SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ મોહ(મૂઢતા), ચિન્તા(ધ્યાન), અમર્ષ(બદલો લેવાની ઇચ્છા), ત્રાસ(ચિત્તનું ચમકી ઊઠવું તે), અપસ્માર(આવેશ), નિર્વેદ* (પોતાની અવમાનના), આવેગ(ઉતાવળ), વિતર્ક(સંભાવના), અસૂયા (અક્ષમા) અને મૃતિ (મરણાવસ્થા). આ બધા જ વ્યભિચારી ભાવો સ્થિતિ, ઉદય, પ્રશમ, સન્યિ તથા શબળતારૂપ ધર્મોવાળા હોય છે. રસમીમાંસામાં એ બધાને માટે ભાવસ્થિતિ, ભાવોદય, ભાવપ્રશમ, ભાવસન્ધિ અને ભાવથબલતા એવી સંજ્ઞાઓ છે. શ્રી હેમચન્દ્રાચાર્ય આ પાંચેય પ્રકારોનાં રસિક ઉદાહરણો (૧૧૭ - ૧૨૧), પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાંથી પસંદ કરીને, અહીં (૨.૧૯ની વૃતિમાં), રજૂ કર્યા છે. પ્રથમ ભાવસ્થિતિનું ઉદાહરણ કાલિદાસના વિક્રમોવશય' નાટકના ચોથા અંકમાંથી(શ્લો. ૨) પસંદ કર્યું છે. ખોવાયેલી ઉર્વશીને શોધતો રાજા પુરુરવા અનેક વિતર્કો કરે છે તેનું હૃદયંગમ વર્ણન તિર્થોપવીતિએ શ્લોક(ઉદા. ૧૧૭)માં મળે છે. આ શ્લોક સંબંધી ટિપ્પણમાં ગ્રંથકાર કહે છે કે, “અહીં વિપ્રલંભશૃંગાર(રસ) હોવા છતાં આટલી અધિક વિતર્ક(અટકળ, કલ્પના સંભાવના)ની સ્થિતિ(ભાવસ્થિતિ) તથા ચમત્કૃતિને લીધે રસાસ્વાદમાં અતિશયતા આવી છે.” હવે પછીનો યાતે ત્રિવિર્ય શ્લોક (ઉદા. ૧૧૮) ભાવોદયનું ઉદાહરણ બની રહે છે. “અમરુશતક'ના આ શ્લોકમાં “માન'રૂપ વ્યભિચારી ભાવનો ઉદય (ભાવોદય) સરસ આલેખન પામ્યો છે. પ્રિયતમ સાથે એક જ શય્યામાં સૂતેલી નાયિકા, પ્રિયતમના મુખેથી ભૂલથી નકળી ગયેલું બીજી સ્ત્રીનું નામ(આને સંસ્કૃતમાં “ગોત્રમ્બલન” કે “ગોત્રપર્યાય' કહે છે) સાંભળી, રીસે ભરાય છે(પ્રણયકોપ દાખવે છે) અને પ્રિયતમ સાથે દેખાવની પ્રેમચેષ્ટા કરે છે; પણ મનભરીને, પ્રિયતમનો સંગ માણતી નથી. અહીં નાયિકાની અંદર “માન' રૂપ ભાવનો ઉદય(ભાવોદય) થયો છે તેનું વર્ણન છે. આ શ્લોકમાં નાયિકાનો માનરૂપ(પ્રણયકોપ) ભાવ મુખ્ય બની રહે છે. ભાવપ્રશમ'નું ઉદાહરણ(૧૧૯) અમરુશતકના બીજા એક શ્લોક દૃષ્ટ તોવન વડે અપાયું છે. ભાવપ્રશમને ‘ભાવશાન્તિ' પણ કહે છે. રૂઠેલી નાયિકા પ્રિયતમની નજીક આવતાં ધીમે ધીમે કેવી નરમ પડતી જાય છે અને અંતે તેનો (પ્રણયકોપ) ગુસ્સો કેવી રીતે અદશ્ય થઈ જાય છે તેનું કળાત્મક, કાવ્યાત્મક વર્ણન કવિએ આ શ્લોકમાં કર્યું છે. આ શ્લોકમાં “માન (પ્રણયકોપ)રૂપ ભાવનો પ્રશમ આસ્વાદ્ય બન્યો છે. “ભાવસન્ધિ'નું ઉદાહરણ (૧૨૦) ભવભૂતિના મહાવીરરચિત(૨.૨૨)ના ત્મિસ્થ એ શ્લોક વડે અપાયું છે. બે ભાવો - ૩૪૦
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy