SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ ધર્મવીર તથા શાન્તને એક જ માને તો તો આપણે વીર અને રૌદ્રને પણ એક ગણવા પડશે. “વિવેક'માં આ અંગે સ્પષ્ટતા કરતાં ગ્રંથકાર કહે છે કે, ધર્મવીર તથા શાન્ત તો એકબીજાથી તદ્દન જુદા છે - ધર્મવીર ઇહામય તેમ જ અહંપ્રધાન છે, શાન્ત નિરીહ છે. છતાં પણ, જો તે ધર્મવીર અને શાન્તને એક માનવાનો આગ્રહ રખાય તો પછી રૌદ્ર અને વીર જે તદન વિરોધી નથી - બન્નેમાં ધર્મ, અર્થ અને કામનું ઉપાર્જન સમાનરૂપે છે. તેમને એક કેમ ન માનવા? (જુઓ ધ્વન્યાલોક ૩.૨૬ પરની વૃત્તિ તથા તેના પરની લોચન ટીકા) અલબત્ત, ધર્મવીરરસના નાયકનું ચરિત્ર જો એવું ઉત્તમ અને ઉન્નત હોય કે જેથી તે અભિમાન - અહંકારથી પૂરેપૂરો મુક્ત થઈ ગયો હોય અને શાંતતામય બની ગયો હોય તો આપણે જરૂર કહીશું કે એવો નાયક હવે ધર્મવીરરસનો નાયક નથી, પણ શાન્તરસનો જ નાયક છે. પણ જો એ નાયક અભિમાનાદિથી મુક્ત ન હોય તો તે જરૂર ધર્મવીરને જ નાયક રહેશે. આવી વ્યવસ્થા કરીએ તો તેમાં કોઈ જ વિરોધ જણાશે નહીં. આમ નવેય રસો એકબીજાથી સ્વતંત્ર છે અને શાંતરસ નામનો નવમો રસ એ સ્વતંત્ર રસ છે એમ માનવું જોઈએ. શાંતરસના સ્થાયી ભાવ અંગે પણ મતભેદ છે. મમ્મટ અને બીજા લેખકો નિર્વેદને શાંતરસનો સ્થાયી ભાવ માને છે. પણ હેમચન્દ્રાચાર્ય નિર્વેદને શાંતરસનો સ્થાયી ભાવ ગણવા સામે ઉગ્ર વિરોધ દર્શાવે છે અને અમને શાન્તરસના સ્થાયીભાવ તરીકે સ્થાપે છે. હેમચન્દ્રાચાર્યના મતે નિર્વેદ(એટલે દુન્યવી ચીજનો અણગમો) તત્ત્વજ્ઞાનમાંથી જન્મે છે અને તત્ત્વજ્ઞાનમાં જ અંત પામે છે. આમ, નિર્વેદ એ તત્ત્વજ્ઞાનનું પરિણામ તથા કારણ બને બને છે જે અર્થહીન વાત છે. આથી, તૃષ્ણાના ક્ષય કે ઇચ્છાઓના સમૂળા અભાવરૂપ શમને જ શાંતરસનો સ્થાયી ભાવ માનવો યોગ્ય છે એમ શ્રી હેમચન્દ્રાચાર્ય કહે છે. તૃષ્ણાક્ષયરૂપ શમ એ શાંતરસનો સ્થાયી ભાવ છે શાંતરસ વિશે વધારે માહિતી આપવા માટે તથા શાંતરસની ચર્ચાને શ્રદ્ધેય, સાચી, સર્વગ્રાહી અને સંપૂર્ણ બનાવવા માટે, શ્રી હેમચન્દ્રાચાર્ય, નાટ્યશાસ્ત્રના છ8ા અધ્યાયમાં અભિનવગુપ્ત “શાન્તરસ' વિશે પોતાની “અભિનવભારતી' ટીકામાં જે વિસ્તૃત છણાવટ કરી છે તેના સંબદ્ધ અંશોનું સંકલન, વિવેક વ્યાખ્યા(પૃ. ૧૨૧-૧૨૪)માં પ્રસ્તુત કર્યું છે. વૃત્તિમાંનો ‘તૃUTHક એ શબ્દ લઈને વિવેકની ચર્ચાનો આરંભ થાય છે. આપણે જાણીએ છીએ કે છ રસવિદ્ગોની ૩૨૯
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy