________________
છે ત્યારે ભાવધ્વનિ થાય છે, જેમ કે તિર્ પવર[૦ (વિક્રમોર્વશીય ૫૪.૨) એ પુરુરવાએ ઉચ્ચારેલા શ્લોકમાં વિપ્રલંભશૃંગાર રસ હોવા છતાં પણ વિતર્ક નામક વ્યભિચારીની ચમક્રિયાથી પ્રયોજાતો આસ્વાદાતિશય પ્રાપ્ત થાય છે. લોચન'માં અભિનવગુપ્ત તત્ “ોવશાત્ “યાતે ગોત્રતવિપર્ય છે અને કિાર્ય શતક્ષ્મ: એ ત્રણેયે શ્લોકો, અનુક્રમે, ભાવધ્વનિ, ભાવોદય અને ભાવશબલતાનાં ઉદાહરણો (કાવ્યાનુશાસનમાં ઉદા. ૧૧૭, ૧૧૮, ૧૨૧) તરીકે ઉદ્ધત કર્યા છે. (ધ્વ. આ. ર.૩)
હેમચંદ્રાચાર્ય કહે છે કે વ્યભિચારીઓની સંખ્યા નિયત છે. તેત્રીસની સંખ્યા નિયમરૂપે નિશ્ચિત છે. એટલે બીજા ભાવોનો એ તેત્રીસમાંના કેટલાક ભાવોમાં સમાવેશ થાય છે. તે આવી રીતે - “દંભ'નો “અવહિત્ય'માં, “ઉગ'નો ‘નિર્વેદમાં, ક્ષુધા', ‘તુષ્ણા' વગેરેનો “ગ્લાનિમાં સમાવેશ થશે. આ પ્રમાણે જ બીજા ભાવો પણ સમાવી લેવા. જો કે, કેટલાક વિચારકો કહે છે કે, “આ (તેત્રીસ) જ વ્યભિચારીભાવો (સહચારી ભાવો), વિશેષ પ્રસંગોમાં પ્રયોગમાં દર્શાવવાથી જ, સ્થાયીભાવ ચર્વણાયોગ્ય(આસ્વાદ્ય) બને છે.” વ્યભિચારીભાવોનો તેમના વિભાવો, અનુભાવો સાથે સોદાહરણ પરિચય
શ્રી હેમચન્દ્રાચાર્ય, કાવ્યાનુશાસનના બીજા અધ્યાયનાં જુદાં જુદાં તેત્રીસ સૂત્રોમાં(સૂત્રો ૨૦-પ૨, સળંગ સૂત્રો ૪૬.૭૮) અગાઉ(સૂત્ર ૨.૧૯) ગણાવેલા તેત્રીસ વ્યભિચારી ભાવોમાંથી દરેકના અલગ અલગ વિભાવો તથા અનુભાવો, ઉદાહરણોસહિત, નિરૂપ્યા છે અને એ રીતે કાવ્ય-નાટ્યશાસ્ત્રના અભ્યાસીઓને વ્યભિચારીભાવો વિશે અત્યંત સર્વગ્રાહી માહિતી, સદૃષ્ટાન્ત પૂરી પાડી છે. ગ્રંથકારનો આ અભિગમ ખૂબ જ આવકાર્ય છે. આ પ્રકારે બધા જ વ્યભિચારી ભાવોનું સૂત્ર, વૃત્તિ ને ઉદાહરણ સાથે, દરેક વ્યભિચારીના અલગ અલગ વિભાવો તથા અનુભાવો દર્શાવીને, વિસ્તારથી, વર્ણન કરવાની પદ્ધતિ ધનંજયના દશરૂપક(ચતુર્થ પ્રકાશ)માં પણ પ્રયુક્ત થયેલી જોવા મળે છે અને દશરૂપક તથા અવલોકમાંથી “કાવ્યાનુશાસન'કારને વ્યભિચારીભાવોની વ્યાખ્યાના શબ્દો, વ્યભિચારીઓના વિભાવ-અનુભાવો વિશેની માહિતી તથા સાહિત્યિક ઉદાહરણો મળ્યાં છે એમાં શંકા નથી. ભોજકૃત “સરસ્વતી કંઠાભરણ'માં પણ આવો જ નિરૂપણમાર્ગ અપનાવાયેલો જોવા મળે છે અને “કાવ્યાનુશાસન'કારને એમાંથી ઉપયોગી મદદ મળી છે અને તેમણે વિવેક'માં(પૃ. ૧૪૩) “નાટ્યશાસ્ત્રને પણ ઉપયોગ કર્યો છે. વળી, વ્યભિચારી ભાવોના સોદાહરણ નિરૂપણમાં આપણા
૩૪૨