SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દોથી કહેવાતી ચિત્તવૃત્તિઓ, કવિઓની કળા અને નટોના અભિનય-વ્યાપાર વડે, તે પ્રકારના સંવેદનશીલ હૃદયવાળા(હૃદય સંવાદવાળા) સામાજિકો(ભાવકોપ્રેક્ષકો)ના સંબંધમાં, શૃંગાર વગે૨ેરૂપે રસત્વ પામે છે તેમ જ ‘મોક્ષ’ નામક સર્વોચ્ચ પુરુષાર્થને યોગ્ય ‘શમ’ રૂપ ચિત્તવૃત્તિ પણ રસપણું પામે છે. ર ફોડ પાડીને વાત કરીએ તો, લૌકિક કે અલૌકિક ચિત્તવૃત્તિઓનો આ સમસ્ત સમુદાય, તત્ત્વજ્ઞાન સ્વરૂપ આ ‘શમ’ સ્થાયી ભાવના વ્યભિચારી રૂપ બની જાય છે; અને એના અનુભાવો, યમ, નિયમ વગેરેથી ઉપકૃત થયેલા અનુભાવો છે અને પરમેશ્વરનો અનુગ્રહ(કૃપા) વગેરે એના વિભાવ છે; અને તરત જ પૂરેપૂરા વિનષ્ટ થનારા રતિ વગેરે પણ અહીં(શાન્તરસમાં) આસ્વાદાય છે. ફક્ત એટલું જ કે જેમ વિપ્રલંભશૃંગારમાં અથવા સંભોગશૃંગારમાં, તાપસવત્સરાજ(૧.૧૪)માં ‘પ્રેમાસમાતોત્સવમ્’ વગેરેમાં કહ્યું છે તે પ્રમાણે, ઔત્સુકય; રૌદ્રરસમાં ઔગ્ય(ઉગ્રતા); કરુણ, વીર, ભયાનક અને અદ્ભુત રસમાં અનુક્રમે નિર્વેદ, ધૃતિ, ત્રાસ અને હર્ષ - આ બધા જો કે વ્યભિચારીભાવો છે છતાં તે સર્વ ભાવો પ્રધાનપણે પ્રતીત થાય છે. તેવી જ રીતે, શાન્તરસમાં પણ જુગુપ્સા વગેરે પ્રધાનપણે પ્રતીત થાય છે, કેમ કે, તે (જુગુપ્સા વગેરે) પ્રેમ(રાગ)ના પૂરેપૂરા વિરોધી ભાવો છે. જે લોકો પોતાના આત્મામાં જ કૃતકૃત્ય(કૃતાર્થ, સંતુષ્ટ) છે તેમનો બીજાનું ભલું કરવામાં જ ઉદ્યમ(પ્રયત્ન) હોય છે. તેથી તેમનો ઉત્સાહ, પરોપકારેચ્છા અને દયાથી વિશિષ્ટ હોય છે અને તેમનો ઉત્સાહ બીજાને મદદ કરવાના પ્રયત્નોનું રૂપ લે છે. આથી જ કેટલાક એને દયાવી૨ અને કેટલાક ધર્મવીર નામથી ઓળખે છે. જો કોઈ એમ કહે કે ‘ઉત્સાહ’ તો અહંકાર-પ્રધાન હોય છે, જ્યારે ‘શાન્ત તો અહંકારની શિથિલતારૂપ છે - પણ, તેથી શું ?વિરુદ્ધભાવોનું પણ વ્યભિચારીરૂપે વર્ણન અનુચિત નથી. ‘રતિ’(પ્રેમ)માં જેમ નિર્વેદ વગેરે વિરોધી ભાવ, વ્યભિચારીરૂપે વર્ણન પામે છે તેમ. વળી, ‘શય્યા શાવ્રુતમ્’ એ ‘નાગાનંદ’ નાટકનો જાણીતો શ્લોક(૪.૨, કા. અ. શા. પૃ. ૨૪૪) વર્ણવે છે તેમ ‘વનમાં વસવામાં લીલા ઘાસની શય્યા‚ પવિત્ર શિલાનું આસન, ઝાડની છાયામાં રહેઠાણ વગેરે બધો જ વૈભવ વગર માગ્યે મળી રહે છે પણ ત્યાં યાચકો મળવા મુશ્કેલ છે; તેથી પરોપકાર કરવાની તક ન મળતાં સજ્જનોનું જીવન વૃથા પસાર થાય છે.’ આ શ્લોકમાં પરોપકારેા માટેનો ઉત્સાહ પ્રકર્ષે પહોંચેલો જોવા મળે છે. વસ્તુતઃ, ઉત્સાહશૂન્ય કોઈ જ અવસ્થા હોતી નથી. ઇચ્છા અને પ્રયત્ન વિના તો ૩૩૩
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy