________________
આ રીતે, અમંગલ હોવા છતાં નિર્વેદને, ભરતમુનિએ, વ્યભિચારી ભાવોની યાદીમાં પ્રથમ સ્થાને મૂકીને, તેને સ્થાયી ભાવનો દરજ્જો દર્શાવ્યો છે એમ જે કહેવામાં આવે છે, તેને રદિયો આપવામાં આવે છે અને વધુ સ્પષ્ટતા કરીએ તો, આ નિર્વેદ કયા પ્રકારનો છે ? દારિદ્ર એટલે કે ગરીબી વગેરેથી ઉત્પન્ન થયેલો આ નિર્વેદ છે કે પછી તત્ત્વજ્ઞાનમાંથી જન્મેલો નિર્વેદ છે ? આમાંથી પ્રથમ પ્રકારનો નિર્વેદ તો શોકના પ્રવાહના પ્રસારરૂપ ચિત્તવૃત્તિ વિશેષ છે અને એને, હવે પછી, વ્યભિચારી ભાવ ગણવામાં આવશે. હવે જો તત્ત્વજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલા નિર્વેદને શાન્તરસનો સ્થાયી ભાવ ગણીશું તો એનો વિભાવ (કારણ) પણ, તત્ત્વજ્ઞાન જ થશે. પણ તત્ત્વજ્ઞાન કે જે વૈરાગ્ય વગેરેમાંથી ઉત્પન્ન થાય છે તે વિભાવ કેવી રીતે થઈ શકે ? તમે કહેશો કે એ નિર્વેદનું કારણ છે તેથી; પણ તો તો, એક કારણનું કારણ પાછું કારણ બને; જે આપત્તિરૂપ પ્રસંગ બનશે.
વસ્તુતઃ, નિર્વેદ એ તો સર્વત્ર અનુપાદેયતાની બુદ્ધિવાળો છે અને તે વૈરાગ્ય સ્વરૂપ છે. તત્ત્વજ્ઞાનનો તો એ ઊલટાનો ઉપાયરૂપ(સાધનરૂ૫) છે. વિરક્ત માણસ જ એવી રીતે પ્રયત્ન કરે છે જેથી તેની અંદર તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થાય. અને તત્ત્વજ્ઞાનથી મોક્ષ મળે છે; નહિ કે તત્ત્વને જાણીને માણસને નિર્વેદ થાય છે. તમે કહેશો કે તત્ત્વજ્ઞાનીને અર્થાત્ તત્ત્વના જાણનારમાં, હમેશાં વૈરાગ્ય વધારે ને વધારે દઢ થતું જોવા મળે છે. (તો એનો જવાબ છે-) હા, એમ જ બને છે. એવું વૈરાગ્ય તો “જ્ઞાનની પરાકાષ્ઠા છે - જ્ઞાનસ્થવ પરાઠા ! (વ્યાસભાષ્ય, યોગસૂત્ર ૧.૧૬). આથી , નિર્વેદ એ શાન્તરસનો સ્થાયી થઈ શકે નહીં.
અને જે સમ્યગુજ્ઞાનની વાત, વ્યભિચારી ભાવોની વ્યાખ્યા કરતી વખતે (કાવ્યાનુશાસન ૨.૪૮;'વિવેક' પૃ. ૧૩૯) વૃથા સુધોડનáાન એ ઉદાહરણ (કાવ્યાનુશાસન, પૃ. ૧૩૯,'વિવેક'માં ઉદા. ૧૬૧) લઈને કરીશું તે સમ્યજ્ઞાન તો, જગતના અનુભવોના ભ્રામક સ્વરૂપને દૂર કરતું સાચું જ્ઞાન છે જે નિર્વેદ અથવા સંસારથી વિરક્તિનું કારણ છે; એ નિર્વેદ ખેદરૂપ ભાવ છે. આથી, શમ એ જ શાન્તરસનો સ્થાયી થવા યોગ્ય છે.
વળી, “શ” (સ્થાયી ભાવ) અને “શાન્ત” (રસ) એ બંને એકબીજાના પર્યાયો માનવાના નથી, જેમ હાસ(સ્થાયી ભાવ) અને ‘હાસ્ય” (રસ) એ બે છે તેમ.કેમ કે,
શી” અને “શાન્ત’ બન્ને ખરેખર જુદા છે: “શમ' (સ્થાયી) એ સિદ્ધ છે, “શાન્ત'(રસ) એ સાધ્ય છે; “શ” એ લૌકિક છે. “શાન્ત' અલૌકિક છે; “શી” એ સાધારણ છે, “શાન્ત’ અસાધારણ છે. જેમ “કામ” વગેરે પુરુષાર્થને યોગ્ય “રતિ વગેરે
૩૩૨