SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ આપણે પાષાણ(પથ્થર) બની જઈએ એવી સંકટભરી સ્થિતિ સરજાય. તેથી જ જેણે આત્મજ્ઞાન મેળવ્યું છે તેને પોતાના સ્વાર્થ માટે કશું કરવાનું હોતું નથી. એટલે જ, એવા શાન્ત હૃદયવાળા પુરુષો, પોતાના દેહસહિત, પોતાનું સર્વસ્વ, પરોપકારને માટે આપી દે તે શાસ્ત્રવિરુદ્ધ નથી, પણ શાસ્ત્ર અનુસાર છે. કારણ, માત્માનં પત્ અર્થાત્ “પોતાની જાતનું જતન કરવું એ (ગૌતમ ધર્મસૂત્ર ૯.૩૫) શાસ્ત્રનાં વચનો વડે તો જે અકૃતકૃત્ય હોય (જેમને આત્મબોધ ન થયો હોય) તેમને માટે શરીરના રક્ષણનો ઉપદેશ કરવામાં આવ્યો છે(કારણ, શરીરનું ચતુર્વર્ગ માટે જતન કરવાનું છે. પણ આત્મજ્ઞાની સંન્યાસીઓ માટે તો શરીરના રક્ષણનું કંઈ મહત્ત્વ કે પ્રયોજન નથી. જેમ કે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થોની રક્ષાનું સાધન પ્રાણી છે. એ પ્રાણોનો ઘાત કરનાર શાનો ઘાત નથી કરતો? (અ) તે પ્રાણોનું રક્ષણ કરનાર શાનું રક્ષણ નથી કરતો ? (અવતરણ૪૫, “વિવેક' પૃ. ૧૨૨). આ અવતરણ-શ્લોકમાં અતિશય પ્રસિદ્ધ ચતુર્વર્ગ(ચાર પુરુષાર્થો)ના સાધન તરીકે શરીર કે જીવનની રક્ષા કરવાનું કારણ કહ્યું છે. પણ, આત્મજ્ઞાની (કૃતકૃત્ય)ને માટે તો સંન્યાસીપણામાં જ બધું જ સિદ્ધ થઈ જાય છે, જેમ કે “સત્વે શ્વષે વા પત્' (જળમાં, અગ્નિમાં કે વહેળામાં પડતું મૂકવું એમ કહેવાયું છે જ. એટલે કોઈ પણ રીતે જો શરીર ત્યજવાનું જ હોય તો બહેત્તર છે કે એ શરીરનો બીજાના ભલા માટે ત્યાગ કરવામાં આવે. જો કોઈ કહે કે શ્રીહર્ષના નાગાનંદ' નાટકનો નાયક જીમૂતવાહન એ કંઈ યતિ(સંન્યાસી) નથી. અર્થાત્ એણે બધી વસ્તુનો ત્યાગ કર્યો નથી. પણ, તેથી શું? કારણ કે, જીમૂતવાહન અવશ્ય તત્ત્વજ્ઞાની પુરુષ છે. અન્યથા, બીજાને ખાતર (દેહનો)ત્યાગ કરવો એ જ અસંભવિત છે. યુદ્ધમાં પણ વીર(યોદ્ધો) પોતાનો દેહ ત્યજવા માગતો નથી, કેમ કે એ તો બીજા યોદ્ધાને હરાવવાની ઇચ્છાથી જ પ્રવૃત્તિ કરતો હોય છે. ભૃગુપતન વગેરેમાં પણ બીજો, વધારે સારો(શુભતર) દેહસંપાદિત કરવાની ઇચ્છા અધિક દેખાય છે. એટલે દાનથી માંડીને શરીરનો ત્યાગ કરવા સુધીનાં જે જે કાર્યો આત્મજ્ઞાનીઓ કરે છે તે બધાં જ કાર્યો ગૃહસ્થો કે સામાન્ય માણસો પણ સ્વાર્થની ભાવના વિના અને પારકાનું હિત કરવાની ભાવનાથી કરે તો તેઓ પણ તત્ત્વજ્ઞાની જ છે. મૃતિઓમાં તથા શ્રુતિમાં કહ્યું છે કે, “જે માણસે તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેને બધા જ આશ્રમોમાં મુક્તિ મળે છે. જેમ કે, કહ્યું છે કે, “દેવપૂજામાં સદા રત રહેનાર, ૩૩૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy