________________
‘આવેગ’ અને ‘હર્ષ’નું આ શ્લોકમાં કાવ્યાત્મક રીતે સંધાન(સંધિ) થાય છે. પરશુરામના આગમનથી રામને એક બાજુ અનેરી ખુશ થાય છે અને બીજી બાજુ સીતાના આશ્લેષથી અનન્ય હર્ષ થાય છે - એ બે લાગણીઓની સંધિનું આ શ્લોકમાં વર્ણન થયું છે.
‘ભાવસંધિ’માં બે ભાવો સાથે સાથે આવે છે, પણ ‘ભાવશબલતા’માં અનેક જુદા જુદા ભાવો ઝડપથી આવે છે ને જાય છે. આથી કાવ્ય ખૂબ જ સુંદર બને છે. આનું ઉદાહરણ (૧૨૧) હાાર્ય શશલક્ષ્મળ:૦ એ શ્લોક વડે અપાયું છે. પુરુરવા રાજા જે સુંદરીના ઊંડા પ્રેમમાં પડ્યો છે તેને લઈને તેના મનમાં જે વિવિધ, આસ્વાદ્ય ભાવો, એક પછી એક જાગે છે તેનું રમણીય ચિત્ર આ શ્લોકમાં મળે છે. રાજા કહે છે, “ક્યાં આ અનુચિત કાર્ય અને ક્યાં મારો ચંદ્રવંશ (વિતર્ક) ? એ (સુંદરી) ફરી જોવા મળે તો કેવું સારું (ઔત્સક્ય) ! એ દોષોને શાન્ત કરવા માટે શાસ્ત્રાધ્યયન કર્યું છે(મતિ). અરે, ગુસ્સામાં પણ એ (સુંદરી)નું મુખ સુંદર લાગતું હતું (સ્મરણ). મારા આ વર્તનથી પવિત્ર પુરુષો શું કહેશે (શંકા) ? એ સુંદરી તો હવે સ્વપ્રમાં પણ દુર્લભ છે(દૈન્ય). હે મન ! તું ધીરજ ધારણ કર(કૃતિ). કયો યુવાન એવો ભાગ્યશાળી (ધન્ય) હશે જે એ સુદરીના અધરનું પાન કરશે (ચિંતા) ?’’
આ શ્લોકમાં પ્રેમવિહ્વળ રાજાના ચિત્તમાં વિતર્ક, ઔત્સુક્ય, મતિ, સ્મરણ(સ્મૃતિ), શંકા, દૈન્ય, ધૃતિ અને ચિંતા એ આઠ વ્યભિચારી ભાવોનો સંયોગ થયો હોવાથી એ ભાવોની અહીં શબલતા છે. ભાવોદયાદિનો ભાવમાં સમાવેશ છે. ભાવોદય, ભાવશાંતિ અને ભાવશબલતાનાં આ જ ઉદાહરણો મમ્મટે આપ્યાં છે. વ્યભિચારી ભાવોનું સ્વરૂપ
હવે ગ્રંથકાર, ‘વૃત્તિ’માં, વ્યભિચારી ભાવોનું સ્વરૂપ સમજાવે છે અને તેમની સંખ્યા અંગે ટિપ્પણ કરી, મતાન્તરો પર પ્રકાશ પાડે છે.
‘વ્યભિચારી’ એ સંજ્ઞાની સમજૂતી આપતાં ગ્રંથકાર કહે છે કે, વિવિધ રીતે અભિમુખ રહીને, સ્થાયીભાવના કાર્યને મદદરૂપ થઈને તથા પોતાના ધર્મો સ્થાયીને અર્પણ કરીને જે ભાવો (રસોમાં) વિચરણ કરે છે, ફરે છે તે વ્યભિચારીઓ કહેવાય છે. અહીં ‘વ્યભિચારી’ સંજ્ઞા સાથે, અગાઉના સૂત્રમાંથી લઈને ‘ભાવ’ એ સંજ્ઞા જોડવાની છે. આ વ્યભિચારી ભાવ, અભિનવગુપ્ત, ‘લોચન’ (. આ. ૨.૩)માં, કહે છે તેમ, જ્યારે ઉદ્રિક્ત અવસ્થાને પ્રાપ્ત થઈને, ચમત્કારાતિશયનો પ્રયોજક બને
૩૪૧