SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ રસ બધા માણસોના અનુભવની મર્યાદામાં ભલે ન આવતો હોય, પણ એટલા કારણથી જ, શાન્તરસનો ઇનકાર ન થઈ શકે, કારણ કે, શાન્તરસ તો અસામાન્ય અને મહાન પુરુષોની ચિત્તવૃત્તિનું ખાસ લક્ષણ છે. આ શબ્દો આનંદવર્ધનના છે(જુઓ ધ્વન્યાલોક ૩.૨૬ની વૃત્તિ). નવ સ્થાયી ભાવો હવે ગ્રંથકાર નવ રસોના નવ સ્થાયી ભાવોનું નિરૂપણ કરે છે(સૂત્ર ૧૮, અધ્યાય ૨, સળંગ સૂત્ર ૪૪) : . રતિહાસશોધોત્સાહમયગુપ્તાવિમરી: થાય: ભાવ: I (૨.૧૮) અર્થાત્ “રતિ, હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા, વિસ્મય અને શમ (એ નવ) સ્થાયી ભાવો કહેવાય છે.” જે માનવહૃદયમાં અવ્યક્ત તથા અવિચ્છિન્ન એટલે કે સ્થાયી રીતે, વાસનારૂપે રહેલા હોય છે તે સ્થાયી ભાવો કહેવાય છે. સૂત્ર(૨.૧૮) પરની વૃત્તિમાં ગ્રંથકાર સૌપ્રથમ ભાવની સમજૂતી આપે છે : લૌકિક વ્યવહારમાં અથવા રોજિંદા જીવનમાં જે ચિત્તવૃત્તિઓ બીજાઓ વડે આસ્વાદ્ય થઈ શકતી નથી તે જ ચિત્તવૃત્તિઓ, કાવ્યના ક્ષેત્રમાં અલૌકિક વાચિક, આંગિક અને સાત્ત્વિક અભિનય તથા વિભાવસામગ્રી વડે, પોતાની જાતને આસ્વાદ્ય બનાવે છે(માવત્તિ) અથવા સામાજિકના મનને આવરી લે છે(બાવન) એ કારણથી ભાવો કહેવાય છે. ભરતમુનિએ પણ કહ્યું છે કે વિભાવાદિ વડે નિષ્પાદિત થતો જે અર્થ અનુભવથી પમાય છે અને જે વાચિક, આંગિક અને સાત્ત્વિક અભિનયોથી મુક્ત થાય છે તે ભાવ કહેવાય છે. વળી, વાચિક, આંગિક અને સાત્વિક અભિનય વડે કાવાર્થનું ભાવન કરાવે છે માટે ભાવ” કહેવાય છે. અભિનવગુપ્ત કહે છે કે અહીં અનાદિ સમયથી કવિની અંદર સંસ્કારરૂપે રહેલો ભાવ એમ સમજવાનું છે, લૌકિક ભાવ નહીં. એ સંસ્કારરૂપ ચિત્તવૃત્તિનું ભાવન કરાવે, એટલે કે, તેમને આસ્વાદયોગ્ય બનાવે તે “ભાવ”. - આવા ભાવો ૧. સ્થાયી ભાવો અને ૨. વ્યભિચારી ભાવો એમ બે પ્રકારના છે. ઉપરની સમજૂતી સ્થાયી ભાવો તથા વ્યભિચારી ભાવો બન્નેને લાગુ પડે છે. આમાંથી સ્થાયી ભાવો આટલા (નવ) જ છે અને તે રતિ વગેરે ઉપર જણાવ્યાં તે વિવિધ નામોથી ઓળખાય છે.
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy