ્યું અને સ્વરભેદ એ ત્રણ સાત્ત્વિક ભાવો તરીકે રૂપાંતર પામે છે. જે લોકો ભરતના મતના નિષ્ણાતો છે તેઓ આમ કહે છે.
આ વિષયમાં વિવેક' વ્યાખ્યા(પૃ. ૧૪૪)માં વૃત્તિનો “પ્રાણભૂમિ' એ શબ્દ લઈને વિશેષ ચર્ચા કરવામાં આવી છે. તે આ પ્રમાણે છે. “રતિ(પ્રેમ) વગેરે વિશિષ્ટ ચિત્તવૃત્તિઓ પહેલાં સંવિદના રૂપમાં વિલસે છે. પછી તે પોતાના
સ્વરૂપના આરોપણદ્વારા આત્યંતર પ્રાણોને અસર કરે છે, રંગે છે અને આ એવું કશું નથી જે અસંવેદ્ય(ન સમજાય તેવું) હોય. દા.ત. ક્રોધાવેશમાં અંદર બળતરા ઉપડે છે ને પછી હતાશાથી પરસેવો થાય છે. આ વિચાર મનમાં રાખીને જ હર્ષચરિત'(૧, પૃ. ૧૩)માં બાણભટ્ટે કહ્યું છે કે “પૂર્વ તો અતિ પશ્ચાતુ તૈક્ષત્તિનનું રૂતિ “ અર્થાત્ “પહેલાં તપ ગળી જાય છે (બિનકાર્યક્ષમ બની જાય છે), પછી જ પરસેવાનું જળ શરીરમાંથી ટપકવા માંડે છે.” - જ્યારે કોઈ ભાવ આ રીતે (અવહિત્ય વગેરે વડે) આવી સ્થિતિએ પહોચે
છે ત્યારે એ ભાવ બહાર દેખાતો - પ્રગટ થવારૂપ પરાકાષ્ઠાએ પહોંચતો અટકાવી દેવાય છે. એવું વ્યવહારજગતમાં જોવા મળે છે. દા. ત. પિનમુદ ઈવ ગાથામાં (ઉદા. ૧૭૦, વિવેક પૃ. ૧૪૪). આ ગાથાની સંસ્કૃત છાયા આ પ્રમાણે છે :
प्रियमुखशशाङ्कदर्शनचलितं रतिसागरं प्रियाहृदयम् । गुरसंक्रमरुद्धस्वेदप्रमुखप्रसरमपि खलु न तिष्ठति ॥
૩૪૪