SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ વૃત્તિમાં સૂત્રાર્થ સમજાવતાં ગ્રંથકાર કહે છે : “વૈરાગ્ય, સંસારનો ડર લાગવો, તત્ત્વજ્ઞાન, વીતરાગ, પરિશીલન તથા પરમેશ્વરનો અનુગ્રહ વગેરે જેના વિભાવો છે; યમ, નિયમ, અધ્યાત્મ તથા શાસ્ત્રનું ચિંતન વગેરે જેના અનુભાવો છે; અને ધૃતિ, સ્મૃતિ, નિર્વેદ તથા મતિ વગેરે જેના વ્યભિચારી ભાવો છે એ સમસ્ત ઇચ્છાઓ - આકાંક્ષાઓ - અભિલાષાઓની સમાપ્તિરૂપ ‘તૃષ્ણાક્ષય’ નામનો સ્થાયી ભાવ જ્યારે આસ્વાદાય છે ત્યારે તે જ શાન્તરસ કહેવાય છે આનું ઉદાહરણ(૧૧૭) ભર્તૃહરિના ‘વૈરાગ્યશતક’ના અઢારમા શ્લોક inìરે૦માં મળે છે.’1 શ્લોકાર્થ છે. પવિત્ર ગંગા નદીને તીરે બરફની શિલા પર પદ્માસનવાળીને હું બ્રહ્મધ્યાનમાં મગ્ન થવા માટે યોગીની નિદ્રા(સમાધિ)માં લીન થયેલો હોઉં અને હરણો નિર્ભય બનીને મારી પાસે આવીને મારા શરીર સાથે પોતાનાં શીંગડાં મુક્ત રીતે ઘસતાં હોય એવા શુભ દિવસો શું મને જોવા મળશે ? આ શ્લોકમાં તત્ત્વજ્ઞાનરૂપ વિભાવ, અધ્યાત્મચિંતનરૂપ અનુભાવ તેમજ ધૃતિ, નિર્વેદ આદિ વ્યભિચારી ભાવોથી શમ - સ્થાયી ભાવ ચર્વણાપાત્ર થઈ શાંતરસના રૂપમાં આસ્વાદાય છે. કેટલાક એવી શંકા ૨જૂ ક૨ે છે કે શાન્તરસને સ્વતંત્ર રસ માની શકાય ખરો ? એનો બીભત્સરસમાં સમાવેÁ ન થઈ શકે ? કેમ કે શમ એ પણ વિષયો પ્રત્યેનો જુગુપ્સાભાવ જ છે. આમ, વિષયજુગુપ્સા, બીભત્સરસ તેમ જ શાન્તરસ બન્નેમાં સમાન રીતે રહેલી છે. આનો જવાબ આપતાં, શ્રી હેમચન્દ્રાચાર્ય વૃત્તિ(પૃ. ૧૨૩-૨૪)માં કહે છે કે બીભત્સરસમાં જુગુપ્સા એ સ્થાયીભાવ છે, જ્યારે શાન્તરસમાં જુગુપ્સા કેવળ વ્યભિચારી(ક્ષણિક) ભાવ છે, એ સ્થાયીભાવનું સ્થાન પામતી નથી, કારણ કે શાન્તરસનું પ્રધાન લક્ષણ છે ‘શાંત એવું મન’. જુગુપ્સામાં, અણગમાની વૃત્તિ જન્મે છે તેથી મનને ઉદ્વેગ પહોંચે છે, મન ખળભળે છે. આ જુગુપ્સાપ્રેરિત ખળભળાટ જો લાંબો ચાલે તો તે શાન્તરસને ખૂબ જ હાનિ કરે - તેને નષ્ટ કરી નાખે. કોઈને એમ લાગે કે શાન્તરસનો ધર્મવી૨માં સમાવેશ કરવો જોઈએ, પણ, એ સૂચન ટકી શકતું નથી. કારણ, ધર્મવી૨ તથા શાન્ત વચ્ચે સ્પષ્ટ ભેદ છે. ધર્મવી૨માં, ભલે ઊંચા આદર્શોથી એ શોભે છે. છતાં, એમાં વાજબી ગણી શકાય તેવું, કેટલુંક અભિમાન રહેલું હોય છે – ‘હું આવો’ એવા પ્રાણવાળો ઉત્સાહ હોય છે(વિવેક, પૃ. ૧.૨૪). જ્યારે શાન્તરસમાં તો અભિમાન કે અહંકારનો સદંતર અભાવ હોય છે અહંકાર શાન્ત થઈ જાય તે જ શાન્તનું સ્વરૂપ છે. આ તફાવત છતાં પણ જો ૩૨૮
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy