________________
ચર્ચા કરતાં, અભિનવગુપ્ત રતિ, ક્રોધ, ઉત્સાહ અને શમ એ ચાર પ્રમુખ ચિત્તવૃત્તિઓનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, આ ચાર ચિત્તવૃત્તિઓ, જીવનના ચાર પુરુષાર્થો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સાથે જોડાયેલી છે. આ રીતે, શમરૂપ ચિત્તવૃત્તિ મોક્ષ સાથે જોડાયેલી છે અને તે મોક્ષનું મૂળ કારણ બને છે. આજ શમરૂપ ચિત્તવૃત્તિ, ફરી પાછી, અભિનવગુપ્તદ્વારા થયેલી શાન્તરસની ચર્ચામાં સ્થાન પામે છે. કેમ કે એ ચર્ચામાં અભિનવગુપ્ત, શાન્તરસના સ્થાયી ભાવ તરીકે શમને ગણાવે છે અને તેનો મોક્ષ સાથે સંબંધ છે; એના વિભાવો તત્ત્વજ્ઞાનાદિ છે, અનુભાવો યમ-નિયમ આદિ છે, અને વ્યભિચારીભાવો નિર્વેદ વગેરે છે. તૃષ્ણાય” છે? | ‘વિવેકમાં મળતી ચર્ચાનો અર્થ સમજીએ તે પહેલાં આપણે, જે સંદર્ભમાં અભિનવગુપ્ત શાન્તરસ વિશેના પોતાના વિચારો માંડે છે તે સમજી લઈએ. ધ્વન્યાલોક(૩.૨૬ની વૃત્તિ)માં આનંદવર્ધને શાન્તરસની વિચારણા કરી છે તેના ઉપર, પોતાની “લોચન' ટીકામાં સૌપ્રથમ અભિનવગુપ્ત શાન્તરસનો પ્રશ્ન હાથ ધર્યો છે. આમ, આનંદવર્ધને શાન્તરસની જે વિભાવના રજૂ કરી છે તેમાં આવતા ‘તષ્ણાલય' શબ્દના ચોક્કસ અર્થને સ્પષ્ટ કરવા માટે અભિનવગુપ્ત “લોચનમાં પોતાના વિચારો રજૂ કર્યા છે. આનંદવર્ધને શાન્તરસ વિશે આ પ્રમાણે વાત કરી છે : शान्तश्च तृष्णाक्षयसुखस्य यः परितोषस्तल्लक्षो रसः प्रतीयत एव । तथा चोक्तम -
यच्च कामसुखं लोके यच्च दिव्यं महत्सुखम् ।
तृष्णाक्षयसुखस्यैते नार्हतः षोऽशी कलाम् ॥ એટલે કે, “તૃષ્ણાક્ષયથી ઉત્પન્ન થતા સુખનો જે પરિપષ, તે જેનું લક્ષણ છે એવો શાંતરસ પ્રતીત થાય જ છે. માટે જ કહ્યું છે કે, આ લોકમાં જે કામસુખ છે તેમ જ જે દિવ્ય મહાન સુખ છે તે બન્ને તૃણાલયથી નીપજતા સુખના સોળમાં ભાગની પણ બરાબર નથી.” (આમ શાન્તરસ છે જ.)'
આનંદવર્ધને પ્રયોજેલા ‘તૃષ્ણાલય' એ શબ્દ વિશે સમજૂતી આપતાં અભિનવગુપ્ત કહ્યું છે કે, 'તૃMાનાં વિષયામના પાનાં : ક્ષયઃ સર્વતો નિવૃત્તિરૂપો निर्वेदः तदेव सुखं तस्य स्थायिभूतस्य यः परिपोषः रस्यमानताकृतस्तदेव लक्षणं .. यस्य स शान्तो रसः । प्रतीयत एव । स्वानुभवेनापि निवृत्तभोजनाद्यशेषविषयेच्छाप्रसरत्वकाले संभाव्यत एव ।
૩૩૦