SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યભિચારી ભાવો કહેવામાં આવે છે, કેમ કે વિભાવાદિથી પૂરેપૂરો ખીલવવામાં આવે તે જ ખરો સ્થાયી ભાવ છે. દાખલા તરીકે, રાવણની સીતા પ્રત્યેની રતિ, પરસ્પરના અનુરાગનો અભાવ હોવાથી, વ્યભિચારીરૂપ જ છે, કારણ કે એ સ્થાયીની (વિકાસ)કક્ષાએ કદી પણ પહોંચતી નથી. એવી જ રીતે, ગુરુ, સ્વજન તેમ જ પરિજન(નોકર) પ્રત્યે આપણો પ્રેમ(રતિ) કેવળ ભાવ જ છે. શૃંગાર તેમ જ વીરરસમાં ક્રોધ વગેરે પણ વ્યભિચારી ભાવ જ છે. એવું જ બીજા (સ્થાયી) ભાવો માટે પણ માનવું. પણ “શમ સ્થાયી ભાવ ક્યાંક અપ્રધાન હોય તો પણ તે કદી વ્યભિચારી નથી મનાતો, કેમ કે એ સ્વાભાવિક રીતે જ બધા સ્થાયી ભાવોનું મૂળ(પ્રકૃતિ) છે.” ‘શમ' એ બધા સ્થાયીઓમાં સૌથી વધુ સ્થાયી(થાયિતમ) છે કારણ કે એ બધા સ્થાયીઓનું મૂળ(પ્રકૃતિ) છે એ દર્શાવવા માટે ગ્રંથકારે વૃત્તિમાં પ્રવૃતિત્વેને સ્થાયિતત્વમ્' એ શબ્દો વાપર્યા છે. એટલે જ, એ વિષયની સ્પષ્ટતા કરવા માટે ગ્રંથકારે “વિવેક'(પૃ. ૧૨૬)માં આ જ શબ્દો લઈને પૂરક માહિતી આપી છે. ત્યાં કહ્યું છે કે, “રતિ વગેરે પોતપોતાનાં જુદાં જુદાં કારણોના ઉદય અને પ્રલયથી ઉત્પન્ન થાય છે અથવા રોકાય છે અને આત્મારૂપી સ્થાયિભિત્તિ પર આશ્રિત થઈને, વ્યભિચારીઓની અપેક્ષાએ કંઈક વધારે સમય રહેતાં “સ્થાયી' કહેવાય છે. પણ તત્ત્વજ્ઞાન તો બીજા બધા (રત્યાદિ) સ્થાયી ભાવોનું આશ્રયસ્થાન (ભિત્તિસ્થાનીય) છે. તથા બધા સ્થાયી ભાવો કરતાં સ્થાયિતમ (સૌથી વધુ સ્થાયી) છે અને રતિ વગેરે બધી સ્થાયી ચિત્તવૃત્તિઓને વ્યભિચારીભાવ બનાવી દે છે તેથી તે સ્વભાવતઃ સિદ્ધ સ્થાયી ભાવરૂપ છે.”૬૩મ તેત્રીસ વ્યભિચારી ભાવો બીજા અધ્યાયના ઓગણીસમા સૂત્ર(સળંગ સૂત્ર ૪૫)માં ગ્રંથકાર તેત્રીસ (ત્રયત્રિંશ) વ્યભિચારીભાવો ગણાવે છે. તે ભાવો આ પ્રમાણે છે : ધૃતિ(સંતોષ), સ્મૃતિ(સ્મરણ), મતિ(અર્થનિશ્ચય), બ્રીડા(લજજા), જાડ્ય(જડતા, વસ્તુને સમજવાની અસમર્થતા), વિષાદ (મનનું દુઃખ), મદ, વ્યાધિ (મનનો સંતાપ), નિદ્રા, સુખ(ગાઢ નિદ્રા), સુક્ય (અધીરાઈ), અવહિત્ય(મનના ભાવ છુપાવવા તે), શંકા (અનિષ્ટની કલ્પના), ચપલતા (ચિત્તની ચંચળતા), આલસ્ય(પુરુષાર્થોમાં મન ન લાગવું તે, આળસ), હર્ષ(મનની પ્રસન્નતા), ગર્વ(બીજાનું અપમાન), ઔય (ઉગ્રતા, ચંડતા), પ્રબોધ(નિદ્રાનો અભાવ, જાગૃતિ), ગ્લાનિ (શક્તિનો હાસ), દૈન્ય (જોમની કમી), શ્રમ (ખેદ, થાક), ઉન્માદ(ચિત્તની વ્યાકુળતા), ૩૩૯
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy