SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકારે ભર્તુહરિના “વૈરાગ્યશતક'માંથી (ઉદા. ૧૨૨), ‘હનુમન્નાટકમાંથી (ઉદા. ૧૨૩), ‘શાકુન્તલ'માંથી (ઉદા. ૧૨૪, ૧૪૨), ‘કુમારસંભવમાંથી (ઉદા. ૧૨૫, ૧૨૬, ૧૩૨, ૧૩૩, ૧૪૫), “રઘુવંશ'માંથી (ઉદા. ૧૩૨, ૧૩૫, ૧૫૭), ઉત્તરરામચરિત'માંથી (ઉદા. ૧૨૭, ૧૪૧, ૧૪૩, ૧૫૪), “શિશુપાલવધ'માંથી (ઉદા. ૧૨૮, ૧૫૦), “માલતીમાધવ'માંથી (ઉદા. ૧૨૯, ૧૪૭), “મહાવીરચરિત'માંથી (ઉદા. ૧૩૪, ૧૩૮, ૧૩૯, ૧૬૫ (વિવેક, પૃ. ૧૪૧), “મુદ્રારાક્ષસ'માંથી (ઉદા. ૧૪૦), “વિક્રમોર્વશીયમાંથી(ઉદા. ૧૪૪), ‘અમરુશતકમાંથી(ઉદા. ૧૦૧), “વેણીસંહાર'માંથી(ઉદા. ૧૪૮), ‘ઉદાત્તરાઘવમાંથી(ઉદા. ૧૬૮, ‘વિવેક', પૃ. ૧૪૧), “કવીન્દ્રવચન'માંથી(ઉદા. ૧૫૨), . સકિતકર્ણામૃત'માંથી(ઉદા. ૧૩૧), ‘દશરૂપક' તથા “અવલોક'માંથી(ઉદા. ૧૩૬, ૧૬૯, ‘વિવેક', પૃ. ૧૪૧) અને “સુભાષિતાવલિ'માંથી(ઉદા. ૧૩૦, ૧૩૭, ‘વિવેક', ઉદા. ૧૬૧) શ્લોકો ઉદ્ધત કર્યા છે. આમ સૂત્ર, વૃત્તિ, વ્યાખ્યા અને ઉદાહરણો વડે અહીં વ્યભિચારી ભાવોનું વિશદ નિરૂપણ કરવામાં આવ્યું છે. સાત્ત્વિક ભાવોનું શ્રીહેમચન્દ્રાચાર્યે કરેલું મૌલિક અર્થઘટન કાવ્યાનુશાસન'ના બીજા અધ્યાયના ત્રેપનમા સૂત્ર(૨.૫૩)માં એટલે કે સળંગસૂત્ર ઓગણએંશી(૭૯)માં શ્રી હેમચન્દ્રાચાર્યે આઠ સાત્ત્વિકભાવોનું નિરૂપણ કર્યું છે. સૂત્ર આ પ્રમાણે છે : स्तम्भस्वेदरोमाञ्चस्वरभेदकम्पवैवाश्रुप्रलया अष्टौ सात्त्विकाः ।। (२.५3) અર્થાત્ “૧. સ્તંભ, ૨. સ્વેદ, ૩. રોમાંચ, ૪. સ્વરભેદ ૫. કંપ, ૬, વૈવર્ણ, ૭. અશ્રુ અને ૮. પ્રલય એ આઠ સાત્ત્વિક (ભાવ) કહેવાય છે.” - શ્રીહેમચન્દ્રાચાર્યે ‘વૃત્તિમાં સૂત્રાર્થ સ્પષ્ટ કરતાં, કેટલાક મહત્ત્વના મૌલિક વિચારો રજૂ કર્યા છે, જે હેમચન્દ્રાચાર્યનું આ ક્ષેત્રે પ્રદાન છે. સત્વ એટલે ‘પ્રાણ' (શક્તિ), કેમ કે એની વ્યુત્પત્તિ છે, સીતિ ગામિન રૂતિ અર્થાત્ એમાં મન બેસે છે. “પ્રાણ'માં સત્ત્વગુણોનો ઉત્કર્ષ હોય છે અને પ્રાણ'માં સ્વભાવસિદ્ધ સાધુતા છે. “ભાવો એ શબ્દ અગાઉના સૂત્રમાંથી લેવો. એ સાત્ત્વિકભાવોનું મૂળ એ “સત્ત્વમાં છે – એટલે કે પ્રાણાત્મક વસ્તુ સત્ત્વ છે. ૫ એ સાત્ત્વિકભાવો, રતિ(પ્રેમ) વગેરે સંવેદનો(માનસિક સ્થિતિઓ) સાથે જોડાયેલા છે, જે સંવેદનો પ્રાણીની ભૂમિમાંથી પ્રસરે છે. તેઓ, આંસું વગેરે (પ્રાણથી)બાહ્ય અને જડસ્વરૂપના ભૌતિક અનુભાવોથી વિલક્ષણ છે. એ માત્ર રતિ વગેરે ૩૪૩
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy