SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વજ્ઞાનનિષ્ઠ, અતિથિનો આદર કરનાર અને શ્રાદ્ધ કરીને દાનમાં દ્રવ્ય આપનાર ગૃહસ્થ હોય તોપણ મુક્તિ પામે છે.” (અવતરણ ૪૬ ‘વિવેક' પૃ. ૧૨૩) એટલું ખરું કે, ધર્મને કારણે પોતાનું શરીર, ત્યાગરૂપે અર્પી દેનાર અને બીજાનું ભલું કરવાની જ ભાવના રાખનાર, બોધિસત્ત્વો તથા તત્ત્વજ્ઞાનીઓ, પોતાનાં સત્કર્મોને અનુરૂપ, બીજો દેહ, ફરીથી મેળવે છે. અંગમાં પણ, સ્વભાવના ઔચિત્યને કારણે, વિશ્રાન્તિલાભ જોવા મળે છે, જેમ કે, પિતાની આજ્ઞાનું પાલન કરતા રામનો વીરભાવ અંગરૂપે પણ આસ્વાદ આપે છે. એવું જ શૃંગાર વગેરે અંગો)માં પણ માનવું. આ કારણથી જ શાન્તરસ સ્વભાવથી પ્રધાન હોવા છતાં પણ એ અપ્રધાન હોય છે. જીમૂતવાહનની બાબતમાં તો, પરોપકારપ્રધાન ત્રિવર્ગ(ધર્મ, અર્થ અને કામ)ની પ્રાપ્તિ જ ફળરૂપે હોવાથી. શાન્તરસ છે, છતાં મુખ્ય નથી. એ સ્પષ્ટ છે કે “નાગાનંદ' નાટકમાં ઉત્સાહ પ્રધાન છે અને દયા એનું લક્ષણ છે. એટલે “નાગાનંદ'ને મુખ્ય રસ દયાવીર છે અને બીજી ચિત્તવૃત્તિઓ, યથાયોગ્ય રીતે, આ મુખ્ય રસના વ્યભિચારીભાવો તરીકે આવે છે. આથી જ, જે કેટલાક લેખકોએ (દા. ત. ધનંજયે, તેમના “દશરૂપક (૨.૪પ)માં જીમૂતવાહનને ધીરોદાત્ત નાયક ઠેરવ્યો છે તે વાત ટકી શકતી નથી. જો કે, શાન્તરસની એવી અંતિમ દશા ન નિરૂપવી જેમાં બધી જ ચેષ્ટાઓ (અનુભાવો) અટકી ગઈ હોય - કેમ કે એવા શાન્તરસની પ્રતીતિ જ નથી થઈ શકતી. શંગાર(કરુણ) વગેરેની પણ અંતિમ સ્થિતિ વર્ણનીય હોતી નથી જ. પણ પૂર્વ દશામાં તો, પતંજલિએ યોગમૂત્ર(૩.૧૦ અને ૪.૨૭)માં વર્ણવ્યું છે તેમ (વિવેક, પૃ. ૧૨૩, અવતરણ-૪૭, ૪૮), જનક રાજા વગેરે ખરેખર શાન્ત પુરુષોમાં પણ યમ, નિયમ વગેરે ચેષ્ટાઓ તેમ જ રાજ્યની ધુરા વહન કરવી વગેરે પ્રકારની પ્રવૃત્તિઓ જોઈ શકાય છે જ. એટલેશાન્તરસ, બહારથી દેખી શકાય તેવાં ચિહ્નોથી (અનુભાવોથી) અને યમ, નિયમ વગેરેની વચ્ચે સંભાવિત થતા (કલ્પી શકાતા) ઘણા વ્યભિચારી ભાવોથી ખરેખર પ્રતીત થાય છે. અહીં કોઈ એમ કહે કે શાન્તરસ ભલે (પ્રતીત થતો) હોય, પણ તે બધાની પ્રશંસાને પાત્ર નથી થતો. તેથી તે સ્વીકાર્ય નથી. આના જવાબમાં અમે કહીશું કે, વીતરાગી માણસોને શૃંગારરસ પ્રશંસનીય લાગતો નથી તેથી, તમારી દલીલ પ્રમાણે તો, એ (શૃંગાર) પણ રસ તરીકે અમાન્ય થઈ જશે. “મુદો આ છે શાન્ત ૩૩૫
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy