________________
એટલે કે, “તૃષ્ણાઓનો અર્થાત્ વિષયાભિલાષાઓનો ક્ષય અર્થાત્ બધી તરફથી નિવૃત્તિરૂપ નિર્વેદ તે જ સુખ; સ્થાયીભૂત એવા તે તૃષ્ણાક્ષયનો જે પરિપષ રસ્યમાન થાય તે રીતે કરાયો હોય તે જેનું લક્ષણ છે તે શાનરસ પ્રતીત થાય છે જ. સ્વાનુભવથી પણ ભોજન વગેરે બધા જ વિષયોની ઇચ્છાઓના પ્રસરણની નિવૃત્તિના સમયે સંભવિત પણ કરાય છે.” પછી અભિનવગુપ્ત કહે છે કે, ““સર્વચિત્તવૃત્તિપ્રશમ” એ જ શાન્તરસનો સ્થાયી ભાવ છે એમ કેટલાક માને છે. પણ તૃષ્ણાક્ષયને જ્યારે “ઇચ્છાઓના અત્યંત અભાવ” તરીકે ઘટાવવામાં આવે છે ત્યારે તેનો અર્થ એ થાય છે કે ચિત્તની વૃત્તિઓનો સદંતર અભાવ છે. એટલે એ ભાવ જ નહિ કહેવાય(કેમ કે ભાવ તો હકારાત્મક મનોવૃત્તિ છે); પણ જો બધી ઇચ્છાઓની નિવૃત્તિ’ તરીકે એને ઘટાવશો તો તે અમારા મતે સ્વીકાર્ય છે(કારણ, એથી તૃષ્ણાથી ભિન્ન કોઈક ચિત્તવૃત્તિનો એમાં સ્વીકાર છે). આવો શાન્તનો સ્થાયી હોઈ શકે. વળી ભરતમુનિએ પણ નાટ્યશાસ્ત્ર(૧.૧૦૬)માં ‘ક્યાંક શમ” (“વિચ્છમ') એ વચનમાં, ‘શમ'નો સ્વીકાર કર્યો જ છે. શ્રેવિવેક' વ્યાખ્યા(પૃ. ૧૨૧-૧૨૪)માં પ્રસ્તુત થયેલી શાંતરસ સંબંધી ચર્ચા
શ્રી હેમચન્દ્રાચાર્ય “શમને શાંતરસનો સ્થાયી ભાવ ગણે છે અને એ શમ, તુણાક્ષયરૂપ છે એમ કહે છે. તેથી, તેઓ વિવેક વ્યાખ્યામાં, અભિનવગુપ્તના વિચારોનું સંકલન કરી, વિશેષ માહિતી પ્રસ્તુત કરે છે.” “વિવેકીમાં “તૃષ્ણાક્ષય ઇતિ' એ શબ્દોથી શરૂ થતી ચર્ચા આ પ્રમાણે છે –
શમ એ આત્મસ્વરૂપ છે; તૃષ્ણા એટલે કે બધી વિષયાભિલાષાઓનો પૂરેપૂરો ક્ષય થતાં શમ એટલે કે આત્માનું મૂળ સ્વરૂપ રહે છે. મુદ્દો એ છે કે, ભય, રતિ વગેરેની કાળી, કલુષિત કરતી રંગ-છાયામાં ખરડાયા વિનાના આત્માનું સ્વરૂપ, છૂટાં છૂટાં પરોવેલાં અશ્વેત રત્નોની વચ્ચેના ભાગમાં રહી, ચમકી ઊઠતા વધારે સફેદ સૂત્ર (દોરા) જેવું હોય છે. એ આત્મા રતિ વગેરે વિવિધ ભાવોના રૂપ ધારણ કરે છે. કેમ કે બધી જ ચીજ એને રંગ લગાડે છે. પણ એ આત્મા. એ બધી જ ચીજોની વચ્ચેથી પણ પ્રકાશી ઊઠે છે - “આ આત્મા એકવાર પ્રકાશી ઊઠે પછી તે હમેશાં પ્રકાશતો જ રહે છે એ ન્યાયે.
આત્માથી વિમુખ કરતી સમગ્ર દુઃખજાળથી એ આત્મા મુક્ત હોય છે અને પરમોચ્ચ આનંદના સાક્ષાત્કારથી પૂર્ણ અખંડ ચેતના સાથે એ એકરૂપ હોય છે અને સહૃદયના હૃદયને એ પરમોચ્ચ આનંદ સાથે સંવાદી બનાવે છે.
૩૩૧